🌹ઓઢી માં એ ચુંદડી🌹(લખેલું છે)

Описание к видео 🌹ઓઢી માં એ ચુંદડી🌹(લખેલું છે)

ઓઢી માં એ ચુંદડી ને ટીલડી નો રણકાર. (૨)
મંદિરમાં બેઠા માં મલકતા. (૨)

મા એ દામણી પહેરી છે મોંઘા મૂલની
તોય માં ને ટીલડી નો રણકાર. (૨)
મંદિરમાં બેઠા છે માં મલકતા

મા એ કુંડળ પહેર્યા છે મોંઘા મુલના
તોય માને નથણીનો છે શોખ. (૨)
મંદિરમાં બેઠા મા મલકતા

મા એ હારલા પહેર્યા છે મોંઘા મુલના
તોય માં ને માળા નો છે શોખ
મંદિરમાં બેઠા છે માં મલકતા

મા એ ચુડલા પહેર્યા છે મોંઘા મુલના
તોય મને બંગડી નો છે શોખ. (૨)
મંદિરમાં બેઠા છે માં મલકતા

મા એ ઝાંઝર પહેર્યા છે સવા લાખ ના
તોય મને કડલા નો છે શોખ
મંદિરમાં બેઠા છે માં મલકતા

મા એ ચોલી પહેરી છે સવા લાખ ની
તોય માં ને ચુંદડી નો છે શોખ. (૨)
મંદિરમાં બેઠા છે માં મલકતા

મા એ ત્રિશુલ ધર્યું છે સવા લાખ નું
તોય માને તલવારનો છે શોખ. (૨)
મંદિરમાં બેઠા છે માં મલકતા

ઓઢી માં એ ચુંદડી ને ટીલડી નો રણકાર
મંદિરમાં બેઠા છે માં મલકતા

મા એ મુંગટ પહેર્યો છે સવા લાખ નો
તોય માને ગરબા નો છે શોખ. (૨)
મંદિરમાં બેઠા છે માં મલકતા. (૨)
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
#ભજન #ભજન #સત્સંગ #trending #bhajan #gujaratibhajan #કીર્તન #ગુજરાતી #ગરબા #krishna #lagangeet

Комментарии

Информация по комментариям в разработке