શંભુ શરણે પડી માંગુ ઘડી રખ ધડી | Shambhu Sharne Padi By Jemish Bhagat Sat Musical Group

Описание к видео શંભુ શરણે પડી માંગુ ઘડી રખ ધડી | Shambhu Sharne Padi By Jemish Bhagat Sat Musical Group

Jemish Vithani Youtube Channel
  / jemishvithani  




શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી,
કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો...

તમે ભક્તોના દુ:ખ હરનારા, શુભ સૌનું સદા કરનારા;
હું તો મંદ મતિ, તારી અકળ ગતિ,
શાંતિ આપો, દયા કરી શિવ દર્શન આપો...શંભુ...

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી;
ભાલે તિલક ધરયો, કંઠે વિષને ભરયો
અમૃત આપો, દયા કરી શિવ દર્શન આપો...શંભુ...

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારુ ચિતડુ ત્યાં જાવા ચહે છે;
સારા જગમાં છે તુ, વસુ તારામાં હું,
શક્તિ આપો, દયા કરી શિવ દર્શન આપો...શંભુ...

આપો દ્રષ્ટીમાં તેજ અનોખું, સારી સૃષ્ટીમાં શિવરૂપ દેખું;
મારા દિલમાં વસો, આવી હૈયે હસો,
શાંતિ આપો,દયા કરી શિવ દર્શન આપો...શંભુ...

હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી;
થાક્યો મથી રે મથી, કારણ જળતુ નથી,
સમજણ આપો, દયા કરી શિવ દર્શન આપો...શંભુ...

ભોળા શંકર ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો;
ગાળો ગવૅ સદા, ટાળો માન-મદા,
શાંતિ આપો, દયા કરી શિવ દશૅન આપો...શંભુ...

Комментарии

Информация по комментариям в разработке