હજુ સત્તાના જોરે શક્ય તેટલો પ્રયત્ન કરી લેજો,પણ અમારી હિંમત અને ઝમીર જરા પણ નહીં ડગે

Описание к видео હજુ સત્તાના જોરે શક્ય તેટલો પ્રયત્ન કરી લેજો,પણ અમારી હિંમત અને ઝમીર જરા પણ નહીં ડગે

સત્યને વારંવાર ઉજાગર કરવા બદલ પહેલા તો ઓફરો આપી છતાં તાબે ન થતા હળવદમા સત્તાધારી પક્ષના નેતાઓએ સાવ નીચલી કક્ષાની રાજનીતિ ઉપર ઉતરીને અમને કેમિકલ ચોર બનાવી દીધા,ગુનાનો આરોપી માત્ર અમારા સબંધીમાં હોય તેને આ મામલે હળવદ ભાજપના મળતીયાને ધોમ રૂપિયા આપ્યા હોય અને આ વાત ખુલ્લી ન પડે તે માટે અમને આરોપી બનાવી દેવાયા !!! નેતાઓની આવી નીચલી કક્ષાના કારનામાં અમને વધુ હિંમત અને લોકપ્રેમ આપી રહ્યા છે, હવે તો બમણા જોરથી સત્યને ઉજાગર કરવાનો અમારો ધર્મ નિભાવીશું.

ન્યુઝ કવરેજમાં શુ લેવું, કેટલું લેવું એ તમે નક્કી કરો એ પ્રમાણે ન આવે.જો એવું કરીએ તો અમે અમારૂ ઝમીર વેચી દીધું કહેવાય.અમે તો એક નાગરિકની નજરે જોઈએ અને જે ખોટું લાગે એને ડંકે કી ચોટ પર ખોટું જ કહીએ.અત્યારે ભલે તમારી પાસે સત્તા હોય,પાવર હોય તો ભલે રહ્યો,તમે અમને જેલમાં મોકલી શકો,પણ અમારી પાસે ખોટાને સાચું ન બોલાવી શકો.ટૂંકમાં તમે અમને માત્ર હેરાન કરી શકો,પણ અમારા સત્યનો અવાજ ન દબાવી શકો.આવી ખોટી જગ્યાએ તમારી સત્તા અને સમયનો ઉપયોગ કરો છો,તેના બદલે તમારા વિસ્તારોમાં માત્ર એક લટાર મારી જુઓ,100 સમસ્યાઓ જોવા મળશે.આ સમસ્યાના નિરાકરણમાં તમારી સત્તા અને સમય વાપરો. લોકોના કામ કરો,તો અમે વાહવાહી કરવામાં અને પીઠ થાબડવામાં કઈ બાકી નહિ રાખીએ,પણ હા જે ખોટું કરશો તેને અમે ઉઘાડું પાડીને જ રહીશું.

મેહુલ ભરવાડ-9898387421
બળદેવ-8780055023

Комментарии

Информация по комментариям в разработке