કાન તારે ને મારે હવે નઈ બને રે ... કીર્તન લખેલું છે..

Описание к видео કાન તારે ને મારે હવે નઈ બને રે ... કીર્તન લખેલું છે..

કાન તારે ને મારે હવે નઈ બને રે


કાન તારે ને મારે હવે નઈ બને રે
રોજ રોકે મારગડામાં તું મને રે
કાન તારે ને મારે હવે નઈ બને રે

રોજ જાવું મારે રે મહી વહેચવા રે
તારે પાછળથી પાલવ મારા ખેંચવા રે
કાન તારે ને મારે હવે નઈ બને રે

નંદબાવાના ગુણ નથી તુજમા રે
મને આવી મળે છે તું તો કુંજમાં રે
કાન તારે ને મારે હવે નઈ બને રે

મોટા જાણીને માન અમે રાખીયે રે
હવે અવળા તે વેણ નહિ સાખીએ રે
કાન તારે ને મારે હવે નઈ બને રે

આહીર કુળમાં નથી રે આવો છોકરો રે
હું તો દાણ નહિ આપું તને દોકડો રે
કાન તારે ને મારે હવે નઈ બને રે

કોક જબરી રે ગોપી તને મળશે રે
તારા માથાનો મુંગટ ઉતારશે રે
કાન તારે ને મારે હવે નઈ બને રે

વેણ ગોપીના ગોવિંદને તો નો નડ્યા રે
આવું સાંભળીને નાથ તો હસી પડ્યા રે
કાન તારે ને મારે હવે નઈ બને રે

રોજ આવી મારગડામાં તું મળે રે
કાન તારે ને મારે હવે નઈ બને રે

Комментарии

Информация по комментариям в разработке