છેલ્લડા હો છેલ્લડા માખણ ના છેલ્લડા કિર્તન લખેલું છે જય ફક્કડાનાથ મંડળ ભાવનગર..... 🌹માં 🌹.....

Описание к видео છેલ્લડા હો છેલ્લડા માખણ ના છેલ્લડા કિર્તન લખેલું છે જય ફક્કડાનાથ મંડળ ભાવનગર..... 🌹માં 🌹.....

છેલ્લડા રે છેલ્લડા રે છેલ્લડા માખણ ના છેલ્લડા.....
રાધાના જીવન પ્રાણ છેલ્લડા.....
આવો એકલડા ઘરમાં છુ એકલડા.....
નો આવો તો નંદજી ની આણ છેલ્લડા.....
છેલ્લડા હો છેલ્લડા માખણના છેલ્લડા.....
એ રાધા ના જીવન પ્રાણ છેલ્લડા.....
સામી ઓસરી એ મારા સસરાજી ઉભા.....
સામી ઓસરી એ મારા સાસુજી સુતા.....
નણંદલ બૈવ છે ચકોર છેલ્લડા.....
છેલ્લડા હો છેલ્લડા માખણના છેલ્લડા.....
રાધાના જીવન પ્રાણ છેલ્લડા....
સાસુ ચકોર છે નણદી નઠોર છે.....
એ પરણા ને અવળો આવે વેમ છેલ્લડા....
છેલ્લડા હો છેલ્લડા માખણના છેલ્લડા.....
રાધાના જીવન પ્રાણ છેલ્લડા.....
તારા દર્શન ની પ્રભુ જખના રે ઝાખી.....
કોઈ ને પુછ્યા વીના બહાર જવાઈ નહીં.....
ઘરના ની લાગે બહુ બીક છેલ્લડા.....
છેલ્લડા હો છેલ્લડા માખણના છેલ્લડા.....
રાધાના જીવન પ્રાણ છેલ્લડા....
પાછળ ના બારણે થી ધીમો ધીમો આવજે...‌‌..
ધીમે રહીને મારી સાંકળ ખખડાવજે.....‌
કોઈને નો કરતો જાણ છેલ્લડા.....
છેલ્લડા હો છેલ્લડા માખણના છેલ્લડા.....
રાધાના જીવન પ્રાણ છેલ્લડા.....
દર્શન આપી ને મારી આગને બુઝાવ જે......
મનના મંદિરમાં વાલા વેલો વેલો આવજે......
જોવ છું હું તારી વાટ છેલ્લડા.....
છેલ્લડા હો છેલ્લડા માખણના છેલ્લડા.....
રાધાના જીવન પ્રાણ છેલ્લડા.....
નરસિંહ મહેતા ના પ્રભુ સ્વામી શામળીયા.....
મીરા તે બાઈ ના ગિરધર ગોપાલા......
ગોપીયુ ના હૈયાં ના હાર છેલ્લડા.....
છેલ્લડા હો છેલ્લડા માખણના છેલ્લડા.....
રાધાના જીવન પ્રાણ છેલ્લડા.....
🌹🙏🙏🌹 જય શ્રી કૃષ્ણ 🌹🙏🙏🌹

Комментарии

Информация по комментариям в разработке