હિંડોળા નું કિર્તન || હાંરે મેં તો હિડોળો સજાવ્યો ભલી ભાત નો || કિર્તન લખેલું છે || કષ્ટભંજન કિર્તન

Описание к видео હિંડોળા નું કિર્તન || હાંરે મેં તો હિડોળો સજાવ્યો ભલી ભાત નો || કિર્તન લખેલું છે || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો
________________ કિર્તન _______________
હાં રે મેં તો હિંડોળો સજાવ્યો ભલી ભાતનો
નવરંગી મેં ગોઠવી છે લાઇટિંગ રે દેવકી ના જાય
‌. ઝુલવા આવો મારે આંગણિયે
હારે મેં તો ધોરણ બાંધ્યા આસોપાલવના
ફરતી મેં તો સજાવી ફુલ માળરે દેવકી ના જાય
જુલવા આવો મારે આંગણિયે
હારે મેં તો સોના રૂપા થી મઢાવ્યો
ફરતી મેં ટંકારી ઘુઘર માળ રે દેવકી ના જાય
જુલવા આવો મારે આંગણિયે
હાં રે વાલા અંતર નો નાદ સુણી આવજો
આત્મ પ્યારા જોઉ તમારી વાટ રે દેવકી ના જાય
જુલવા આવો મારે આંગણિયે
હારે વાલા ગામને સીમાડે મારુ ઘર છે
આંગણિયામાં તુલસી માંના છોડ રે દેવકી ના જાય
જુલવા આવો મારે આંગણિયે
હારે વાલા તમને જોવા તરસે મારી આંખડી
નિંદ્રા મારી થઈ ગઈ છે વેરણ રે દેવકી ના જાય
ઝુલવા આવો મારે આંગણિયે
હારે હું તો હરખે હાલરડા ગવડાવીશ
સંભળાવીશ હાલરડા જીણે સુર રે દેવકી ના જાય
જુલવા આવો મારે આંગણિયે
હારે એવા નરસિંહ મહેતા ના સ્વામી શામળા
મીરાબાઈ ના ગિરધર ગોપાલ રે દેવકી ના જાય
જુલવા આવો મારે આંગણિયે
હાંરે મેં તો હિંડોળો સજાવ્યો ભલી ભાતનો
નવરંગી મેં ગોઠવી છે લાઇટિંગ રે દેવકી ના જાય
ઝુલવા આવો મારે આંગણિયે

Комментарии

Информация по комментариям в разработке