Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть વચનામૃત ગઢડા પ્રથમ ૦૫ || Vachanamrut Audio Book || ધ્યાનના આગ્રહનું

  • DAKSH PANDAV
  • 2023-03-23
  • 10
વચનામૃત ગઢડા પ્રથમ ૦૫  || Vachanamrut Audio Book || ધ્યાનના આગ્રહનું
  • ok logo

Скачать વચનામૃત ગઢડા પ્રથમ ૦૫ || Vachanamrut Audio Book || ધ્યાનના આગ્રહનું бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно વચનામૃત ગઢડા પ્રથમ ૦૫ || Vachanamrut Audio Book || ધ્યાનના આગ્રહનું или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку વચનામૃત ગઢડા પ્રથમ ૦૫ || Vachanamrut Audio Book || ધ્યાનના આગ્રહનું бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео વચનામૃત ગઢડા પ્રથમ ૦૫ || Vachanamrut Audio Book || ધ્યાનના આગ્રહનું

વચનામૃત : ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરનાર સ્વામી સહજાનંદે (1781-1830) પોતાના શિષ્યો અને અનુયાયીઓને ઉદ્દેશીને કહેલાં બોધવચનો. ઓગણીસમી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક નવજાગૃતિ(renaissance)નો યુગ બેઠો તેનાં પ્રથમ કિરણો સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ફૂટ્યાં હતાં. ઈ. સ. 1800માં ખ્રિસ્તી ધર્મપ્રચારકો ગુજરાતમાં પ્રવેશહક્ક મેળવવા મથી રહ્યા હતા ત્યારે અયોધ્યા નજીક છપૈયા ગામના વતની ‘ઘનશ્યામ’ ઉર્ફે નીલકંઠ વર્ણીએ રાષ્ટ્રની ધરતી પર સૌપ્રથમ પગ મૂક્યો. ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક રામાનંદસ્વામી પાસે તેમણે દીક્ષા લીધી અને સહજાનંદ સ્વામી તરીકે ઓળખાયા. ભાગવતધર્મના ઉદ્ધવ સંપ્રદાયનું સાતત્ય સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેખાય છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં પ્રચલિત વલ્લભસંપ્રદાયની ભક્તિસેવા ને ઉપાસનાની રીત આ સંપ્રદાયે માન્ય રાખી છે. પરંતુ વૈષ્ણવધર્મમાં પેઠેલા વિલાસને સહજાનંદજીએ ગાળી નાખીને ધર્મનું શુદ્ધ અને સાદું સ્વરૂપ લોકગમ્ય કરી આપ્યું. તેમના જીવનમાં ને સંપ્રદાયમાં ચિત્તશુદ્ધિ(paritanism)નો તાર સળંગ પરોવાયેલો હતો. સદ્ધર્મ અને સત્સંગની હિમાયત સાથે સ્વામિનારાયણે સામાજિક સુધારણા અને દલિતોદ્ધારનું કામ પણ ઉપાડ્યું હતું. ચોરી અને લૂંટફાટ કરતી કાઠી કોળી જેવી કોમોનો તેમણે ઉદ્ધાર કર્યો હતો. દરજી, કુંભાર વગેરે શ્રમજીવી લોકોને ધર્મ અને નીતિની સાદી સમજ આપીને સદાચારયુક્ત જીવન જીવવાની પ્રેરણા આપી હતી. પારસી, ખોજા, મુમના વગેરે ઇતર ધર્મના લોકોને તેમણે ‘સત્સંગ’માં અપનાવ્યા હતા. તે અર્થમાં શ્રીજી મહારાજે ‘શુદ્ધિ’નું કાર્ય પણ કર્યું હતું. સાધુના આચારોને તેમણે તપોમય અને કડક વ્રતવાળા બનાવ્યા હતા. દારૂ, માટી, જૂઠ, ચોરી અને વ્યભિચારના ત્યાગ અને બ્રહ્મચર્યના પાલન પર તેમણે ભાર મૂક્યો હતો. ટૂંકમાં, સ્વામિનારાયણની પ્રવૃત્તિ નીતિ અને સદાચારના સક્રિય અમલ પર મંડાયેલી હતી. તેથી आचारः प्रथमो धर्मः- એ ‘સત્સંગ’નું પાયાનું સૂત્ર બન્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ ધર્મમાંથી જ ઉદભવેલું, પાશ્ર્ચાત્ય સંસ્કારથી તદ્દન અલિપ્ત એવું નવજાગૃતિક આંદોલન હતું. ઓગણીસમી સદીમાં ગુજરાત ખાતે ઉદભવેલી ધર્મશોધક પ્રવૃત્તિઓમાં આ સંપ્રદાય કાળક્રમે પ્રથમ આવે છે. સહજાનંદજીના ત્રીસ વર્ષના વસવાટ દરમિયાન સામાજિક અને ધાર્મિક નવચેતનાનું મોજું ગુજરાતભરમાં ફરી વળ્યું હતું. તેમના જીવનકાળ દરમિયાન સંપ્રદાયમાં પાંચ લાખ અનુયાયીઓ અને પાંચસો સાધુઓ હતા એમ કહેવાય છે.
ભગવાનને પ્રસન્ન કરવા માટે ચાર સાધન તેમણે વારંવાર પ્રબોધ્યાં છે : સ્વધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને નિષ્કામભક્તિ. ભગવાનના સાકાર સ્વરૂપની ઉપાસનાનો તેઓ વારંવાર આગ્રહ રાખે છે. ઉપાસનામાં આવતાં વિઘ્નોની વ્યવહારુ તેમજ સૈદ્ધાંતિક ભૂમિકા ઉપર રહીને વચનામૃતોમાં તેમણે ચર્ચા કરેલી છે. ત્યાગનો મહિમા સમજાવતાં તેઓ જનક વિદેહી અને નારદનાં વચનો સમજાવે છે. અક્ષરધામની વિભુતા સમજાવવા માટે હસ્તી ઉપર ચાલી જતી કીડીનું દૃષ્ટાંત તેઓ આપે છે. પોતાના સંપ્રદાયમાં ભક્તિને નામે વિલાસિતા ન પ્રવેશે તેની તેમણે ઘણી તકેદારી રાખી છે. શાંકર સિદ્ધાંત વિશે તેમને આદર કે રુચિ નથી. અનેક સ્થળે તેમણે વેદાન્તીઓની ટીકા કરેલી છે તે લક્ષમાં લેતાં તેમની દૃષ્ટિ સંપ્રદાયની બહાર જવા માગતી નથી. તેઓ કહે છે, ‘જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય અને તે ગ્રંથ શુદ્ધ વેદાન્તના હોય ને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય તોપણ તે ગ્રંથને કોઈ દિવસ ભણવા નહિ ને સાંભળવા પણ નહિ.’પરમેશ્વરનાં દર્શન કરતી વખતે મૂર્તિની સાથે બીજા પદાર્થોને પણ જોતો જાય તેને તેમણે ‘ફાટેલ દૃષ્ટિવાળો’ કહ્યો છે. પછી દર્શન કરવાની સાચી રીત સમજાવે છે. પહેલાં મૂર્તિનું અલૌકિકપણું મનમાં ધારવું, ને પછી તે ભાવ મનથી અને ગુણથી રાખવા. આવા ભક્ત પર ભગવાનની અનન્ય પ્રીતિ રહે છે એમ કહીને તેઓ દર્શન વખતે શ્રોત્ર અને નયનને નિયમનમાં રાખવાની કડક સૂચના આપે છે.સામાન્ય રીતે આ વચનામૃતોની કથનપદ્ધતિ એવી છે કે ઘણી વાર શ્રીજી મહારાજ સીધા જ વિષય પર આવીને બોધ આપે; ઘણી વાર તેઓશ્રી પ્રશ્ર્ન કરે ને સાધુમંડળમાંથી કોઈ ઉત્તર આપવા પ્રયત્ન કરે, અને જો તે સંતોષકારક ન હોય તો મહારાજ પોતે તેનો ઉત્તર આપે; ઘણી વાર સાધુઓમાંથી કોઈ પ્રશ્ન કરે ને સ્વામીજી પોતે ઉત્તર આપે. કોઈ વાર સાધુઓ અંદરોઅંદર પ્રશ્નોત્તર કરે ને છેવટે શ્રીજી મહારાજ સર્વ શંકાઓનું સમાધાન કરે. કોઈ વાર તેઓ શિષ્યોનું જ્ઞાન ચકાસવા પેચીદા પ્રશ્ર્નો પણ પૂછે. એમ વચનામૃતોમાંની આખી ચર્ચા સૉક્રેટિસ કે કન્ફ્યૂશ્યસનાં બોધવચનોની માફક પ્રશ્ર્નોત્તર રૂપે ચાલી હતી.બુદ્ધ અને મહાવીરની માફક સહજાનંદજીએ પણ લોકોની ભાષામાં ધર્મોપદેશ કરેલો છે. તેઓશ્રી બોલતા તેની નોંધ શિષ્યો ‘જેમ સાંભળતા તેમ’, ‘પોતાની બુદ્ધિ પ્રમાણે’ કરતા. તેમના હસ્તાક્ષર સંપ્રદાયમાં સચવાયેલા નથી. પરંતુ તેમના મુખમાં મુકાયેલી ભાષા બોલ્યા હોય તેમ ઝિલાયેલી જણાય છે. વળી ભાષાની ઘાટીમાં એક પ્રકારની એકવાક્યતા વરતાય છે. તે જોતાં તે ભાષા એકંદરે શ્રીજી મહારાજની હોવાનું પ્રતીત થાય છે.સહજાનંદજીની માતૃભાષા હિન્દી હતી, પણ ત્રણ દાયકા ગુજરાત-સૌરાષ્ટ્રકચ્છમાં રહીને લોકસમુદાયની વચ્ચે ફર્યા તેને લીધે તેમણે ગુજરાતી ભાષા પર માતૃભાષા જેટલું પ્રભુત્વ મેળવ્યું હતું. સૌરાષ્ટ્રનાં ગામડાંમાં ફરેલા તેને લીધે તેમની ભાષામાં લોકબોલીનો પ્રયોગ મહદંશે જોવા મળે છે. દા.ત., ખોટ્ય, હિંમત્ય, રાજીપો, મોર (‘અગાઉ’ના અર્થમાં), દાખડો, લલોચપો વગેરે. ‘ભવાણું’, ‘જોવાણું’ ‘પ્રોવાણી’ જેવા પ્રયોગોમાં ‘ય’ને બદલે ‘ણ’નો પ્રયોગ; ‘બાઈઓ બીનીઓ’ જેવા પ્રયોગોમાં કર્તાના બહુવચનનો ‘ઓ’ પ્રત્યય ભૂતકાળના રૂપને લાગે. એ વક્તવ્યને તળપદો સોરઠી સ્પર્શ આપે છે. ‘કે’ને બદલે સર્વત્ર ‘જે’નો પ્રયોગ અને ‘સામર્થિ’, ‘હિંમત્ય’ જેવા પ્રયોગો વચનામૃતની ભાષાનું અનુસંધાન જૂની ગુજરાતી સાથે દર્શાવે છે. સંસ્કૃત અધ્યાસવાળી કથનપદ્ધતિનો ક્વચિત્ પ્રયોગ કરેલો છે. વ્યક્તિ અને સમૂહ બંનેને સ્પર્શવાની શક્તિ વચનામૃતના વક્તવ્યની માફક કથનરીતિમાં પણ જોવા મળે છે

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]