Rathin Das Interview Part-2 | Renowned Veteran Journalist | Ramesh Tanna | Navi Savar

Описание к видео Rathin Das Interview Part-2 | Renowned Veteran Journalist | Ramesh Tanna | Navi Savar

અમદાવાદમાં વસતા રથીન દાસ બંગાળીબાબુ છે. તેઓ વરિષ્ઠ પત્રકાર છે. માત્ર પત્રકાર નથી તેઓ લેખક પણ છે. તેઓ 46 વર્ષથી પત્રકારત્વ કરી રહ્યા છે. તેમણે ઘણાં નાટકો પણ લખ્યાં છે. તેઓ સુંદર તસવીરકાર પણ છે. તેમણે આગલી હરોળનાં રાષ્ટ્રીય અખબારોમાં ફરજ બજાવી છે. ધ સ્ટેટમેન, પાયોનિયર, વિદૂરા સહિત ઘણાં બધાં મહત્ત્વનાં અને પ્રતિષ્ઠિત અખબારોમાં તેમણે લાંબો સમય કામ કર્યું છે. આ ઉપરાંત બીબીસી સહિત કેટલીક ઇન્ટરનેટની વેબસાઈટ માટે પણ તેમણે પત્રકારત્વ કર્યું છે. પિપલ્સ ડેમોક્રેટ, ગ્લૉબલવિહારી વગેરેનો તેમાં સમાવેશ થાય છે. પત્રકારત્વ વિશેની તેમણે વાર્તાઓ લખી છે. અંગ્રેજી ભાષામાં પ્રકાશિત તેમનો વાર્તાસંગ્રહ Aspersions એમેઝોન પર ઉપલબ્ધ છે. તેઓ બહિર્મુખી પ્રતિભા ધરાવે છે. અમે તમારી સમક્ષ તેમની મુલાકાત બે ભાગમાં રજૂ કરીશું. પહેલો એપિસોડ 35 મિનિટનો છે. આ વિડીયો ચોક્કસ તમને ગમશે એની અમને ખાતરી છે. તેમનો સંપર્ક નંબર 9825021703 છે.

Video edited by Tushar Leuva

રમેશ તન્ના પત્રકાર, સંપાદક, લેખક, વક્તા અને સમાજસેવક છે.
પહેલી ડિસેમ્બર, 1966ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં તેમનો જન્મ. માતા પ્રભાબહેન પાસેથી માતૃભાષા તથા સંવેદના, પિતા પ્રભુરામ પાસેથી ઉદારતા તથા સરળતા અને ગામ અમરાપુર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો તેમણે ઝીલ્યો. બી.કૉમ થયા પછી તેમણે પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ પત્રકારત્વ વિષયમાં પારંગત (માસ્ટર) થયા. અહીં જ તેમણે બે વર્ષ પત્રકારત્વ વિભાગમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. સ્વતંત્ર રહીને સમાજ ઉપયોગી લેખન કરવાના પ્રયોજન સાથે તેમણે નોકરી છોડી. વિવિધ અખબારોમાં મુક્ત રીતે લખતા રહ્યા. થોડાં વર્ષો જીવનસાથી અનિતા જતકર સાથે 'અમદાવાદ ટુડે' સાપ્તાહિક અને 'સંગોષ્ઠિ ફીચર્સ એજન્સી'નું સંચાલન કર્યું. 1999થી 2013 સુધી, ચૌદ વર્ષ તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'માં મનવાસ ભોગવ્યો. અહીં તેમણે પત્રકાર, પૂર્તિ-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી. આદર્શ અને સત્ત્વશીલ સામયિકનું સર્જન કરવામાં તેઓ સફળ રહ્યા. સને 2013થી તેઓ મુક્ત રીતે લેખન કરે છે. ગુજરાતી ભાષામાં તેઓ પૉઝિટિવ પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. તેઓ 1990થી સમાજોપયોગી, વિકાસલક્ષી અને વિધેયાત્મક લેખન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે 2013થી પૉઝિટિવ પત્રકારત્વનો પ્રારંભ કર્યો જેને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો. તેમનાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો સમાજમાં હકારાત્મકતા પ્રસારી રહ્યાં છે. તેની 55,000 પ્રતનું વેચાણ થયું છે.

Facebook:   / ramesh.tanna.5  

#MediaMulakato #RameshTanna #NaviSavar

© All rights reserved with RAA Positive Media Private Limited 2024

Комментарии

Информация по комментариям в разработке