વિસનગરના તરભ ગામે વાળીનાથ મહાદેવનું અતિ પ્રાચીન મંદિર કરોડોના ખર્ચે નવીન નિર્માણ પામશે...

Описание к видео વિસનગરના તરભ ગામે વાળીનાથ મહાદેવનું અતિ પ્રાચીન મંદિર કરોડોના ખર્ચે નવીન નિર્માણ પામશે...

‪@RAKHEWALDAILYYT‬

વિસનગર તાલુકાનું તરભ ગામ રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર : વાળીનાથ મહાદેવનું અતિ પ્રાચીન મંદિર કરોડોના ખર્ચે નવિન નિર્માણ પામશે..મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના પાંચ થી છ હજાર ની વસ્તી ધરાવતા તરભ ગામમાં છેલ્લા નવ સો વર્ષથી રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા વાળીનાથ મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. જે રબારી સમાજની ધર્મ ગુરુગાદી તરીકે પણ ઓળખાય છે. આ સંસ્થા સાથે અન્ય સમાજો પણ વર્ષોથી સંકળાયેલા છે. કેમ્પસમાં વાળીનાથ મહાદેવ મંદિરની સાથે ગણપતિદાદા તથા ચામુંડા માતાજીની સ્વયંભૂ મૂર્તિઓનું સ્થાપન થયેલ છે. સંસ્થા વાળીનાથ અખાડા તરીકે પણ પ્રખ્યાત પામેલ છે. વિરમગિરી મહારાજ સંસ્થાના આદ્ય સ્થાપક છે. કહેવાય છે કે વિરમગરી મહારાજને મહાદેવજીએ સ્વપ્નમાં આવી ઉપરોક્ત સ્થળે મૂર્તિ હોવાનું જણાવતાં કરેલ ખોદકામ દરમિયાન મહાદેવજી, ગણપતિ બાપા તથા ચામુંડા માતાજી સહિત ત્રણ મૂર્તિઓ મળી આવી હતી. આ ઉપરાંત વિરમગીરી મહારાજે ચીપિયા દ્વારા જમીન ખોદતાં પ્રાચીન ધૂણો મળી આવ્યો હતો. જે દંતકથા મુજબ વાલ્મીકિ ઋષિનો ધૂણો હોવાનું મનાય છે. જે આજે પણ અખંડ છે. વિરમગીરી મહારાજના બ્રહ્મલીન બાદ ઉત્તરોત્તર અનેક મહંતોએ ગાદી સંભાળેલ હતી. સંસ્થામાં તેરમાં મહંત તરીકે બળદેવગીરી મહારાજ બાર વર્ષની વયે ગાદીપતિ બન્યા હતા. શ્રી બળદેવગીરી મહંત દ્વારા વાળીનાથ મહાદેવનું નવીન મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાવેલ હતું. મહંત તરીકે સતત ૮૮ વર્ષ સુધી સંસ્થામાં સેવા આપી બ્રહ્મલીન થયા હતા. ત્યારબાદ ઋષિકેશ-કાશીમાં વેદાંત અને વૃંદાવનમાં ભાગવતનો વિદ્યાભ્યાસ કર્યા બાદ પચીસ વર્ષની વયે જયરામગીરી બાપુ આ સંસ્થાના મહંત તરીકે હાલમાં સંસ્થાની જવાબદારી સંભાળી રહ્યા છે. વિસનગર-ઉઝા વચ્ચે આવેલા તરભ ગામમાં પ્રવેશતાં જ લગભગ ત્રીસેક વીઘા જમીનમાં છેલ્લા આઠ-દશ વર્ષથી નિર્માણ પામી રહેલા વાળીનાથ શિવધામ કેમ્પસમાં વાળીનાથ મહાદેવનું વિશાળ મંદિર ઉપરાંત ત્રણ ગર્ભ ગૃહમાં હિંગરાજ માતાજી, દત્તાત્રેય ભગવાન, ગણપતિદાદા તથા હનુમાનજી મહારાજની મૂર્તિઓની પણ પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. આગામી વર્ષ ૨૦૨૪માં ૧૬ ફેબ્રુઆરી થી ૨૨ ફેબ્રુઆરી સુધી સતત સાત દિવસ સુધી સંસ્થામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લગભગ બારેક વીઘામાં તૈયાર થનાર યજ્ઞ શાળામાં ૧૬૦૦ ઉપરાંત બ્રાહ્મણો મારફતે યોજાનાર અતિ રુદ્ર મહાયજ્ઞમાં રાખવામાં આવેલ છે. ૧૧૦૦ કુંડાત્મક યજ્ઞમાં દૈનિક ૩૩૦૦ દંપતિ યજમાન તરીકે અને સપ્તાહ દરમિયાન ૧૬૫૦૦ દંપતિઓ યજ્ઞમાં ભાગ લેનાર છે. સૌરાષ્ટ્રના લોકપ્રિય ગીરીબાપુ વ્યાસપીઠ ઉપરથી શિવ કથાનું રસપાન કરાવનાર છે. અંદાજીત ૪૨૦૦૦ સ્ક્વેર ફીટ વ્યાસ ધરાવતા એરિયામાં ૧૦૫ ફૂટ ઊંચાઈ, ૨૬૫ ફૂટ લંબાઈ અને ૧૬૦ ફૂટ પહોળાઈ ધરાવતા મંદિરના નિર્માણ કાર્યમાં રાજસ્થાનના ભરતપુર નજીક બયાના ગામથી લાવેલ દોઢેક લાખ ઘન ફૂટ બંસી પહાડના ગુલાબી પથ્થરમાંથી લગભગ ૩૫ થી ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર મંદિર તૈયાર થશે.મંદિર કેમ્પસમાં ૨૬૦ કાંકરેજ ગાયો સાથે વિશાળ ગૌશાળા, અશ્વશાળા અને અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યાં છે. સંતો માટે સંતનિવાસ, સેવકો માટે અતિથિગૃહ અને વિદ્યાભ્યાસ માટે ગુરુકુળની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. રાજય સરકાર દ્વારા પણ વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે.આ ધાર્મિક મહોત્સવમાં દૈનિક ત્રણથી ચાર લાખ જેટલા દર્શનાર્થીઓ આવવાની શક્યતા સેવાઈ રહી છે. ભક્તોના પ્રસાદ માટે ૨૫ વીઘા ઉપરાંતની જગ્યામાં ભોજન શાળા તૈયાર થઈ રહી છે.
મહોત્સવ દરમિયાન ચારેય પીઠોના શંકરાચાર્ય દ્વારા વિવિધ ધર્મસભાઓ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરાઓ, વ્યસનમુક્તિ અભિયાન, સ્ત્રી સશક્તિકરણ અભિયાન સહિત અનેક આયોજનોની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભારતભરમાંથી આવેલ લાખો સાધુ સંતોની ઉપસ્થિતિથી સમગ્ર કાર્યક્રમ એક કુંભમેળા સમાન બની રહેશે.


Instagram:   / rakhewaldaily  

Facebook:   / rakhewal  

Website : https://www.rakhewaldaily.com/



#valinathmandir #mahadev #visnagar #mahadevtemple
#gujaratinews #rakhewalnews #gujarat #banaskantha

Комментарии

Информация по комментариям в разработке