સંત અને શૂરા ને જન્મ આપનારી એ પવિત્ર કાઠિયાવાડ ની ધરતી ઉપર રાજ બાઈ ના કૂખે થી સંત ના આશીર્વાદ થી જન્મ લેનાર એ બાળક નું નામ રાખવામાં આવ્યું " જલો "
ધર્મ પારાયણ માતા પિતા ના સંસ્કાર સિંચન થી જલો મોટો થવા માંડ્યો, રાજા દશરથ ના રાજમહેલ માં પ્રભુ શ્રી રામ નો ઉછેર થયો રાજમહેલ ના વિશાળ પ્રાંગણમાં તેઓ મોટા થયા અને અહીં વિરપુર એક નાનકડા ગામ માં જલા નો ઉછેર થયો .
"સ્થિતિ તદ્દન ભિન્ન પરંતુ પરિસ્થિતિ અભિન્ન"
જલા નું બાળપણ રમત ગમત માં પ્રધાન ઠક્કર ના આંગણે શરૂ થયું, માતા પિતા પણ આનંદ થી બાળક નો ઉછેર કરે છે , તેમનું આ બીજુ સંતાન હતું, પ્રધાન ઠક્કર ને ત્રણ પુત્રો અને ત્રણ પુત્રી હતા .
જલા ની ઉંમર પાંચ વર્ષ ની થઈ , બાળ સહજ રમત ગમત ની ઉંમર હતી .જલો ગામ ના પાદરે અન્ય બાળકો સાથે રમવા ગયો , ઘેર એક વૃદ્ધ સંત પધાર્યા, આંગણે આવેલા અતિથિ નો યોગ્ય આદર સત્કાર કરી પ્રધાન દંપતિ એ ભોજન માટે વિનંતી કરી, પણ આ સંત કોઈક વિશેષ કાર્ય માટે આવ્યા હતા.
ભોજન નહીં પરંતુ ભજન પ્રિય જલા ને મળવા માટે આગ્રહ કર્યો, જલો રમાવા ગયો છે . હમણાં આવશે ત્યાં સુધી ભોજન નો સ્વીકાર કરો તેવી પ્રધાન દંપતી ની વિનંતી નો પણ અસ્વીકાર કરી જલા ની રાહ જોતા બેસી રહ્યા.
જલો આવ્યો સંત ના ચરણોમાં પ્રણામ કર્યા, પાંચ વર્ષ ની જે ઉમરે બાળકો મા નિર્દોષ રમત હોય, ભોળપણ હોય , રમતિયાળપણુ હોય તે ઉમરે સાધુ સંતો અને વડીલો ને પ્રણામ કરી આશીર્વાદ લે તેવા સંસ્કાર જલાના હૈયા માં તે ઉમરે હતા .
સંતે હસી ને પૂછ્યું, બેટા મને ભૂલી ગયો?? ઓળખાણ પડી ??? બોલો રામ રામ અને જલા એ કહ્યું જય સીતારામ...
સંતે આશીર્વાદ આપ્યા જય સીતારામ કહી આંખ સામે થી અદ્રશ્ય થઇ ગયા.
માતા પિતા ના આશ્ચર્ય સાથે આનંદ નો પાર ન રહ્યો, સંત ના આશીર્વાદ થી જન્મેલા આ પુત્ર ને ભાવ વિભોર થઈ નિહાળી રહ્યા અને સંત ને મનોમન પ્રણામ કરી ઇશ્વર નો આભાર માનવા લાગ્યા ,પણ સામે ઉભેલા જલારામ ના મન માં તો રામ નામ ની જ્યોત પ્રગટી , પ્રભુ શ્રી રામ ના દર્શન નો ભાવ થયો અને એ જ્યોત માં કંઈક અલગ સૃષ્ટિ ના અલગ ગામ ના દર્શન થયા .
ચાલો આપણે પણ એ અલૌકિક જ્યોત માં થયેલી અલગ સૃષ્ટિ ના દર્શન નો આભાસ કરીએ..
" કેટલાક લોકો નસીબ જેવા હોય છે જે આશીર્વાદ થી મળે છે, પણ કેટલાક લોકો આશીર્વાદ જેવા હોય છે જે મળવા થી નસીબ જ બદલી નાખે છે .."
સૌરાષ્ટ્ર ના વાંકાનેર રાજ નું એક ગામ નામ મેસરીયા , તેમાં રબારી ની એક કોમ નામ સામડ કોમ , તેનું એક કુટુંબ જેમાં ભાઈ ઓ હતા , તેમાં સૌથી નાનો ભાઈ નામે જાલો અને તેની પત્ની નું નામ રૂપા ઘેટા બકરા ચરાવવા જાય અને ઘેટા નું ઉન કપાય અને એ ઉન માંથી ધાબળા બનાવે આ તેનું જીવન કાર્ય આ જાલો અને રૂપા સંસ્કારી જીવડાં, પ્રભુ નું નામ અને ભજન તેમના દીનકાયૅ માં વણાઈ ગયા હતા .
આ મેસરીયા ગામ ની ચાર પાંચ માઇલ છેટે એક ગામ નામ મોલડી આ મોલડી ગામ માં જોગંદર જેવા એક સદ્પુરુષ નામ આપા રતા... તેમના ઘરે કાયમ સાધુ સંતો ની અવરજવર રહેતી દિવસે સાધુ સંતો ની સેવા અને ભોજન અને રાત પડે ભજન મંડળી સાથે ભજન નીચે રમઝટ, ભોજન અને ભજન નો અનોખો સંયોગ....
આ આપા હતા ની નામ ની કીર્તિ સાંભળી એક દિવસ જાલો અને રૂપા તેમનાં દર્શને મોલડી પહોંચ્યા ,અને જેમ પારસમણી લોખંડ ને સ્પર્શે અને સુવર્ણ બની જાય તેમ જાલો અને રૂપા ના જીવન નું પણ પરિવર્તન થઈ ગયું .
દિવસે ઘેટા બકરા ની સંભાળ અને રાત્રે આ સંસાર ની જંજાળ માંથી છૂટી આપા હતા ના રામ નામ ના પ્રેમ બંધન માં બંધન .....
સમય વિતતો ગયો ...જાલા ના હૈયા માં સાધુ સંતો ની સેવા
હામ વધતી ચાલી અને રૂપા ના કંઠે થી સુમધુર ભજનો ની હેલી વધતી ચાલી, જાલા ના ભાઇઓ ને આ ગમતું નહોતું અને એક દિવસ આ ગુસ્સો જાલા અને રૂપા ઉપર ઉતાર્યો, દિવસ ભર ઘેટા બકરા ની સંભાળ અને રાત પડે રામ નામ ના ભજન ના ઉજાગરા ઘેટા બકરા ચરાવતા ચરાવતા આંખો ઘેરાવા માંડી અને ઝોકે ચઢ્યા. ભાઈ એ આવી લાત મારી જગાડયા અને ફરી મોલડી ગામે ના જવા ની તાકિદ કરી , આદેશ આપ્યો , બન્ને દંપતી ની આંખો માંથી અશ્રુ ધારા વહેવા માંડી અને પ્રભુ ને યોગ્ય માર્ગ બતાવવા વિનંતી કરી, ઘેર આવ્યા.
સમય વીતે છે જાલા અને રૂપા ની એ ભક્તિ અને ભજન અવિરત પણે ચાલુ જ રહે છે .
જીવનમાં જે કાંઈ કરો , પૂર્ણ સમર્પણ સાથે કરો , પ્રેમ કરો તો મીરા જેવો અને પ્રતિક્ષા કરો તો શબરી જેવી ભક્તિ કરો તો હનુમાન જેવી અને શિષ્ય બનો તો અર્જુન જેવા ....
શ્રી રામ ભક્તિ અને ભજન, જાલા અને રૂપા માં પૂર્ણ પણે વણાઈ ગયા હતા , અને એક દિવસ આ કાર્ય નો ગુસ્સો તેમના ભાઈ દ્વારા એક નિર્દોષ વ્યક્તિ ઉપર ઉતાર્યો જાલા ની ભાળ પૂછતાં યોગ્ય જવાબ ન મળતા તેમના ભાઈ ના હાથે એ વ્યક્તિ ની હત્યા થઈ ગઈ .
" ક્રોધ હમેશાં બે ધારી તલવાર જેવો હોય છે, પ્રથમ સામે ની વ્યક્તિ ને ઘાયલ કરે છે અને તે ક્રોધ શાંત થતાં તે ક્રોધિત વ્યક્તિ ને પણ જરૂર ઘાયલ કરે છે ".
યોગ્ય સમયે મેસરિયા ગામ મા સમાધિ ની તૈયારી કરી , જાલા ના મુખ પર અનોખું તેજ અને પ્રતિભા , ભાલે ચંદન ના તિલક કર્યાં છે ,રૂપા એ માથે માડી અને લીલી ચુંદડી ઓઢી છે , કપાળે સૌભાગ્ય વતી રૂપે ચાંદલો કર્યો છે અને ભજન ની રમઝટ થઈ રહી છે . એક દિવ્ય વાતાવરણ ઊભું થઈ ગયું છે ,ગામ લોકો આ દંપતી ના છેલ્લી ઘડી ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
દંપતી એ છેલ્લી વાર ના રામ રામ કરી આશીર્વાદ ની ધન્યતા અનુભવી " સીયાવર રામચંદ્ર કી જય " ના પોકાર સાથે સમાધિ મા પલાઠી વાળી બેસી ગયા છે , ગામ લોકો ની આંખો મા થી અશ્રુ ની ધારા વહી રહી છે, વાતાવરણ મા ગમગિની પ્રસરી ગઇ અને સમાધિ નો ખાડો પૂરવા મા આવ્યો અને કાઠિયાવાડ ની એ પવિત્ર ધરતી એ જેમ સીતા માતા ને ધરતી મા સમાવી લીધા હતા તેમ એ જાલા અને રૂપા ને પોતાના મા સમાવી લીધા .
આ સમગ્ર બનાવ ને પાંચ વર્ષ ના જલા એ રામ નામ ની જ્યોત મા જાણે દ્રષ્ટિમાન થયું , કાંઈક અદભુત અનુભૂતિ થઈ, એ ઇશારા ને સમજી ગયા કે એ જાલા અને રૂપા ના અધૂરા કાર્ય પૂર્ણ કરવા પ્રભુ શ્રી રામ ના આશીર્વાદ થી મારો જન્મ થયો છે, અને જલા ને પૂર્વ જન્મ ના દર્શન નું જ્ઞાન થયું .
" શ્રી જલારામ બાપા ના પૂર્વ જન્મ ના જ્ઞાન પ્રાગટય ની જય હો "
Информация по комментариям в разработке