New Gujarati Song-Ranuja thi Ramdev Vela aavajo(લખેલું છે)- વસમી વેળાએ વેલા આવજો - Ramapir nu Kirtan

Описание к видео New Gujarati Song-Ranuja thi Ramdev Vela aavajo(લખેલું છે)- વસમી વેળાએ વેલા આવજો - Ramapir nu Kirtan

#સત્સંગ #ભક્તિકીર્તનસંગ્રહ #gujaratisong #ramdevpir #ranujadham #ramapirnewsong #ramapirbhajan #mahilamandal #કીર્તન #ramadhani #gujaratikirtan #ramapir #ramapir_na_kirtan
#RasilaThumar #Kirtan #Devotional #Soulful #Bhajan #Hinduism #IndianCulture #Spirituality #Mantra #Prayer #Chanting #DivineExperience #Bhakti #ramapir #Music #GospelMusic #PraiseAndWorship #Satsang


====== વસમી વેળાએ વેલા આવજો =======

રણુંજાથી રામદે વેલા આવજો રે લોલ
કરવી મારે મનડા કેરી વાત જો
કરવી મારે દલડાં કેરી વાત જો
વસમી વેળાએ વેલા આવજો રે લોલ

અંતરની વેદના હું તો ક્યાં કરું લોલ
મારે વાલા તમારો આધાર જો
વસમી વેળાએ વેલા આવજો રે લોલ

આજથી આપું છું નાથ નોતરાં રે લોલ
જોજે વાલા જોવી ન પડે વાટ જો
અજમલરાજાએ દરબાર સોંપ્યા રે લોલ
રણુજા વસાવી મારા નાથ જો
વસમી વેળાએ વેલા આવજો રે લોલ

ભક્તોનો સાદ વાલા સાંભળી રે લોલ
તરત થાતાં ઘોડલિયે સવાર જો
વસમી વેળાએ વેલા આવજો રે લોલ

પાંચપીરને પરચો તમે અપીયો રે લોલ
પ્રગટ પરચાના પૂરનાર જો
વસમી વેળાએ વેલા આવજો રે લોલ

ભોંયરામાં ભૈરવો ભંડારીયો રે લોલ
ગુરુ ધાર્યા છે બાળીનાથ જો
વસમી વેળાએ વેલા આવજો રે લોલ

સાગા સબંધી સૌ સ્વાર્થના રે લોલ
સાચો સાગો રણુજાનોરાય જો
વસમી વેળાએ વેલા આવજો રે લોલ

તારો બાળક બનીને વિનવું રે લોલ
અંત વેળાએ પકડીલેજો હાથ જો
વસમી વેળાએ વેલા આવજો રે લોલ

રાતનેદીવાસ ગુણલા તારા ગાવ છું રે લોલ
રાખજો વાલા ચારણોની પાસ
વસમી વેળાએ વેલા આવજો રે લોલ
દેજો વાલા રણુજામાં વાસ જો
વસમી વેળાએ વેલા આવજો રે લોલ

રણુંજાથી રામદે વેલા આવજો રે લોલ
કરવી મારે મનડા કેરી વાત જો
વસમી વેળાએ વેલા આવજો રે લોલ


Album: વસમી વેળાએ વેલા આવજો
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar

Комментарии

Информация по комментариям в разработке