Nand Lala Ne MataJasodajiSambhare|DineshVaghasiya|Gujarati PrachinBhajan|નંદલાલાનેમાતા જશોદાજીસાંભરે

Описание к видео Nand Lala Ne MataJasodajiSambhare|DineshVaghasiya|Gujarati PrachinBhajan|નંદલાલાનેમાતા જશોદાજીસાંભરે

‪@MeshwaBhaktiSangeet‬
Presenting : Nand Lala Ne Mata Jasodaji Sambhare | Dinesh Vaghasiya | Gujarati Prachin Bhajan |

#krishna #gujaratidevotionalsong

Audio Song : Nand Lala Ne Mata Jasodaji Sambhare
Singer : Dinesh Vaghasiya
Lyrics : Dhairya Chandrabudh
Music : Jayesh Patel
Deity : Krishna Bhagwan
Festival : Janmashtami
Temple : Mathura
Genre : Gujarati Prachin Bhajan
Label : Meshwa Electronics

નંદલાલાને માતા જશોદાજી સાંભરે
મમતા મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં...નંદલાલાને

છપ્પન ભોગના અહીં રોજ પીરસાતા,
માખણ ને મીસરી મારી રહી ગઈ ગોકુળમાં... નંદલાલાને

સોના ના થાળ અહીં સોના ના કટોરા
રુડી મારી તાસળી રહી ગઈ ગોકુળમાં...નંદલાલાને

સિતાર સારંગી ના ગીત અહીં ગુંજતા
વ્હાલી મારી વાંસળી રહી ગઈ ગોકુળમાં...નંદલાલાને

હીરા માણેકના જળહળતા હાર અહીં
તુલસી ને ફૂલછડી રહી ગઈ ગોકુળમાં...નંદલાલાને

મણિ ને રત્ન જડિત મુગુટ અહીં શોભતા
મોરપીંછ પાઘડી મારી રહી ગઈ ગોકુળમાં...નંદલાલાને

હજાર હાથીડા અહીં ઝુલેરે અંબાડીએ
ગોરી મારી ગાવલડી રહી ગઈ ગોકુળમાં...નંદલાલાને

મોજડી મુલાયમ શોભતી રે મખમલ શાપાએ
ચંદન ચાકડી મારી રહી ગઈ ગોકુળમાં...નંદલાલાને

ઓધવ જઈને બુધ રાધિકા ને કહેજો
અમીભરી આંખડી મારી રહી ગઈ ગોકુળમાં...નંદબાબાને


Like Our Facebook Page: http://bit.ly/MeshwaFilmsFB
Follow Us On Instagram :http://bit.ly/IGMeshwaFilms
Follow Us On twitter :  / meshwafilms  
visit our website :https://meshwafilms.com/

Комментарии

Информация по комментариям в разработке