#@Harkishan.Prajapati #Harkishan.Prajapati #Harkishan Prajapati
અકબર બીરબલની નાની વાર્તા -સામાન્ય પથ્થરમાં અને પારસમાં આ જ ભેદ - બંને પથ્થર! એકના સ્પર્શથી સોનું બને તો બીજાનો સ્પર્શ ઇજા કરે.
Short story of Akbar Birbal - Same difference between normal stone and paras - both stones! The touch of one makes gold, while the touch of another hurts.
#akabarbirbalkikahani #akbarbirbal #akbar #birbalcomedy
#story #varta #birbalkikahani #birbalstories
#વાર્તા #નાનીવાર્તા #વારતા #ગુજરાતીવાર્તા
#कहानी #छोटीकहानी #कहानी #कहानियाँ
વિવિધ વિષયો પર ઘણી બધી વાર્તાઓ સાંભળવા માટે કૃપા કરીને મારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો: / @gujaiarti.moral.stories
હું હરકિશન પ્રજાપતિ .. ટ્રેનર અને મોટિવેશનલ સ્પીકર મારો ઉદ્દેશ વાર્તાઓ દ્વારા કોઈપણ પ્રકારની તાલીમ આપવાનો અને તમામ તાલીમ વિષયોને આધ્યાત્મિક વાર્તાઓ અને ભગવદ્ ગીતા સાથે જોડવાનો છે . . જેથી શીખનાર ઝડપથી, સરળતાથી શીખી શકે અને જીવનભર યાદ રાખી શકે
प्रेरक कहानियाँ - Inspiring Stories in Hindi @Harkishan
अलग अलग विषयों पर बहुत सारी कहानियाँ सुनने के लिए कृपया
मेरे YouTube चैनल को सब्सक्राइब करें:
/ @प्रेरककहानियाँ.hindistories
मैं हरकिशन प्रजापति . . ट्रेनर और मोटिवेशनल स्पीकर
પથ્થરમાં અને પારસમાં આ જ ભેદ હોય છે
એક વાર એક વૃદ્ધ સ્ત્રી, પોતાની પુત્રવધુ સાથે બીરબલ પાસે જઈને, બીરબલને કહ્યું, “મારા પુત્રએ વીસ વર્ષ સુધી શાહી ફોજમાં રાજયની સેવા કરી, અને યુધ્ધમાં માર્યો ગયો. અમે બંને નિરાધાર બન્યા છીએ અને અમારી પાસે આવક નથી.”
તેમની વાત સાંભળી બીરબલે કહ્યું, “તમારા દુ:ખને હું સમજી શકું છું. બાદશાહ અકબર દયાળુ છે. એ તમારી મદદ કરશે. હું તમને કહું એમ તમે કરશો તો તમારું કામ થઈ જશે.”
બીજા દિવસે દરબાર ભરાયો. વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રવધુ સાથે દરબારમાં હાજર થઈ. તેણે કહ્યું, “જહાંપનાહ! મારા પુત્રની આ તલવારે અનેક યુદ્ધો જીતાડયા છે. હવે એ હયાત નથી, યુધ્ધમાં માર્યો ગયો, તો આપ આ તલવારને તમારા શસ્ત્રાગારમાં મૂકી દો.”
બાદશાહે તલવાર જોઈને કહ્યું, “આ કાટ ખાધેલી સાવ જૂની તલવાર અમારા કંઈ જ કામની નથી.” બાદશાહે તેમના એક સેવકને હુકમ આપ્યો, “આ તલવાર એમને પાછી આપી દો. સાથે પાંચ સોનામહોર પણ આપો.”
બાદશાહનું એવું વર્તન જોઈને બીરબલને નવાઈ લાગી. માત્ર પાંચ સોનામહોર! આ તે કેવું?
બીરબલે બાદશાહ અકબરને કહ્યું, “જહાંપનાહ! શું એ તલવારનું હું નિરીક્ષણ કરી શકું?” બાદશાહ અકબરે કહ્યું, “હા, બીરબલ! તું પણ નિરીક્ષણ કરી લે, કાટ ખાધેલી જૂની તલવારનું.” બીરબલે તલવાર હાથમાં લીધી અને ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવા લાગ્યો. ઘડીકમાં આમ ફેરવતો, તો ઘડીકમાં નીચેની બાજુ જોતો, તો ઘડીકમાં ઉપરની બાજુ જોતો, ઘડીકમાં તલવારની મુઠ જોતો.
બાદશાહ પણ બીરબલની આ હરકત જોઇ વિચારમાં પડયા. છેવટે ન રહેવાતા પૂછ્યું, “શું થયું બીરબલ?”
બીરબલે કહ્યું, “કંઈ નહીં જહાંપનાહ! જો કે મને વિશ્વાસ હતો કે તલવાર સોનાની બની જશે.” અકબર બોલ્યા, “હેં, શું કહ્યું… સોનાની?”
બાદશાહને બીરબલની વાતથી નવાઇ લાગી. બીરબલ બોલ્યા, ”‘હા જહાંપનાહ! એક પારસ જે માત્ર એક પથ્થર હોય છે, તેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે. તો આપના જેવા પરોપકારી બાદશાહના હાથનો સ્પર્શ પામ્યા પછી પણ…”
બીરબલે જાણી જોઇને વાકય અધૂરું છોડયું. બાદશાહ બીરબલની વાતથી બેચેન બની ગયા. તેમણે કહ્યું, “જે કહેવું હોય તે સ્પષ્ટ કહે.” બીરબલે કહ્યું, “સામાન્ય પથ્થરમાં અને પારસમાં આ જ ભેદ હોય છે. બંને પથ્થર! એકના સ્પર્શથી સોનું બને તો બીજાનો સ્પર્શ ઇજા કરે. મદદ માટે આવેલી આ સ્ત્રીઓ ખુશ થવાને બદલે દુ:ખી થઈ ગઈ.”
અકબર બાદશાહ બીરબલના કહેવાનો ભાવાર્થ તરત સમજી ગયા. તેમને થોડી શરમ પણ લાગી. તેમણે એ જ વખતે હુકમ કર્યો, “આ સ્ત્રીને તલવારના વજન બરાબર સોનામહોરો આપવામાં આવે અને જીવે ત્યાં સુધી તેમને ખર્ચા-પાણી આપવામાં આવે.” તરત જ હુકમનું પાલન કરવામાં આવ્યું.
આમ બીરબલે ચતુરાઇથી વૃદ્ધ સ્ત્રી અને તેની પુત્રવધુને આજીવિકાનું સાધન કરાવી આપ્યું. બંને સ્ત્રીઓ, બાદશાહ અકબર અને બીરબલને દુવાઓ આપતી ઘરે ગઇ . .
Информация по комментариям в разработке