JANMANGAL STOTRAM || DR.HARSHAD SATASIYA 'SAHAJ'

Описание к видео JANMANGAL STOTRAM || DR.HARSHAD SATASIYA 'SAHAJ'

ભગવાન શ્રીસ્વામિનારાયણે શતાનંદમુનિને પોતાના જીવન ચરિત્રનો ગ્રંથ લખવાની આજ્ઞા આપી તેથી શતાનંદમુનિએ સત્સંગિજીવન ગ્રંથની રચના કરી. તે ગ્રંથ જોઈ શ્રીહરિ ઘણા રાજી થયા પરંતુ કળિયુગના મનુષ્યો આ વિશાળકાય ગ્રંથનાં વાંચનમાં સમય નહિ ફાળવે આમ વિચારી ફરી શતાનંદમુનિને આજ્ઞા કરી કે સત્સંગિજીવનનો સાર કાઢી એક એવું સ્તોત્ર કરો જેના પાઠથી સત્સંગિજીવનના પાઠનું ફળ મળે તેથી શતાનંદમુનિએ સર્વમંગલ સ્તોત્રની રચના કરી. તે સ્તોત્રને સાંભળીને ફરી શ્રીહરિએ કહ્યું કે મારા ૧૦૦૦ નામવાળું આ સ્તોત્ર પણ ઘણું મોટું છે , હજી પણ સાર કાઢી નાનું સ્તોત્ર બનાવો. પછી શતાનંદમુનિએ જનમંગલ સ્તોત્ર બનાવ્યું. તે જોઈ શ્રી હરિ અત્યંત પ્રસન્ન થયા અને કહ્યું કે,"આ જનમંગલ સ્તોત્ર સાર રૂપ હોઈ આ સ્તોત્રનો માત્ર એકવાર પાઠ કરવાથી સંપૂર્ણ મારા જીવનચરિત્રનાં પાઠનું ફળ થશે.

તો આવા અદ્દભુત સ્તોત્રને સાંભળીને કે શીખીને સંપૂર્ણ શ્રીહરિના જીવન ચરિત્રના પાઠ‌‌નું ફળ મેળવીયે.

FOR PDF
https://drive.google.com/open?id=1yeN...

FOR PDF IN GUJRATI
https://drive.google.com/open?id=1AYZ...

Комментарии

Информация по комментариям в разработке