લખેલુ છે નીચે 🌹ધર્મિષ્ઠા બેન 🌹🙏ઝૂલો કાના ઝૂલો હિંડોળો તના તન છે 🌹

Описание к видео લખેલુ છે નીચે 🌹ધર્મિષ્ઠા બેન 🌹🙏ઝૂલો કાના ઝૂલો હિંડોળો તના તન છે 🌹

ઝૂલો કાના ઝૂલો હિંડોળો તના તન છે (2)

મારાં હિંડોરે ફૂલના છે ઝુમ્મર
સાથે બાંધ્યા છે ફૂલ ના તોરણ
ગુલાબ જુવો પ્રભુ એ કેવો તના તન છે
ઝૂલો કાના ઝૂલો..........

હિંડોળો બાંધ્યો છે આંબા ની ડાળે
આંબા ની ડાળે ને કદમ ની ડાળે
યમુના ઘાટ જુવો પ્રભુ કેવો તના તન છે
ઝૂલો કાના ઝૂલો...........

મખમલ ની ગાડી ને મખમલ ના તકિયા
રેશમ ના હીરા ની બાંધી છે દોરી
જુલાની શોભા જુવો કેવી તના તન છે
ઝૂલો કાના ઝૂલો............

હિંડોરે જુલે છે જશોદા નો લાલો
જશોદા નો લાલો ને દેવકી નો જાયો
નંદ નો કિશોર જોવો કેવો તના તન છે
ઝૂલો કાના ઝૂલો.............

ગૌવરી તે ગાય ના તાજા તાજા દૂધ છે
ગોપીઓ એ તૈયાર કર્યા છે માખણ
માખણ ખાવા આવો કાના માખણ તના તન છે
ઝૂલો કાના ઝૂલો.............

ગોકુળ ગામ ની ગોરી ગોરી ગોપી
ઝુલાવે તમને વ્રજ ની નારી
ગોરી ગોરી ગોપી જુવો કેવી તના તન છે
ઝૂલો કાના ઝૂલો.................

બરસાણા ગામ થી રાધા ગોરી આવ્યા
નંદ લાલ સંગે જુલવા ને આવ્યા
રાધા મારી જુવો પ્રભુ કેવી તના તન છે
ઝૂલો કાના ઝૂલો............

સર્વે ગોપીઓ તમને પ્રેમ થી ઝુલાવે
સર્વે ભક્તો વાલા પ્રેમ થી ઝુલાવે
સર્વે ભક્તો જુવો કેવા તના તન છે
ઝૂલો કાના ઝૂલો હિંડોળો તના તન છે

Комментарии

Информация по комментариям в разработке