Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
🌹💐 શરદપૂનમનો રાસ💐🌹
શરદ પૂનમની રાત રે રંગ ડોલરિયો
કાનુડો રમતો રાસ રે રંગ ડોલરિયો
કાનુડાએ ગેડીયુ ખેલીયું રંગ ડોલરિયો
રાધા ને ઘેલો કાન રે રંગ ડોલરિયો
આ કાનુડે વગાડી વાંસળી રંગ ડોલરિયો
ત્યાં આવી સોળસે ગોપીઓ રંગ ડોલરિયો
વૃંદા તે વનના ચોકમાં રંગ ડોલરિયો
આ ચંદ્ર ચડ્યો આકાશ રે રંગ ડોલરિયો
એક ગોપીને એક કાનજી રંગ ડોલરિયો
મારો વાલો રમાડે રાસ રે રંગ ડોલરિયો
આ સોળસો ગોપીના સંગમાં રંગ ડોલરિયો
એમા રાધા રમતી રાસ રે રંગ ડોલરિયો
સાથે રાધા ને કાનજી રંગ ડોલરિયો
ત્યાં રાસની રમઝટ થાય રે રંગ ડોલરિયો
આ રાસ રમતા ભાન ભૂલીયા રંગ ડોલરિયો
ત્યાં તો ખીલી પૂનમની રાત રે રંગ ડોલરિયો
નરસિંહ મહેતાના સ્વામી શામળા રંગ ડોલરિયો
એવા મીરાના ગિરધર ગોપાલ રે રંગ ડોલરિયો
🌹💐સાખી 💐🌹
હે.......શરદ પૂનમની રાતડી ને ચાંદો ચડ્યો આકાશ રે
દાંડિયા લઈને આવજો કાના રાસે રમશું આજ રે કાના.....
Информация по комментариям в разработке