સાખીયો નીચે લખી છે.નવી નવી સાખીયો લઈ ને આવ્યા છે સાંભળી ને દિલ ખુશ થઈ જાય એવી છે.શ્રી સખી ભજન મંડળ.

Описание к видео સાખીયો નીચે લખી છે.નવી નવી સાખીયો લઈ ને આવ્યા છે સાંભળી ને દિલ ખુશ થઈ જાય એવી છે.શ્રી સખી ભજન મંડળ.

અમારી નવી નવી સાખી ઓ સાંભળજો ખૂબ મઝા આવશે.
અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને subscribe જરૂર જરૂરથી કરજો અએવી આશા રાખી છું.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારી નવી નવી સાખી તેમજ ભજન
સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા.
જય શ્રીકૃષ્ણ
-------------------------- સાખી--------------------------
(1) હરી હે....મહીં વલોવી જશોદામાતા ,નંદ કુંવર ત્યાં પહોચી જાય છે
ગોપી પકડી ઉભા થાતાં , માખણીયા મંગાવ્યા છે વાલા માખણીયા મંગાવાય છે
(2) હરી હે....સોળ વરસની સુંદરી ને પનઘટ પાણી જાય છે
બેડા મુક્યા કાંઠડે ને જુ એ કાનાની વાટ રે વાલા જુ એ કાનાની વાટ રે
(3) હરી હે...પહેલા મંદિરમાં ધર્મભકિત ને સાથમાં વાસુદેવ રે
બીજા મંદિર માં લક્ષ્મીનારાયણ સાથમાં રણછોડરાય રે વાલા સાથમાં રણછોડરાય રે
(4) હરી હે....માતા જશોદા તમારો કાનો અમને રોજ સતાવે છે
બારણાં ને બંધ કરુ તો બારીમાંથી આવે છે વાલો બારીમાંથી આવે છે
(5)હરી હે.....રસભીના ઓ રણછોડરાય મુખ પર મોરલી ધારી રે
રાજા ઓનો રાજા તારી મૂર્તિ મંગલકારી રે વાલા મૂર્તિ મંગલકારી રે
(6) હરી હે....નાની અમથી વાતમાં રિસા ઈને રાધા જાય છે
સાસુ વહુનો મીઠો ઝઘડો જોવા જેવો થાય છે વાલા જોવા જેવો થાય છે
(7) હરી હે....રાધા કાનો રાસ રમે છે જુ એ ગોકુળની નારી રે
એ ઘડીનો મંગલકારી , જીવન ધન્ય બનાવે છે વાલા જીવન ધન્ય બનાવે છે
(8) હરી હે.....દેવોમાં દુંદુંભી વાગી ને પુષ્પની વૃષ્ટિ થાયે રે
પુરુષોત્તમ પ્રભુ પધાર્યા ને મારા હૈયે હરખ ના માય રે વાલા હૈયે હરખ ના માય રે
(9),હરી હે.....ગોકુળ ગામની ગોવાલણી ને મહીંડા વેચવા જાય છે
સામો મળ્યો પેલો નંદનો દુલારો માખણ લૂંટી ખાય છે વાલા માખણ લૂંટી ખાય છે
(10) હરી હે....કુવા ઢાંકણ ઢાંકણું ખેતર ઢાંકણ વાડ
બાપનું ઢાંકણ બેટડો ઘરનું ઢાંકણ નાર રે વાલા ઘરનું ઢાંકણ નાર રે
(11) હરી હે....કેડે કંદોરો ,ભાલે તિલક,પગમાં રૂમઝુમ ઝાંઝર વાગે રે
કાનો મારો થૈ થૈ નાચે જશોદા માં હરખાય છે વાલા જશોદા માં હરખાય છે
(12) હરી હે....મોરલી વગાડી કાનુડા એ,રાધાને સંભળાય છે
પડતા મુકયા કામકાજ ને જોવા દોડી જાય છે વાલા જોવા દોડી જાય છેભ પાવન,થાયે રે
(15) હરી હે......કાના તારી મોરલી મારું ચિત્તડું ચોરી ગઈ રે
કામ ભુલી આ સંસારમાં હું તો બાવરી બની ગઈ રે વાલા હું બાવરી બની ગઈ રે
(16) હરી હે......શ્રાવણ મહીનાની અગીયારસે નદી યે નહાવા જાય રે
ઘરનો ધણી આવતા પહેલા શીરો શેકીને ખાય રે વાલા શીરો શેકીને ખાય રે
(17) હરી હે.......જળ ચઢાવો બીલી ચઢાવો ભોળાની સેવા એવી કરો રે,ધુન બોલાવો ભોળાનાથની નમ: શિવાય મંત્ર બોલો રે વાલા નમ: શિવાય મંત્ર બોલો રે
હર હરહર હર ભોળા શંભુ માંગ્યું તમને આપે રે
હે એની સેવા રોજ કરો તો ભોળો રાજી થાય રે વાલા ભોળો રાજી થાય રે
(18) હરી હ......કૃષ્ણ કનૈયો નંદજીનો લાલો,એના આંખે કાજળ ચમકે છે
પીળું પીતામ્બર, મોજડી પહેરી કાનો થૈ થૈ નાચે છે વાલો કાનો થૈ થૈ નાચે છે
બોલ બોલ કૃષ્ણ કનૈયા ની જય જય
બોલ બોલ રાજા રણછોડ ની જય જય

Комментарии

Информация по комментариям в разработке