‘વિદેશમાં અસાયલમ માગતા ભારતીયો દેશની ‘પ્રતિષ્ઠા’ને હાનિ પહોંચાડે છે’

Описание к видео ‘વિદેશમાં અસાયલમ માગતા ભારતીયો દેશની ‘પ્રતિષ્ઠા’ને હાનિ પહોંચાડે છે’

દર વર્ષે હજારોની સંખ્યામાં ઈલીગલી કે પછી લીગલી વિદેશ જઈને ખોટી સ્ટોરી રજૂ કરીને અસાયલમ માગનારા ભારતીયો દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે તેવી કબૂલાત ખુદ ભારત સરકારના વિદેશ રાજ્યમંત્રી કિર્તી વર્ધન સિંહે સંસદમાં કરી છે. કિર્તી વર્ધન સિંહ કોંગ્રેસના સાંસદ કપિલ સિબલ દ્વારા પૂછાયેલા એક સવાલનો જવાબ આપી રહ્યા હતા જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશમાં અસાયલમ માગનારા લોકોનો ચોક્કસ આંકડો પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિદેશમાં અસાયલમ માગતા લોકો માત્ર પોતાના અંગત ફાયદા માટે દેશ અને સમાજની પ્રતિષ્ઠા પર ધૂળ ઉડાડવાનું કામ કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત એક લોકશાહી દેશ છે જ્યાં દરેકને પોતાના પ્રશ્નો અને સમસ્યાઓનો કાયદાકીય રીતે ઉકેલ મેળવવાનો પૂરો હક્ક છે. છેલ્લા ત્રણ વર્ષમાં અસાયલમ માગનારા લોકોનો આંકડો રજૂ કરવા પર અસમર્થતા દર્શાવતા તેમણે એમ પણ કહ્યું હતું કે અસાયલમ એપ્લિકેશન્સનો કુલ આંકડો, તેના માટેના કારણ અને તેમના દાવાને મંજૂર કે નામંજૂર કર્યાના આંકડા જે-તે દેશની સરકારો દ્વારા પ્રાઈવસી અને ડેટા પ્રોટેક્શન લૉને કારણે જાહેર નથી કરવામાં આવતા, જેથી ભારત સરકાર પાસે પણ તેની ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. વિદેશ રાજ્યમંત્રી તરફથી સંસદને આ મામલે એવી પણ ખાતરી આપવામાં આવી હતી કે સરકાર આ મામલા પર કામ કરી રહી છે.

Комментарии

Информация по комментариям в разработке