@meshwalyrical
Presenting : Harsiddhi Bavani | Harsiddhi Maa | Ruchita Prajapati | Gujarati Harsidhhi Bavani |
#harsiddhimata #bavani #lyrical
Album : Harsiddhi Bavani
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional
Music : Jitu Prajapati
Genre : Gujarati Devotional Bavani
Deity : Harsiddhi Mata
Temple: Harsiddhi Mandir - Mumbai
Festival :Dhanteras,Diwali
Label :Meshwa Electronics
માઁ... હો... માઁ...
જય હો, જય હો, હરસિદ્ધિ માઁ..
હે..આદ્યશક્તિ જગદંબા માત
સકળ વિશ્વમાં વ્યપિયાં માત,
ઉતારવા ભૂમિ કેરો ભાર
પ્રગટ્યાં જગમાં વારંવાર
હે..બ્રહ્મા હરિહરની સંગાત
દેવોએ સ્તુતિ કીધી માત,
ફાગણ વદ ત્રીજ મંગળવાર
કોયલગઢ ધર્યો અવતાર
માઁ... હો... માઁ...
જય હો, જય હો, હરસિદ્ધિ માઁ..
હે..શુંભ અસુર માર્યો તમે
રક્તબીજ રણમાં રોળ્યો તમે,
દેવોએ પૂજન કીધાં ધામ
હરિહરે દીધું હરસિદ્ધિ નામ.
હે..વિશ્વજનની આદ્યશક્તિ માત
વેદ પુરાણે ગવાયે માત
અગણિત નામો અગણિત રૂપ
શક્તિ રૂપે એક સ્વરૂપ
માઁ... હો... માઁ...
જય હો, જય હો, હરસિદ્ધિ માઁ..
હે..સંવત તેરની સાલની વાત
મિલનપુર નરેશ રાય પ્રભાત,
સાત રાણી પ્રભાવતી સાથ
ગરબે રમવા આવ્યાં સાથ
હે..ચકિત થયાં સૌ નર ને નાર
અદભુત જોઈ માનો શણગાર,
મોહ્યો પ્રભાતસેન રાય
માડી પાસે આવી ઉભા રાય
માઁ... હો... માઁ...
જય હો, જય હો, હરસિદ્ધિ માઁ..
હે..રાયની વાસના જાણી માત
અગ્નિ પ્રગટ્યો નેત્રે સાક્ષાત,
પ્રભાતસેન તારો થાશે નાશ
ભુલાવે તુજને તારો વિનાશ.
હે..કાલાવાલા બહુ રાજવી કરે
જાતના ભોગ દેવા કરાર કરે,
મૈયા રીઝવી બચાવ્યું ગામ
રાજવી જાયે કોયલગઢ ધામ
માઁ... હો... માઁ...
જય હો, જય હો, હરસિદ્ધિ માઁ..
હે..તેલની કઢામાં પંડે પડે
ભોગ લઈને જિવાડે માત,
દુઃખભંજન વિક્રમ રાય
મસિયાઈ ભાઈ પ્રભાતરાય
હે..પ્રભાતરાય ભોગ દેવા જાય
જઈ પડ્યો તેલ કઢાની માંય,
ભોગ લઈને રીઝયા હરસિદ્ધિ માત
માંગ માંગ વિક્રમ સાક્ષાત
માઁ... હો... માઁ...
જય હો, જય હો, હરસિદ્ધિ માઁ..
હે..બચાવો પ્રભાતસેન રાજન
ઉજ્જૈન આવી થાઓ પ્રસન્ન,
પ્રભાતસેન થયા જાણી ઉદાસ
દર્શનની માડી પૂરો આશ
હે..મંદિર બંધાવું શહેરની માંય
બાળ આપું રીઝો મન માંય,
હરસિદ્ધિ ગીર રાખ્યું નામ
વંશજો ગોસાઈ કહેવાયા નામ
માઁ... હો... માઁ...
જય હો, જય હો, હરસિદ્ધિ માઁ..
હે..રાતે આરતી ઉજ્જૈન થાય
મિલનપુર આરતી સવારે થાય,
જૂનાગઢ વાસી નરશંગદાસ
અર્પી જીભલડી ચરણો પાસ
હે..વિદ્યાદાન દઈ કવિત કર્યા
ચોર્યાશી છંદ જીભે ભર્યા,
હરસ મસાના દર્દે પિડાય
ભસ્મગીરી બહુ અકળાય
માઁ... હો... માઁ...
જય હો, જય હો, હરસિદ્ધિ માઁ..
હે..ખડગથી શિરચ્છેદ કરવા જાય
મૈયા નેત્રો દેવા ધાય,
બનાવી વાંક ઘોડો પહેરજે બાળ
મંગલમયી રાખે સંભાળ
હે..બાબરાના કહેવાથી માત
ભક્તિ કરી શૈલકુમારે માત,
બોતેરસો ગામ દીધાં માત
એવી દયાળી દીપકની માત
માઁ... હો... માઁ...
જય હો, જય હો, હરસિદ્ધિ માઁ..
હે..ઠાકોર સુદા શામળ પાસે માત
ઝારી ભરી રુધિર માંગે માત,
રૂધિરના લઈને દાન
અમર થયાં ને પામ્યાં માન
હે..દીધા અખૂટ લક્ષ્મી ભંડાર
મદન શેઠનો બેડો પાર,
ડૂબે વહાણ દરિયા મોઝાર
અકળાયાં જગડુશા તે વાર
માઁ... હો... માઁ...
જય હો, જય હો, હરસિદ્ધિ માઁ..
હે..કરુણ પુકાર પુકાર્યો માત
આવી મદદે હરસિદ્ધિ માત,
તાર્યાં જગડુશાનાં વહાણ
એવી કૃપા હરસિદ્ધિની જાણી
હે..અન્નજળનો ત્યાગ કરી માત
લીધા જીવન પ્રદાન વ્રત,
મૈયા દે જગડુશાને દર્શન
માંગ બાળ હું થઈ પ્રસન્ન
માઁ... હો... માઁ...
જય હો, જય હો, હરસિદ્ધિ માઁ..
હે..છ વહાણ પાછાં મળે માત
નવા મંદિરમાં બિરાજો માત,
ડગલે ડગલે દે બલિદાન
તો હું એવું દઈને માન
હે..મંદિરમાં પધરાવ કાજ
પગલે પગલે બલિ દે આજ,
ચાર કદમ બાકી રહ્યાં
કસોટી કરવા તત્પર થયાં
માઁ... હો... માઁ...
જય હો, જય હો, હરસિદ્ધિ માઁ..
હે..બે પત્ની પુત્રનાં બલિ દીધાં
જગડુશાહે દેહના દાન દીધાં,
બલિ સજીવન કીધાં માત
ધન્ય ભક્ત જગડુશા માત
હે..નંદ કુંવર છત્રસિંહના પુત્ર
ગોહેલ વેરીશાલજી સૂત,
અખંડ ભક્તિથી રીઝવે માત
દીધા સ્વપ્ન વેરીશલાને માત
માઁ... હો... માઁ...
જય હો, જય હો, હરસિદ્ધિ માઁ..
હે..શિવ વૈતાલ બારાપીર સંગાત
નંદપુર નગરી આવ્યાં માત,
નવરાત્રી અષ્ટમી મંગળવાર
સોળસો સત્તાવનની સાલ
હે..કરગંગા તીરે કીધાં ધામ
કરવા ભક્તના મંગળ કામ,
હરસિદ્ધિ બાવની જે ગાય
દીપકની મૈયા કરશે સહાય
માઁ... હો... માઁ...
જય હો, જય હો, હરસિદ્ધિ માઁ..
બોલ શ્રી હરસિદ્ધિ માત ની જય
Информация по комментариям в разработке