Akshardham No Garbo - Full Version - Lyrical Video

Описание к видео Akshardham No Garbo - Full Version - Lyrical Video

"અક્ષરધામનો ગરબો" જેને "ભુજનો ગરબો" ના નામથી શા માટે ઓળખવામાં આવે છે?
      આ ગરબાના રચયિતા અવિનાશાનંદ સ્વામી પોતાના આ ગરબાની પંક્તિઓમાં વર્ણન કર્યું છે..."ભુજનગરને ભાળીને પોતે રાજી થાય...", વળી "એવી રીતે મહાપ્રભુ સાત વરસ સુખકંદ,ભયભંજન ભુજ ધામમાં વાસ કર્યો વૃષનંદ....".ભગવાન સ્વામિનારાયણને અત્યંત વહાલું સ્થળ ભુજનગર હતું,એટલે તો સત્સંગ વિચરણના ત્રીસ વર્ષ જેટલા સમયકાળ પૈકી સાત સાત વર્ષ સુધી મહાપ્રભુએ આ ભુજની ધન્યધરાને પોતાના પાદરવિંદથી પાવન કરી છે.શ્રીજી મહારાજે સ્વહસ્તે પધરાવેલ ભરતખંડના રાજાધિરાજ ભુજધામ નિવાસી શ્રી નરનારાયણદેવની સમક્ષ રહીને વિક્રમ સંવત ૧૯૨૫ ના અષાઢ સુદ ૭ (સાતમ)ના પવિત્ર દિવસે શ્રીહરીના પાદુર્ભાવથી લઇ અંતર્ધ્યાન સુધીની લીલાઓનું આબેહૂબ પ્રેમ ભાવથી વર્ણન કર્યું છે પણ વિશેષે કરીને ભુજની લીલાઓનું વર્ણન કર્યું છે એ કચ્છના હરિભક્તો માટે ગૌરવની વાત છે.
       સ્વામીએ આપણા માટે,ભુજનગરની પવિત્ર ભૂમિમાં,આપણા આરાધ્ય શ્રી નરનારાયણદેવની આગળ રહી એ પ્રભુની દિવ્ય લીલાઓનું વર્ણન સભર આ ગરબાની રચના કરી છે.સ્વામીના આશીર્વાદ છે કે જે જન દિવસમાં એકવાર આ ગરબાનો પાઠ કરશે એ પરિશ્રમ વિના સહેજે આ ભાવસાગરને તરી જશે.
      શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર,નાઇરોબીના અહોભાગ્ય છે કે શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આ "ભુજના ગરબા"નું ગાયન કરી સૌ હરિભક્તોને સાનુકૂળતાથી આ ગરબાનો ગાવા સાંભળવાનો લાભ મળે એ હેતુથી ઓડીઓ અને લિરિકલ વિડિઓ પ્રસિદ્ધ કરે છે...
       સૌ સંતો,ભક્તો અને આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદ અમ પર વરસતા રહે એજ અપેક્ષા સહ જય શ્રી સ્વામિનારાયણ.....

સ્વર:
દિનેશ શિવજી હિરાણી,મીરજાપર.
દિનેશ કલ્યાણ હાલાઈ,દહીંસરા.
મયુર લાલજી રાઘવાણી,બળદીઆ.
હિતેશ હરીશ હિરાણી.બળદીઆ
(શ્રી સ્વામિનારાયણ યુવક મંડળ,નૈરોબી,લંગાટા.)

રેકોર્ડિંગ:
નીતિન વરસાણી,નૈરોબી.

મ્યુઝિક:
રવિ વ્યાસ,રાજકોટ.

વિડિઓ એડિટિંગ:
ધવલ જોશી,રાજકોટ.

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ.

સૌજન્ય:
શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર,નૈરોબી.
(ભુજ નરનારાયણદેવના તાંબાનું)
કચ્છપ્રાંત-લંગાટા,કેન્યા.

Комментарии

Информация по комментариям в разработке