@meshwalyrical
Presenting :Randal Maa Ni Aarti | Lyrical | Jyoti Vanjara | Gujarati Devotional Aarti |
#randalmaa #aarti #lyrical
Audio Song : Randal Maa Ni Aarti
Singer : Jyoti Vanjara
Lyrics : Atul Ujediya
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Aarti
Deity : Randal Maa
Temple : Dadva
Festival : Randal Maa Na Norta
Label :Meshwa Electronics
જય રાંદલ માતા, ૐ જય રાંદલ માતા
આરતી ગાતા તમારી હૈયા હરખાતા,
ૐ જય રાંદલ માતા
લાખો દિવડા જળહળ બળતા, તેજ તણો નહીં પાર
મૈયા તેજ તણો નહીં પાર,
દિવ્ય અલૌકિક આભા, વિજળીનો ચમકાર,
ૐ જય રાંદલ માતા
મંગલકારી મુર્તિ તમારી, મંદિરમાં શોભે,
મૈયા મંદિરમાં શોભે,
દર્શન કરવા તમારા, મન સૌનુ લોભે,
ૐ જય રાંદલ માતા
ઢોલ નગારા શરણાયુંને, ઝાલરનો ઝણકાર,
મૈયા ઝાલરનો ઝણકાર,
મીઠા સૂર મોરલીના, કરતા એકાકાર,
ૐ જય રાંદલ માતા
અનેક રૂપે એક તમે છો, પરચા માઁ પુરનાર,
મૈયા પરચા માઁ પુરનાર,
મહીમા તમારો મોટો, જગમાં જય જયકાર,
ૐ જય રાંદલ માતા
સચરાચરમાં વાસ કરો છો, માતા મમતાળી,
મૈયા માતા મમતાળી,
સમરે વેલા આવો, કરવા રખવાળી,
ૐ જય રાંદલ માતા
ભવસાગરમાં ભટકેલાને, પલમાં માઁ તારે,
મૈયા પલમાં માઁ તારે,
પાપી પાવન થાતા, માઁ તારા ઘ્વારે,
ૐ જય રાંદલ માતા
આદી અનાદી માત તમે છો, વેદોમાં વખણાતાં,
મૈયા વેદોમાં વખણાતાં,
દેવો,દાનવ,માનવ,ગુણ તારા ગાતા,
ૐ જય રાંદલ માતા
અમી ભરેલી આંખોથી,માઁ અમૃત વરસાવો,
મૈયા અમૃત વરસાવો,
સુના પડેલા જીવનમાં ખુશીયો લહેરાવો,
ૐ જય રાંદલ માતા
ફોરમતા ફુલડાનો હું તો, ફુલગજરો લાવું,
મૈયા ફુલગજરો લાવું,
હૈયાના હેતેથી માઁ તમને પહેરાવું,
ૐ જય રાંદલ માતા
શ્વાસે શ્વાસે સમરણ કરતો, અતુલ તમારો દાસ,
મૈયા અતુલ તમારો દાસ,
ભક્તોને દર્શન આપો, પુરણ કરો માઁ આશ,
ૐ જય રાંદલ માતા
જય આશાપુરા માતા, ૐ જય આશાપુરા માતા,
આરતી ગાતા તમારી, હૈયા હરખાતા,
ૐ જય રાંદલ માતા, ૐ જય રાંદલ માતા
ૐ જય રાંદલ માતા, ૐ જય રાંદલ માતા
ૐ જય રાંદલ માતા.
બોલીયે રાંદલ માતકી જય
Информация по комментариям в разработке