આંબાના પાકમાં રોપણીનું અંતર અને રાખવાની કાળજી અંગે માહિતી | Method of Planting and Spacing for Mango

Описание к видео આંબાના પાકમાં રોપણીનું અંતર અને રાખવાની કાળજી અંગે માહિતી | Method of Planting and Spacing for Mango

@RFInformationServices
#mango #planting #spacing

નમસ્કાર ખેડૂત મિત્રો, આંબામાં નવું વાવેતર કરીયે તો એમાં રોપણી નું અંતર ખૂબ અગત્ય છે. મોટાભાગે 10*10 મીટર અને 5*5 મીટર ના અંતરે વાવેતર કરતાં હોય છે, જપરંતુ હાલમાં ખેડૂતો અતિ ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ એટ્લે કે 3*1.5 મીટર અને 3*3 મીટર ના અંતરે વાવેતર કરે છે પરંતુ વાવેતર નું અંતર જમીન ના પ્રકારના આધારે નક્કી કરવું જોઇયે. કાળી અને મધ્યમ કાળી જમીન માં વરસાદ પછી ભેજ લાંબો સમય સુધી રહે છે તો એવામાં અતિ ઘનિષ્ઠ પદ્ધતિ થી વાવેતર કરે તો સારા પરિણામ મળતા નથી તો એવા માં 5*3 મીટર એટ્લે કે બે લાઇન વચ્ચે 5 મીટર અને રો માં 3 મીટર બે પ્લાન્ટ વચ્ચે અંતર રાખી વાવેતર કરવું. અને જો ગોરાળું ટાઈપની જમીન હોય તો 3*3 મીટર અથવા 3*2 મીટર અંતર રાખી વાવેતર કરવું. આંબાનું વાવેતર કયા સમયે કરવું એ પણ ખૂબ અગત્ય છે. જેમની પાસે પાણીની સગવડ હોય, ડ્રીપ પિયત હોય તો એમને શિયાળાની ઠંડીના ડિસેમ્બર અને જાન્યુઆરી આ બે મહિના છોડીને આખું વર્ષ વાવેતર કરી શકે છે. આંબાનું વાવેતર કરીયે તો ચોમાસામાં વાવેતર કરવા પહેલા ઉનાળામાં 3*3*3 ફૂટના ખાડા કરવા અને એ ખાડામાં સેંદ્રિય ખાતર અને માટી મિક્ષ કરી 10 દિવસ જેવુ સૂર્યતાપ માં રાખી ખાતર અને માટી મિક્ષ કરી એ ખાડા ને પૂરી દેવાનું અને એ ખાડાને માર્કિંગ કરી દેવું અને પછી ચોમાસું શરૂ થાય એ પહેલા એ જગ્યા પર વાવેતર કરી શકાય છે.

Комментарии

Информация по комментариям в разработке