shree steneshwar mahadev mandir||tena gam||સુરત શ્રી સ્તેનેશ્વર મહાદેવ||તેના ગામ

Описание к видео shree steneshwar mahadev mandir||tena gam||સુરત શ્રી સ્તેનેશ્વર મહાદેવ||તેના ગામ

श्री रूद्र उवाच : तत: स्तेनेश्वरं लिंगं सर्वपातकनाशनाम।

यत्र स्तेनकृतात्पापादर्शनान्मुच्यते जन: ।।


(શ્રી સ્કંદપુરાણ માં તાપી માહાત્મ્ય આધ્યાય મુજબ વર્ણિત ઉલ્લેખ)

શ્રી સ્કંદપુરાણ ના તાપીમાહાત્મ્યે માં વર્ણિત ગાથા અનુસાર અહીં શ્રી સ્તેનેશ્વર ,દરભેશ્વર અને પિંડેશ્વર મહાદેવ જી ના સ્વયંભૂ લિંગ માહાત્મ્ય આ મુજબ છે.

સનાતન હિન્દૂ ધર્મ ગ્રંથો ના મુજબ,સતયુગ માં એક વાર મહર્ષિ દુર્વાસા ના શ્રાપ ના કારણે દેવરાજ ઇન્દ્ર સ્વર્ગ હીન થઈ ગયા,ત્યારે બધા દેવતા ભગવાન વિષ્ણુ પાસે ગયા, ભગવાન વિષ્ણુ એ તેઓને અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરવાનો ઉપાય બતાવ્યો અને એ પણ જણાવ્યું કે સમુદ્ર મંથન થી અમૃત નીકળશે, જેને ગ્રહણ કરી ને તમે અમર થઈ જશો, આ વાત જયારે રાજા બલી ને બતાવી તો તે પણ સમુદ્ર મંથન માટે તૈયાર થઈ ગયો, વાસુકી નાગ ની નૈતિ બનાવી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ એ કૂર્મ અવતાર દ્વારા મંદરાચલ પર્વત ને આધાર આપી સમુદ્ર ને મંથવામાં આવ્યો, સમુદ્ર મંથન થી ઉચ્ચૈશ્વા ધોડો, ઐરાવત હાથી,લક્ષ્મી, ભગવાન ધનવંતરી સહિત ૧૪ રત્ન નીકળ્યા.

૧. કાલકૂટ ઝેર

સમુદ્ર મંથન માંથી બધાની પહેલા કાલકૂટ ઝેર નીકળ્યું હતું . જેને ભગવાન શિવ એ ગ્રહણ કર્યું હતું . આથી તાત્પર્ય છે કે અમૃત (પરમાત્મા) બધા મનુષ્ય ના મનમાં સ્થિત છે

૨. કામધેનું  

  સમુદ્ર મંથન માં બીજા ક્રમે નીકળ્યા કામધેનું , તે અગ્નિહોત્ર ની સામગ્રી ઉતપન્ન કરવાવાળી હતી , એટલા માટે બ્રહ્મવાદી ઋષીઓ એ તેને ગ્રહણ કરી લીધું

૩.ઉચ્ચૈશ્વા ધોડો

સમુદ્ર મંથન માંથી ત્રીજા નંબર ઉપર ઘોડો નીકળ્યો . તેનો રંગ શ્વેત હતો . તેને અસુરો ના રાજા બલી એ રાખી લીધો . જીવન જીવવાની કળા ની દ્રષ્ટી થી જોઈએ તો તે ધોડા મનનું પ્રતિક છે

૪. ઐરાવત હાથી

 સમુદ્ર મંથન માં ચોથા નંબર ઉપર ઐરાવત હાથી નીકળ્યો .તેને ચાર મોટા-મોટા દાંત હતા . તેની ચમક કૈલાશ પર્વત કરતા પણ વધારે હતી . ઐરાવત હાથી ને દેવરાજ ઇંદ્ર એ રાખી લીધો . ઐરાવત હાથી એ બુદ્ધિ અને તેના ચાર દાંત લોભ,મોહ,વાંસના,અને ક્રોધ

૫. કૌસ્તુભ મણી

 સમુદ્ર મંથન ના પાંચમા નંબર ઉપર કૌસ્તુભ મણી નીકળ્યો . જેને ભગવાન વિષ્ણુ એ પોતાના હદય ઉપર ધારણ કર્યો . કૌસ્તુભ મણી પ્રતિક છે ભક્તિ નું

૬. કલ્પવૃક્ષ

સમુદ્ર મંથન ના છઠ્ઠા નંબરે નીકળ્યું . ઈચ્છા પૂર્ણ કરવા વાળું કલ્પવૃક્ષ , આને દેવતાઓ એ સ્વર્ગ માં સ્થાપિત કર્યું . કલ્પવૃક્ષ તમારી ઈચ્છાઓ નું પ્રતિક છે.

૭. રંભા અપ્સરા

સમુદ્ર મંથન ના સાતમાં નંબર પર રંભા નામની અપ્સરા નીકળી
તે પણ દેવતાઓ પાસે ચાલી ગઈ.

૮. દેવી લક્ષ્મી  

સમુદ્ર મંથન ના આઠમાં સ્થાન ઉપર દેવી લક્ષ્મી નીકળ્યા . અસુર,દેવતા,ઋષિ બધા ઈચ્છતા હતા કે લક્ષ્મી તેને મળી જાય , પણ લક્ષ્મી એ ભગવાન વિષ્ણુ ને વરી ગયા.

૯.વારુણી દેવી

 સમુદ્ર મંથન ના નવમાં સ્થાને વારુણી દેવી નીકળ્યા . ભગવાન ની આજ્ઞા થી તેને દાનવો એ લઇ લીધી વારુણી નો મતલબ છે મદિરા એટલે કે નશો . આ પણ એક ખરાબ વસ્તુ છે, નશો ગમે તે હોય શરીર અને સમાજ માટે ખરાબ જ છે

૧૦. ચંદ્રમાં

સમુદ્ર મંથન ના દસમાં સ્થાન પર ચંદ્રમાં નીકળ્યા . ચંદ્રમાં ને ભગવાન શિવે પોતાના મસ્તક ઉપર ધારણ કરી લીધા .ચંદ્રમાં શીતળતા નુ પ્રતિક છે.

૧૧. પારિજાત વૃક્ષ

તે પછી સમુદ્ર મંથન થી પારિજાત વૃક્ષ નીકળ્યું . આ વૃક્ષ ની વિશેષતા હતી કે, તેના સ્પર્શ માત્ર થી થાક દુર થાય છે.  આ પણ દેવતાઓ ના ભાગ માં ગયું

૧૨. પાંચજન્ય શંખ

સમુદ્ર મંથન થી બારમાં સ્થાને પાંચજન્ય શંખ નીકળ્યો , આને ભગવાન વિષ્ણુ એ લઇ લીધો .

૧૩ અને ૧૪ ભગવાન ધનવંતરી અને અમૃત કળશ

સમુદ્ર મંથન થી બધાના અંત માં ભગવાન ધનવંતરી પોતાના હાથે થી અમૃત કળશ લઇ ને નીકળ્યા ભગવાન ધનવંતરી નીરોગી તન અને નિર્મળ મન નું પ્રતિક છે.

શ્રી સ્તેનેશ્વર સહિત દરભેશ્વર મહાદેવ માહાત્મ્યSSSS

રુદ્ર બોલ્યા : સમુદ્ર મંથન થી અમૃત કળશ લઇ ભગવાન ધન્વંતરી બહાર આવ્યા તેઓ ને જોઈ જ્યાં પૂર્વે અતિ બલિષ્ઠ દૈત્યો એ ધન્વંતરી ને ઘેરીને અમૃત ભરેલ કળશ ખૂંચવી લીધું હતું .

સ્કંદ બોલ્યા : ધન્વંતરી ને ઘેરી તેમનું અમૃત પાત્ર દાનવો એ છીનવી લીધું હતું તે દેવોએ પુનઃ શી રીતે મેળવ્યું ? તે તમે મને વિસ્તાર પૂર્વક કહો ?

શ્રી રુદ્ર બોલ્યા : હે વત્સ પૂર્વે જયારે મહાસાગર નું મંથન દેવતાઓ અને દૈત્યો કરતા હતા, ત્યારે અમૃતપાત્ર લઈને ભગવાન ધન્વંતરી નીકળ્યા .

ત્યારે દેવોએ હર્ષિત થઈને બ્રમ્હાજી ને કહ્યું , કે જો સર્વ લોકોને દુર્લભ એવું અમૃત પ્રાપ્ત થયું છે, તો સુતીર્થ માં સ્નાન કરીને અમે તેનું પાન કરીએ .

બ્રમ્હાજી બોલ્યા: હે દેવો એક માત્ર સરિતા તાપી સમુદ્ર ના સંગમ સિવાય અન્ય કોઈ સર્વ શ્રેષ્ઠ તીર્થ નથી. (સતયુગ માં જે બ્રહ્મપુર અને બાદ સૂર્યનારાયણ ની રાજધાની બનવાથી સુર્યપુર અને હાલ માં સુરત નામે વિખ્યાત પામ્યું) ત્યાં અમૃતપાન કરવાથી તમારું અવશ્ય કલ્યાણ થશે.

બ્રમ્હાજી ના વચન મુજબ દેવોએ પાથરેલા દર્ભો પર અમૃતનું કળશ મૂકીને રોગોનો નાશ કરનાર ધન્વંતરી સ્વયં ઉભા રહ્યા , જે સ્થાનપર દેવો દ્વારા શિવલિંગ નું સ્થાપન થયું , જે શિવલિંગ " દરભેશ્વર " તરીકે પ્રસિદ્ધ થયું. અને દેવો સહીત દાનવો પવિત્ર તાપીના સ્નાન કરવા ગયા. ત્યાં તે વખતે માયાવી દાનવોએ મુનિનો વેશ લઈને શાંતિથી અમૃત કળશ લઇ લીધું , દેવો અને દાનવો સ્નાન કરી પાછા ફર્યા તો અમૃતકળશ ત્યાં નહિ મળવાથી દેવો અને દાનવો એ ભગવાન શિવજી નું પૂજન અર્ચન કર્યું . જેથી ભગવાન શિવજી પ્રસન્ન થયા અને તે દિવ્ય સ્થાન નું લિંગ " સ્તેનેશ્વર" ના નામે જાણીતું થયું . સંસ્કૃત અર્થ મુજબ " સ્તેન + ઈશ્વર " યથાર્થ " ચોરી થવી + ભક્તો ના મન માં રહેલા આરાધ્ય દેવ " થાય છે. એટલે કે ( ચોરી થયલું પાછું આપનાર

અહીં શ્રી સ્તેનેશ્વર મહાદેવજી નું લિંગ ત્રણ ખંડ માં વિભાજીત હોવાથી સાક્ષાત ભગવાન ત્રિદેવ એટલે કે બ્રમ્હા. , વિષ્ણુ અને રુદ્ર અથવા ભગવાન દત્તાત્રેય નું સ્વરૂપ માનવા માં આવે છે.

( હાલ પણ શ્રી સ્તેનેશ્વર તીર્થ પાસે ક્રૌચ પક્ષી જોવા મળે છે. જે આ ઇતિહાસ ની સાક્ષી પૂરે છે.)

સૌજન્ય :- શ્રી આદિ મહાશક્તિ ભવાની માતાજી ની જાગીર ( શ્રી આદિ મહાશક્તિ ભવાની માતાજી ની પ્રેરણા થી )

Комментарии

Информация по комментариям в разработке