સાત લીમડા માં એક ડાળ મીઠી રે ચોહરા ખંડવાળી - ઉષ્મા બેન ( ગરબો નીચે લખીને આપેલ છે) નવરાત્રી - ૨૦૨૨

Описание к видео સાત લીમડા માં એક ડાળ મીઠી રે ચોહરા ખંડવાળી - ઉષ્મા બેન ( ગરબો નીચે લખીને આપેલ છે) નવરાત્રી - ૨૦૨૨

સાત લીમડા માં એક ડાળ મીઠી રે ચોહરા ખંડ વાળી
માં એ પૃથુ ને પુત્ર આપ્યો રે ચોહરા ખંડ વાળી

તેનું નામ મેરિયો ધરાવ્યું રે ચોહરા ખંડ વાળી
મેરિયા ને પરદે વાતું થાય રે ચોહરા ખંડ વાળી

મુખે મુખ તે થાય મોરી માત રે ચોહરા ખંડ વાળી
માજી કે છે તું રેવા દે મારા ભાઈ રે ચોહરા ખંડ વાળી

નવ દિવસ ના નોરતા આવ્યા રે ચોહરા ખંડ વાળી
મેરિયો હળવદ હટાણે હાલ્યો રે ચોહરા ખંડ વાળી

માતા બુટે તે લીધો વેશ રે ચોહરા ખંડ વાળી
સાઈઠ વરસ ના ડોશી થયા રે ચોહરા ખંડ વાળી

માં ને પાસ પરું વયા જાય રે ચોહરા ખંડ વાળી
મેરિયો આવ્યો છે જેઠવા ની ધારે રે ચોહરા ખંડ વાળી

બુટ બેઠા છે મારગ માય રે ચોહરા ખંડ વાળી
હળવદ ગામે હટાણું કરવા જાવું રે ચોહરા ખંડ વાળી

હળવદ ગામ આવવું છે મારા વીરા રે ચોહરા ખંડ વાળી
પડી રે ને બગાડ મારી વેલ્યું રે ચોહરા ખંડ વાળી

મેરિયો હળવદ હટાણું કરી આવ્યો રે ચોહરા ખંડ વાળી
માતા બૂટે તે લીધો વેશ રે ચોહરા ખંડ વાળી

સોળ વરસના સુંદરી થયા રે ઓ ચોહરા ખંડ વાળી
માં ના તેજ તણો નહિ પાર રે ચોહરા ખંડ વાળી

મેરિયો આવ્યો છે જેઠવા ની ધારે રે ચોહરા ખંડ વાળી
બુટ બેઠા છે મારગ માય રે ચોહરા ખંડ વાળી

ક્યાં ગામે જશે તારી વેલ્યુ રે ચોહરા ખંડ વાળી
સાત પડા ગામ જશે મારી વેલ્યુ રે ચોહરા ખંડ વાળી

સાત પડા ગામે આવવું છે મારા વીરા રે ચોહરા ખંડ વાળી
મેરિયે તરત રથ ઊભો રાખ્યો રે ચોહરા ખંડ વાળી

બુટ બેઠા છે રથ ની માહી રે ચોહરા ખંડ વાળી
ત્યારે મેરિયા નું મન બીજું થાય રે ચોહરા ખંડ વાળી

માં એ મેરિયા ને ત્યાં જ માર્યો રે ચોહરા ખંડ વાળી
મેરિયો મરતા મરતા એમ બોલ્યો છે ચોહરા ખંડ વાળી

તમારી પાસે હજો મારો વાસ રે ચોહરા ખંડ વાળી
ગરબો ગાયે શીખે ને સુણે સાંભળે રે ચોહરા ખંડ વાળી

હે તેની બુટ માં પુરે આશા રે ચોહરા ખંડ વાળી
હે સાત લીમડા માં એક ડાળ મીઠી રે ચોહરા ખંડ વાળી....

Комментарии

Информация по комментариям в разработке