સુરત માં શાહજહા એ ચાંદી ના સિક્કા ની ટંકશાળ કેમ બનાવી હતી ? એક રસપ્રદ ઇતિહાસ!

Описание к видео સુરત માં શાહજહા એ ચાંદી ના સિક્કા ની ટંકશાળ કેમ બનાવી હતી ? એક રસપ્રદ ઇતિહાસ!

શુ તમે જાણો છો કે સુરતના બન્ડરે મુબારકનું નામ કોણે આપ્યું ? શાહજહાંએ સુરતની ટંકશાળામાં સિક્કા શા માટે બનાવ્યા ? આ તમામ પ્રશ્નોનો જવાબ અમને 80 વર્ષીય ગુજરાતી કાકાનું રેર સિક્કા કલેક્શન માંથી મળી જશે. સુરતના આ કાકાના સિક્કા કલેક્શનમાં જોઈ તમે પણ ચોંકી જશો. કારણ કે આ કાકા પાસે 25 મુગલોના 100 ચાંદીના સિક્કાઓ છે. અને આ સિક્કા કલેક્શન કરવાં પાછળ તેનું સુરત પ્રેમ તારણ છે
તાજમહેલ બનાવનાર શાહજહાંએ ગુજરાતના સુબા પદે સુરતની ટંકશાળામાં સિક્કા બનાવડાવ્યા હતા. તે આજે પણ સુરતના એન્ટિક વસ્તુઓના ધનપાલ વકીલ દ્વારા શોખીન માટે સાચવવામાં આવ્યા છે. જે તેમને સુરત સહિત ગુજરાતની અલગ અલગ જગ્યાઓથી મળ્યા છે. 80 વર્ષીય ધનપાલ વકીલ પાસે માત્ર શાહજહાં જ નહીં ઔરંગઝેબ, અકબર, મોહમદ શાહ, ફારૂખ સેરિયા, શાહ આલમ -1 અને શાહ આલમ -2 સમયના ચલણી સિક્કાઓ નું રેર કલેક્શન છે....
ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિને જાળવવા માટે અનેક લોકો યથાશક્તિ પ્રમાણે પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે સુરતના ધનપાલ વકીલ દ્વારા 25 થી વધુ મુઘલ સલતનતના બાદશાહો દ્વારા બનાવાયેલા 100થી વધુ સિક્કાને સાચવવામાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે આ સિક્કાઓ શાહજહાંના સમયમાં બનાવવામાં આવ્યા હતા. સિક્કા એક તોલો ચાંદીના બનેલા છે અને એ પણ સુરતની જ ટંકશાળામાં બનાવામાં આવ્યા હતા. સુરતની ટંકશાળામાં બનેલા ચાર સિક્કાઓ પર અરબી ભાષામાં સુરત નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝફ્ફર શાહને અકબરે પરાજિત કર્યા બાદ દિલ્હીના મુઘલોનું ચલણ ગુજરાતમાં શરૂ થયું. મુઘલકાલીન સિક્કાઓની શરૂઆત ગુજરાતમાં અકબરે કરી હતી. મુઘલ સિક્કાઓ તાંબાના દામ, દમડી તરીકે જ્યારે ચાંદીના રૂપિયા, અડધો રૂપિયા તરીકે ઓળખાતા. જે ગુજરાતમાં અમદાવાદ, સુરત, ખંભાત, દેલવાડા વગેરે ટંકશાળમાંથી બહાર પાડવામાં આવયા હતા. શાહજહાં સિવાય ફારૂક સૈયરના સમયના ચાર સિક્કાઓ પણ તેમના દ્વારા સંગ્રહિત કરવામાં આવ્યા છે અને તે પણ શુદ્ધ ચાંદીના 11 ગ્રામના સિક્કાઓ છે. આ સિવાય નવાં સંશોધનો મુજબ સુરતના નવાબ સાહેબનો સિક્કો શાહજહાં-૩ના શાસનમાં બહાર પાડવામાં આવ્યો હતો. આ ચાંદીનો રૂપિયો પણ સુરતની જ ટંકશાળામાંથી બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં સુરતનું નામ સ્પષ્ટ વંચાય છે એ પણ તેમણે સંગ્રહિત કર્યો છે. ધનપાલ વકીલે જણાવ્યું હતું કે સુરતમાં છપાયેલ હોય તેવા સિક્કાઓનું કલેક્શન કરવાનું તેમને ખૂબ જ ગમે છે. સુરત લખેલું હોય એવા સિક્કાઓ તેઓ ખરીદી લઈ છે જે સુરત પ્રત્યે તેમનું પ્રેમ જણાવે છે..
એટલું જ નહીં ધનપાલ કાકા પાસે ઔરંગઝેબ દ્વારા સુરતમાં બનાવવામાં આવેલા ચાંદીના સિક્કા પણ છે ..અનેક કામ માંથી એક શિખાઉ પર ધ્યાનથી નજર કરવામાં આવે તો અરબી ભાષામાં સુરતને બંદરે મુબારક ની ઉપાધિ આપી લખવામાં આવ્યું છે... આ અંગે ધનપાલ વકીલે જણાવ્યું હતું કે પોતાના ૫૦ વર્ષના શાસન દરમિયાન બે વર્ષ ઓરંગઝેબ સુરતમાં રહ્યા હતા ઔરંગઝેબની બહેન હજ કરવા અહીં સુરત આવી હતી.. તે દરમિયાન તબિયત લથડતા તેનું મોત નીપજયું હતું. તે સમયે ઓરંગઝેબ સુરત આવ્યો હતો અને અલંગ જઈને સુરત આટલી હદે ગમી ગયું હતું કે તેને એક સિક્કા પર સુરતને બંદરે મુબારક લખાવ્યું હતું...
ધનપાલ વકીલને એન્ટિક વસ્તુઓ સંગ્રહ કરવાનો મોટો શોખ છે અને આ દરેક સિક્કા ૩૦૦ થી ૫૦૦ વર્ષ જુના છે. શાહજહાંના નામની સાથે જ આ સિક્કાઓ પર સુરતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જે તેમણે રત સહિત ગુજરાતના અલગ અલગ સ્થળેથી મળ્યા છે...

Комментарии

Информация по комментариям в разработке