સમાજ ની ઉત્પત્તિ અને સોનેરી સૂચનો
પ્રજાપતિ જ્ઞાતિ ની ઉત્પત્તિ અને ઓળખ:
પૌરાણિક કથા અનુસાર પ્રજાપતિઓ બ્રહ્માના પુત્ર દક્ષ પ્રજાપતિ ના વંશજો છીએ.દક્ષ પ્રજાપતિ પોતે યજુર્વેદના વિદ્વાન જ્ઞાતા હતા. એક વાર તેમણે મહા યજ્ઞ આરંભ્યો.તેમાં તેમણે ભગવાન શંકર ને આમંત્રણ આપ્યું નહિ અને અપમાન કર્યું. તેથી ભગવાન શંકરના ગણ નંદી એ ગર્વિત દક્ષ ને શ્રાપ આપ્યો. પરિણામે દક્ષ પ્રજાપતિ ના વંશજો યજુર્વેદીય ઉચ્ચને બ્રાહ્મણ કુંડના હોવા છતાંય કળયુગ માં અબ્રાહ્મણ ગણાયા.આ રીતે મૂળ તો પ્રજાપતિ બ્રાહ્મણ ની ઉચ્ચજાતિ હોવા છતાં એમાંથી ચલિત થઇ ગયા છે.
દરેક યુગ માં કોઈપણ સમાજ દ્વારા પ્રજાપતિઓ ખુબ મન સમાન પામતા હતા.પહેલી થી સંસ્કરી અને ભક્તિ પ્રધાન જ્ઞાતિ છે.એના ઉદાહરણો આપણે પ્રજાપતિ જ્ઞાતિ માં થયેલા સંતો ની પરંપરા ચાલી અવે છે. તે પર થી સ્પષ્ટ જોઈ શકાય છે. જેમ કે પ્રહલાદ ના ગુરુ શ્રી બાઈ,મહારાષ્ટ ના સંત ગોરાકુંભાર,પાટણ ના શ્રી પદ્મનાથ પ્રભુ ,બોરસદ ના સંત ગોપાલદાસ,રાજપૂતમાં થયેલ ભક્ત કુબાજી કંકાવટી ના ભક્ત દંપતી રાંકા -વાંકા,થાન ગામમાં મેપ ભગત ટીકળ ગામના કાળા ભગત , ગોધરાના સંત પુરુષોત્તમ દાસજી વંથલીના હીરા ભગત,બોરડીના બોઘા (મહંત બાળકદાસજી),બદવગર ના જીવાભગત(સંત હંસદાસજી) આપાગીગા ની જગ્યા ના શામજીબાપુ તથા જીવરાજબાપુ વગેરે સંતોની પરંપરા છે.જે પ્રજાપતિ જ્ઞાતિ ની પવિત્રતા,સંસ્કાર,ગૌરવ તથા ભક્તિનો પૂરવો છે.
પ્રજાપતિઓ ના રહેઠામના સ્થાન પરથી તથા ધંધા ના કાર્યક્ષેત્ર પરથી વિવિધ અટકો અને પેટ વિભાગ જોવા મળે છે આપણા પ્રજાપતિ ઓ ની મુખ્ય શાખાઓ 84 નોંધાયેલી જોવા મળે છે.જેમકે ગુર્જર,વરિયા,વાટલિયા,સોરઠીયા,લાડ,મારુ,પુરબીયા,વગેરે કાર્યક્ષેત્ર પર થી ઇંટો પાડનાર કડિયા,સુથાર ,કુંભાર,મિસ્ત્રી ,કંઠીવાડા વગેરે મુખ્યત્વે માટીકામ સાથે જોડાયેલા હોવાથી કુંભાર કહેવાયા.પ્રજાપતિ ભાઈઓ ની કલાકૃતિઓ અને સાધનો પવિત્ર મનાય છે. પ્રસંગો એ પ્રજાપતિ ની હાજરી જરૂરી બને છે.
પ્રજાપતિમાં નૈતિકતા, સજ્જનતા ,સત્કાર,આતિથ્ય, ભક્તિ ને આશ્રયદાતા ના ગુણો પરંપરા થી જોવામાં આવેલ છે.કાળક્રમે વરિયા પ્રજાપતિ ભાઈઓ હવે તો અન્ય અનેક પ્રકાર ના વિવિધ ધંધા ઓ તરફ વળ્યાં છે જેવા કે ઇલેક્ટ્રોનિકક્ષેત્ર ,લેથકામ,બ્યુટી પાલર,કરિયાના ની દુકાન ,ઓટોગેરેજ,હાર્ડવેર દુકાન વગેરે 43 પ્રકાર ના ધંધાઓ તરફ વળેલા નોધાયેલા છે. ઉપરાંત શિક્ષણક્ષેત્ર ,મેડિકલક્ષેત્ર,વેપારક્ષેત્ર,બાંધકામક્ષેત્ર, તથા વકીલ,એન્જીનીઅર,પ્રોફેસર સૈનિક વગેરે ની પાડવીઓ પામેલા જોવા મળેછે।.પ્રજાપતિજ્ઞાતિ ભાઈઓ એ સમાજના અનેક વિવિધક્ષેતરો માં સેવા આપી છે।અને દેશ ની ઉન્નતિ માં ઘણું યોગદાન આપ્યું છે વિશેષ માહિતી "પ્રજાપતિ બ્રાહ્મણ - નિર્ણય "નામ ના ગ્રંથ માંથી જોવા મળી રહેશે.
આજ્ઞાકીક આદર્શ બાળક :
ગમે તેટલું શીક્ષણ પામેલા હોવા છતાં માતા પિતા ને વંદન કરતા અને માતા પિતા ની સેવા કરતા સંકોચ થવો જોઇએ નહીં।માતા- પિતા ની સેવા કરનાર ને સમાજ અને દેશ ની સેવા કરવાની મનોવૃત્તિ થાય છે.માતા -પિતા ની યોગ્ય આજ્ઞાનું પાલન જુવાન માં સુખ લાવે છે.
માતા -પિતા ની આજ્ઞા નું પાલન કરો.તમારે સુખી થવું હોય તો માતા -પિતા ની સેવા કરો. જો તેમ તેમ કરશો,તો વૃદ્ધાવસ્થા માં તમારા બાળક પણ તમારી સેવા કરશે માતા,પિતા,ગુરુ અને અતિથિ આ ચાર સંસાર માં પ્રત્યક્ષ દેવ છે.તેથી તેમની સેવા કરજો.
જય દ્વારકાધીશ
જય શ્રી કૃષ્ણ
ગીરીરાજ ધરણ કી જય
વલ્લભાધીશ કી જય
શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય
Информация по комментариям в разработке