Vadodara: લાલ ભીંડાની ખેતી કરતા ખેડૂતે જણાવ્યા તેના ફાયદા, કિલોના મળે છે આટલા ભાવ

Описание к видео Vadodara: લાલ ભીંડાની ખેતી કરતા ખેડૂતે જણાવ્યા તેના ફાયદા, કિલોના મળે છે આટલા ભાવ

વડોદરાના ખેડૂતે લાલ ભીંડા ઉગાડ્યા, વેચાય છે 100 રૂપિયે કિલો....Nidhi Dave, Vadodara: વડોદરા નજીક આવેલ કોયલી ગામ ખાતે ખેડૂત કૌશિલ પટેલે તેમના ખેતરમાં લાલ ભીંડા ઉગાડ્યા છે. અત્યાર સુધી આપણે માત્ર લીલા ભીંડા જોયા છે પરંતુ આ લેડીફિંગરનો રંગ લાલ છે. આ પણ ભીંડાની એક સ્વદેશી જાત છે. કૌશિલભાઈ આ લાલા ભીંડાના બીજ મહારાષ્ટ્રથી લાવ્યા હતા. પછી તેમણે પોતાની જગ્યાએ ખેતી કરી અને હવે છેલ્લા ત્રણ વર્ષથી લીલા સહિત લાલ ભીંડાની ખેતી કરી રહ્યા છે.કૌશિલભાઈ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. અને લાલા ભીંડાની પણ ઓર્ગેનિક પદ્ધતિથી જ ખેતી કરી છે. કોઈ પણ જાતના પેસ્ટરીસાઈડનો ઉપયોગ કર્યો નથી. અને આ લાલા ભીંડા હાઇબ્રિડ રીતે પણ પકાવ્યા નથી. કોઈ ઓન જાતના દવાનો છંટકાવ કરતા નથી. આ લાલ ભીંડાના ફાયદા ગણાવતા કૌશિલભાઈ એ જણાવ્યું કે, લોકો તેના રંગને કારણે તેના તરફ વધુ આકર્ષાય છે. બીજું, તે તેના સ્વાદમાં કુદરતી મીઠાશ ધરાવે છે, ખાસ કરીને તેના વિસ્તારમાં ભીંડાની આ જાતમાં જીવાતો આવતી નથી, તેથી જંતુનાશકોનો કોઈ ખર્ચ થતો નથી. અને તેની ઉપજ પણ લીલી ભીંડા કરતાં વધુ સારી છે અને તેની કિંમત બજારમાં પણ ઉંચી છે. તેથી લાલા ભીંડાને ઉગાડવાથી લાભ જ લાભ છે.વધુમાં કૌશિલભાઈએ જણાવ્યું કે, હું એક એકર જમીનમાં ખેતી કરું છું. જેમાં તમામ પ્રકારના શાકભાજી ઉગાડી રહ્યો છું. હાલમાં લાલ લીલા ભીંડા સહિત સરગવો, ફુદીનો, લીલી ચા, પરવળ, ટીંડોળા, ગવાર, ડોળીની ભાજીની ખેતી કરેલી છે. જેમાં લાલ ભીંડાની ખેતી અડધા વીઘા જમીનમાં કરેલી છે. એકાંતર દિવસે 20 કિલો જેટલા લાલ ભીંડાનું ઉત્પાદન થાય છે. સામાન્ય ભીંડા કરતાં લાલ ભીંડાની રોગપ્રતિકારક શક્તિ વધુ હોય છે. લાલ ભીંડામાં હિમોગ્લોબીનનું પ્રમાણ પણ વધુ માત્રામાં હોય છે. લીલા ભીંડાનો ભાવ 60 થી 80 રૂપિયા કિલો, જ્યારે લાલ ભીંડાનો ભાવ ₹100 કિલો છે.

ન્યૂઝ18 લોકલ એ એક હાઇપરલોકલ પ્લેટફોર્મ છે, જ્યાં તમને જિલ્લાઓના તાજા સમાચાર અને વીડિયો ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થશે. ન્યૂઝ18 લોકલમાં તમને તમારી આસપાસ બનતા બનાવો, નાગરિકોને પડતી મુશ્કેલીના સમાચાર, વિવિધ ઉપયોગી માહિતી, તહેવારોની મહિતી, અભ્યાસ, નોકરીની તકો, વિવિધ જાહેરાત, સાફલ્ય ગાથા, તમારી આસપાસના ઐતિહાસિક તેમજ પ્રવાસન સ્થળોની માહિતી મળશે.

Follow us @

  / news18gujarati  
  / news18gujarati  
  / news18gujarati  

Комментарии

Информация по комментариям в разработке