6 Dham Darshan Parikrama | Harikrishna Patel | Manoj-Vimal | 2021 | श्री स्वामिनारायण छ धाम दर्शन

Описание к видео 6 Dham Darshan Parikrama | Harikrishna Patel | Manoj-Vimal | 2021 | श्री स्वामिनारायण छ धाम दर्शन

ઘેર બેઠાં છ ધામ તીર્થદર્શન
ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્થાપિત અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જૂનાગઢ અને ગઢડામાં બિરાજીત દેવો તથા પ્રાસાદિક તીર્થસ્થાનોના દર્શનનો અમૂલ્ય લ્હાવો... સાથે સાથે પ્રાગટ્યભૂમિ છપૈયા, દીક્ષાભૂમિ પીપલાણા, ગાદીસ્થાન જેતપુરના દર્શન કરી જીવનને ધન્ય બનાવીએ..
𝗟𝗜𝗞𝗘 | 𝗖𝗢𝗠𝗠𝗘𝗡𝗧 | 𝗦𝗛𝗔𝗥𝗘 | 𝗦𝗨𝗕𝗦𝗖𝗥𝗜𝗕𝗘

અમે આશા રાખીએ છીએ કે, આપ સહુને આ કીર્તન ગમશે અને જો આપને ગમ્યું હોય તો તમારા મનગમતા લોકો સુધી અચૂક શેર કરજો, તમારી કમેન્ટ્સની અમે રાહ પ્રતિક્ષા કરીશું.
..........................................................................
Song : 6 Dham Darshan Parikrama
Singer : Harikrishna Patel
Music : Manoj-Vimal
Lyricist : Harikrishna Patel
Video & Editing : Roshan Talaviya - Mo. 97240 11984
Label : #KirtanLyricsChannel
Publisher : Shree Swaminarayan Mandir - Sardhar
.....................................................................................
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ॥
કૌશલ દેશમાં એટલે કે અયોધ્યા પાસે છપૈયા ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ થયો. ત્યાં બાળચરિત્રો કરી, મહાપ્રભુજીએ ગૃહત્યાગ કર્યો, સાત વર્ષ સુધી વન વિચરણ કરતા કરતા ગુજરાત પ્રાંતમાં આવ્યા અને અહાં આપણા ગુજરાતમાં સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે અનંત જીવોના ઉદ્ધાર માટે આચાર્યોની સ્થાપના કરી, પોતાનાન હાથે પ્રતિષ્ઠા કરી દેવો અને મંદિરો આપ્યા, શાસ્ત્રો રચાવ્યા, ઉત્સવોના માધ્યમથી દિવ્યાનંદનો મહાસાગર રેલાવ્યો અને તો આવો આપણે શ્રીહરિ નામ સંગ છ મંદિરો સહિત મુખ્યલીલા સ્થાનોનાં દર્શનની પરિક્રમા કરીએ... મને વિશ્વાસ છે કે આ માનસિક યાત્રા કરવાથી આપને વાસ્તવિક યાત્રા કરવાનું જ ફળ મળશે.
▶️ 02:52​ પરિક્રમા :- ૧. વડતાલધામ
આવો..., સૌપ્રથમ આપણે ભગવાન શ્રીહરિએ જ્યાં સર્વજીવહિતાર્થે શિક્ષાપત્રીનું લેખનકાર્ય કર્યું છે, જ્યાં પોતાના સ્થાને આચાર્યશ્રી સ્થાપના કરી છે, જ્યાં પોતાના આશ્રિતોને ઉપાસના દર્શન માટે પોતાના જ સ્વરૂપની પ્રતિષ્ઠા કરી છે તેવા સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ધામમાં પ્રવેશ કરી તીર્થસ્થાનો દર્શન કરી પાવન થઈએ...
▶️ 08:35 પરિક્રમા :- 2. ધોલેરાધામ
આવો...., હવે આપણે શ્રીજીમહારાજે સ્વહસ્તે બંધાવેલ મંદિરોમાંના એક એવા ધોલેરા ધામના દર્શન કરીને પાવન થઈએ...
▶️ 11:15 પરિક્રમા :- 3. ગઢપુરધામ
ચાલો..., હવે આપણે નવખંડ ધરતીમાં જે ધામ સર્વોપરિ છે, ત્યાંની ગલિ ગલિમાં જ નહિ, ધરતીના કણ કણમાં પરબ્રહ્મના સ્પંદનોની અલૌકિક અનુભૂતિનો અહેસાસ માત્ર સ્મરણ કરવાથી જ થાય છે. સંપ્રદાયનું સર્વ શ્રેષ્ઠ તીર્થધામ છે. ‘ગઢડું મારું ને હું ગઢડાનો, તે તો કદી નથી મટવાનો’ એમ પોતે વારંવાર કહેતા અને જ્યાં અનંત લીલાચરિત્રો કર્યા છે, જ્યાંથી મહારાજ સ્વધામ સિધાવ્યા એવા અક્ષરધામના મધ્યરૂપ ગઢપુર ધામમાં પ્રવેશ કરીએ...
▶️ 17:15 પરિક્રમા :- 4. જૂનાગઢધામ
આવો..., હવે આપણે ગિરનારની ગોદમાં આવેલું સોરઠ પ્રદેશનાં સત્સંગીઓના આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રીહરિ સ્થાપિત છ ધામ પૈકી જૂનાગઢ મંદિરના દેવો તથા ત્યાંના પ્રસાદીના સ્થાનોના દર્શન કરીએ...
▶️ 21:40 પરિક્રમા :- 5. અમદાવાદધામ

આવો..., હવે આપણે ભગવાન શ્રીહરિએ સ્વહસ્તે બંધાવેલ છ ધામ પૈકીનું સૌપ્રથમ બંધાયેલ શિખરબધ્ધ મંદિર અમદાવાદમાં બિરાજમાન દેવોના માનસિક સ્મૃતિ સહ દર્શન કરીને જીવન ધન્ય કરીએ...
▶️ 23:50 પરિક્રમા :- 6. ભુજધામ
આવો..., હવે આપણે શ્રીજીમહારાજે સ્વહસ્તે બંધાવેલ છ મંદિરમાંના એક એવા કચ્છ પ્રાંતના ભૂજ મંદિરના દેવોના દર્શન કરીને પાવન થઈએ...

▶️ 25:52 પરિક્રમા :- 7. છપૈયાધામ
તો આવો..., હવે આપણે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે સ્થાન એક શિરમોડ તીર્થસ્થાન છે, સમગ્ર પૃથ્વીના બીજા કોઈ સ્થાનને પસંદ ન કરતાં ભગવાન શ્રી સ્વામિનારાયણે જે સ્થાનમાં અનંત બાળચરિત્રો કર્યા છે. આ ધરતીના એક એક રજકણોને પરમ પવિત્ર કર્યા છે એવા જન્મસ્થાન છપૈયામાં પ્રવેશ કરીને બાળચરિત્રોના સ્થાનો તથા લીલાસ્થાનોના દર્શન કરી કૃતાર્થ થઈએ...
▶️ 32:48 પરિક્રમા :- 8. સરધારધામ
આવો..., હવે અંતમાં જ્યાં સાત-સાત વાર પધારી શ્રીજીમહારાજે જે ધરતીને પાવનકારી બનાવી છે, એકીસાથે ચાર માસ સુધી રોકાઈને માછલાંઓને સમાધિ અને માંકડોનો ઉદ્ધાર કર્યો આદિક અનેક અસાધારણ ઐશ્વર્યયુક્ત લીલાચરિત્ર કર્યા છે અને ગુરુવર્ય-ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી તથા સ.ગુ. મુક્તાનંદ સ્વામીનું પ્રથમ મિલન થયું છે, તેમજ પાંચસો પાંચસો પરમહંસોના પુનિત પાવનકારી પદારવિંદથી પરમ તીર્થરૂપ થયેલ ભગવાને જ્યાં ‘ભવિષ્યમાં અહિંયા મોટું મંદિર થશે’ એવા આશીર્વાદ આપ્યા છે એવા રૂડા સરધારધામના પ્રસાદિના સ્થળોના દર્શન કરીએ...
.....................................................................................
#valamvalida #Harikrushnahughelothayo #Gadhpurwala
#merikardonaiyapaar #chalosakhimalavane #Valamvalida
#mirabaibhajan #mirabaisong #mirabaibhakti #mirabaikrishnabhajan
#swaminarayan #swaminarayantemple #swaminarayanmandir #katha #dayro #kundaldham #shangardarshan #Kundalmandir #dailydarshan #ghanshyammaharaj #ghanu #Vadtalmandir #Bhujmandir #kalupurmandir #junagadhmandir #dholeramandir #Gadhadamandir #gadhpurmandir #sarangpurmandir #god #akshardham #akshardhamtemple #sampradaya #motivation #questions #knowledge #shikshapatri #jaiswaminarayan #gadhpurdham #gopinathjimaharaj #dharmakulaashrit #vadtaldham #harikrushnamaharaj #dharmakul
#terimeripritghanshyam #salunavarnichndadi #swaminityaswaruodasji #lokdayarobhajan #sanvanibhajan #shivbhajan #melethi #jigneshsong
#Saawarosalona #SwaminarayanKirtan #swaminarayan #Shreejimaharaj #Vachanamrut #sardharkatha #Sahajanand #Akshardham #Bhajan #khelemohankirtansangath #kadaavolasanwariya #krishna #HIndidevotional #Hindibhajan #fagandhamal #fagunsong #holisongs #khatushyambhajan #hindibhajan

Комментарии

Информация по комментариям в разработке