Shu Na Thay Aapne Kaje | Video Kirtan | Guru's Sevak, Ghatlodiya

Описание к видео Shu Na Thay Aapne Kaje | Video Kirtan | Guru's Sevak, Ghatlodiya

Kirtan Lyrics :
શું ન થાય આપને કાજે, જીવન કુરબાન કરુ હું આજે,
ગુરૂદેવ બાપજી મારા, ગુરુજી સ્વામીશ્રી મારા,
શું ન થાય આપને કાજે, જીવન કુરબાન કરુ હું આજે....

શું કરવા હું આવ્યો છું, શું હું કરી રહ્યો છું,
છતાં બોલાવો છો હેત કરીને, આવ દીકરા વ્હાલાં મારા...01

મરજી જોઈ ગુરુના મનની, ગુરુ રીતે રીત કરી,
સંકલ્પ ગુરુનો અધ્ધરથી જીલી, હોમાઈ જાવું...02

સંકલ્પ સાંભળ્યા છે બાપજીના મૂખે, કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે,
સોળે કળાએ સંકલ્પ ખીલી ઊઠ્યો, હવે રાહ શેની જુઓ છો...03

કેવાં મળ્યા છો ગુરુદેવ મારા, આચાર્ય વચનામૃત તણા,
શ્રીજી સંકલ્પ બાપાના સંકલ્પે, પ્રગટ્યા પોતે ગુરુદેવ બાપજી મારા...04

વ્હાલાં મારા ગુરુજી પ્યારા, સ્થિતી અનાદીની કરાવા આવ્યા
અનાદિમુકતવિશ્વમ્ પ્રચંડ સંકલ્પ, સુખિયા કરવા થયા છે તત્પર...05

ગુરુજીના રાજીપામાં જ રહેવું, એસ એમ વી એસ માટે જ જીવવું,
સ્વપ્નું ગુરુનું સાકાર કરવા, કૂદી પડું હું રાજી કરવાં...06

આ એસ એમ વી એસ કારણ સત્સંગ, શ્રીજી જ કર્તા સર્વના નિયંતા,
બાપજીને સ્વામીશ્રી મુને મળીયા, જીવન કુરબાન કરી હવે દેવા...07

🥳 Round - 2 ના મુકતોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી શ્રીજીમહારાજ અને ગુરુજીને રાજી કરવા કૃતિઓ તૈયાર કરી છે.

🎊 તો આવો દરરોજ નિહાળીએ નૂતન કૃતિઓને અને મહારાજ અને ગુરુજીનાં મહિમાસભર થઈ અને સર્વેને Share કરીને તેમને પણ મહિમાસભર કરીએ.

Комментарии

Информация по комментариям в разработке