ગોકુલ ગામની રે બેની હું રે ગોવાલણ... કીર્તન લખેલું છે ...

Описание к видео ગોકુલ ગામની રે બેની હું રે ગોવાલણ... કીર્તન લખેલું છે ...

ગોકુલ ગામની રે બેની હું રે ગોવાલણ
રાધારાણી છે મારુ નામ ચૂડલો પેર્યો જીવનમાં
જોતી મારા વાલાની વાટ, ચૂડલો પેર્યો જીવનમાં

ગોવિંદના નામના રે બેની મેતો ગણેશ બેસાડ્યા
માંડવડે માધવરાય,ચૂડલો પેર્યો જીવનમાં

પુરષોત્તમના નામની રે બેની મેતો ચોરી ચીતરાવી
મીંઢોળમાં મોહન દેખાય,ચૂડલો પેર્યો જીવનમાં

વિઠ્ઠલના નામની રે બેની મેતો વરમાળા પેરી
ઘરેણાંમાં ઘનશ્યામ દેખાય, ચૂડલો પેર્યો જીવનમાં

પ્રભુજીના નામનું રે બેની મેતો પાનેતર પેર્યું
ચૂંદડી ઓઢાડે ચતુર્ભુજ, ચૂડલો પેર્યો જીવનમાં

ઘોડલે ચડીને રે શામળિયોવર તોરણે આવિયા
હૈયામાં હરખ ન માય, ચૂડલો પેર્યો જીવનમાં

માધવની સાથે રે બેની હું તો માયરામાં બેઠી
ફેરા ફરે કૃષ્ણ મુરાર, ચૂડલો પેર્યો જીવનમાં

માતા ને પિતા રે બેની મારા કન્યાદાન દેશે
દાન લેશે દેવકીના સંતાન, ચૂડલો પેર્યો જીવનમાં

દેવકી વાસુદેવ રે બેની મારા સાસુને સસરા
શામળિયો વર ભરથાર, ચૂડલો પેર્યો જીવનમાં

પિયર છોડીને રે બેની હું તો સાસરિયે ચાલી
કૃષ્ણએ જાલ્યો મારો હાથ, ચૂડલો પેર્યો જીવનમાં

રાધાજીનો ચૂડલો રે જે કોઈ ભાવેથી રે ગાશે
વ્રજમાં થાશે એનો વાસ એનો થાય, ચૂડલો પેર્યો જીવનમાં

ગોકુલ ગામની રે બેની હું રે ગોવાલણ
રાધારાણી છે મારુ નામ ચૂડલો પેર્યો જીવનમાં

Комментарии

Информация по комментариям в разработке