Eye Camp 171 By Mr. Laljibhai Velji Bhuva from UK (Kera) at LNM Lions Hospital Bhuj

Описание к видео Eye Camp 171 By Mr. Laljibhai Velji Bhuva from UK (Kera) at LNM Lions Hospital Bhuj

Eye Camp 171 By Mr. Laljibhai Velji Bhuva from UK (Kera) at LNM Lions Hospital Bhuj

કેરાના લાલજીભાઈ ભુવા પરિવારે આંખના ફ્રી ઓપરેશન કરાવ્યાં
લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે 171 મો ફ્રી આઈ કેમ્પ યોજાયો
ભુજ, તા. 08-02-2024
દાતાશ્રી લાલજીભાઈ વેલજીભાઈ ભુવા અને શ્રીમતી વાલીબેન લાલજી ભુવા (કેરા-લંડન) તરફથી લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે 171 મા ફ્રી મેગા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ચાર દિવસીય આ કેમ્પમાં કચ્છ જિલ્લાના અલગ ગામોમાંથી આવેલા 113 જરૂરીયાતમંદ દર્દીઓના આંખના ફ્રી ઓપરેશન કરાવાયાં.
કચ્છ જિલ્લાના અલગ અલગ ગામોમાં હોસ્પિટલની ટીમ દ્વારા ફ્રી આઈ ચેક કેમ્પનું આયોજન કરી સેંકડો લોકોના ચેક અપ બાદ આ દર્દીઓને ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતાં તેઓને લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે ફ્રી ઓપરેશન કરાવવા માટે બોલાવવામાં આવ્યા હતા.
આઈ કેમ્પમાં મહેમાનોના વાજતે ગાજતે સ્વાગત બાદ દિપપ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું.
સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમમાં દાતા પરિવારના શ્રી બોસ વેલ ફ્લેચર, શ્રીમતી દિપાબેન લાલજી ભુવા તેમજ મહેમાનોમાં શ્રી ગોપાલભાઈ ઝીણા દબાસીયા (માનકુવા) , શ્રી મુળજીભાઈ ભુવા (સુખપર) વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
સ્વાગત પ્રવચન ફેબ્રુઆરી માસના પ્રેસિડેન્ટ લાયન જીતુભાઈ ઝવેરીએ કર્યું હતું. પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે લાયન શૈલેષ માણેકે સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન લાયન અભય શાહ અને આભાર વિધિ લાયન ચંદ્રકાંતભાઈએ કરી હતી. લાયન્સ ક્લબ ઓફ ભુજના લાયન મનસુખ શાહ, લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન વ્યોમા મહેતા તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Hospital Services :
1. Dialysis Center (Free of Charge)
2. Eye Cataract Operation (Free of Charge)
3. General OPD
4. Dental Clinic
5. Pathology Laboratry
6. Audiometry
7. Ambulance & Shab Vahini

Please Like, Share & Subscribe
Facebook : https://www.facebook.com/profile.php?...
WhatsApp : https://whatsapp.com/channel/0029VaC2...

LNM Lions Hospital Bhuj
Ravalwadi Re-Location Site, Nr. Raghuvanshi Char Rasta, Bhuj-Kutch (Gujarat) 370001
Contact No. +91 91061 62734
E-mail : [email protected], Web Site : www.lionshospitalbhuj.org

અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો

MJF Lion Bharat A. D. Mehta - Chairman
LNM Group Lions Hospital & Research Center Bhuj

Donation Exemption u/s 80G of Income Tax Act, 1961
Wide URN : AAAAL1504FF20211 dated 24-09-2021
PAN : AAAAL1504F , 12A : AAAAL1504FE20213 dated 24-09-2021
Trust Regd. No. E-2014/Kutch

Комментарии

Информация по комментариям в разработке