દેવાયત પંડિત ની આગમવાણી | Devayat Pandit | આગમ ના એંધાણ | Astrology in Gujrati | janva jevu |
#aagamvani #devayatpandit #astrology #gujarati #ajabgajab#janvajevu #knowledge #hindudharm #history #bhvishyvani
^ જન્મ અને બાળપણ
દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના વંથલી ગામે એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો એમ મનાય છે. તેમનાં માતા પિતા ધર્મપારાયણ હતા, જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતાપિતાનાં સંસ્કાર ઉતરેલા હતા. તેમના પિતા ગામમાં ગોરપદું કરતા હોવાનું મનાય છે. આ ઉપરાંત ગામમાં આવેલા સાધુસંતોને જમાડવા અને ધર્મોપદેશ આપવો એ તેમની મુખ્ય નેમ હતી. કહેવાય છે કે દેવાયત પંડિતની નાની ઉંમરમાં જ તેમના માતાપિતાનું અવસાન થયેલું. આમ છતાં, દેવાયત પોતાના પિતાનાં સંસ્કારોને વળગી રહીને સાધુસંતોની સેવા કરતા હતા.
દેવાયત પંડિત દા'ડા દાખવે, સુણી લ્યોને દેવળદે સતીનાર,
આપણા ગુરૂએ આગમ ભાખિયા, જુઠડાં નહિ રે લગાર,
લખ્યા રે ભાખ્યા રે સોઈ દિન આવશે.
[દેવાયત પંડિત આ ભવિષ્ય વાણી દેવળ દે નારને સંભળાવે છે. તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના ક૨ીને કહે છે કે આ પરંપરા તેને ગુરુ પાસેથી મળી છે.
પહેલા પહેલા પવન ફરુકશે, નદીએ નહિ હોય નીર, ઓતર થકી રે સાયબો આવશે, મુખે હનમો વીર.
[પહેલા પહેલા પવન ફરુકશે એટલે કે વાવાઝોડાં થશે, પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે. ઉત્તર દિશાથી સાયબો આવશે અર્થાત્ અહીં સાયબાનો અર્થ છે નકલંક અવતાર અર્થાત તેને કલ્કી રૂપે વિષ્ણુભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે. તેના રથના મુખ પર હનુમાનજી બીરાજેલા હશે.
ધરતી માથે રે હેમર હાલશે, સુના નગર મોઝાર, લખમી લુંટાશે લોકો તણી, નહિ એની રાવ ફરિયાદ.
[ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે, નગર સૂનું થવા લાગશે. લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ થઈ શકશે નહીં. સંપત્તિ અને સ્ત્રી બન્નેનો લક્ષ્મી દ્વારા સંકેત છે અને આજે આપણે જોઈએ છીએ કે બન્ને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી. આ દિવસો તો આવી જ ગયા છે.
પોરો રે આવ્યો સંતો પાપનો, ધરતી માંગે છે ભોગ, કેટલાક ખડગે સંહારશે, કેટલાક મરશે રોગ.
[તે કહે છે કે સંતો પણ પાપનો આસરો લેશે અને ધરતી ભોગ માગવા માંડશે. ધરતી માણસ, પશુ, પક્ષી, વનસ્પતિનો સંહાર કરવા લાગશે. યુદ્ધો થશે. ઘણાં રોગોથી મૃત્યુ પામવા લાગશે.
ખોટા પુસ્તક ખોટા પાનિયા, ખોટા કાજીના કુરાન, અસલજાદી ચુડો પહેરશે, એવા આગમના એંધાણ.
[પુસ્તકો ખોટાં પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં. કાજીના કુરાન પણ ખોટાં પડશે એટલે કે શાસ્ત્રો-ધર્મગ્રંથોની વાતો કોઈ માનશે નહીં તેવો અર્થ અહીં અભિપ્રેત છે.જે સાચો શૂરવીરો હશે તે બાયલાની જેમ બેસી જશે. આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા
કાંકરીએ તળાવે તંબુ તાણશે, સો સો ગામની સીમ, રૂડી દીસે રળિયામણી, ભેળા અરજણ ભીમ.
[કહે છે કે કલકી અવતાર કાંકરિયા તળાવે તબૂં બાંધશે યુદ્ધ માટે અને અર્જુન અને ભીમ સાથે આવશે. આવા દિવસો આવશે કે કલકી અવતાર સીધા કાંકરીયા પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરી શકે છે.
જતિ, સતી અને સાબરમતી, ત્યાં હોશે શુરાના સંગ્રામ,
કાયમ કાળીંગાને મારશે, નકળંક ધરશે નામ,
[યોગીઓ ને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મુકશે. અને સાબરમતીના કિનારે થશે શૂરાઓના સંગ્રામ. જે કાળા કામ કરનારા છે તેવા કાળિંગાઓ દુષ્ટોને મારેશે અને તેનું નામ હશે નકળંક. આવા દિવસો આવશે કે તે નકળંક નામે આવનાર અવતાર ખોટા કામ કરનારે સજા આપશે.
ઓતરખંડેથી સાયબો આવશે, આવે મારા જુગનો જીવન.
કળિયુગ ઉથાપી સતજુગ થાપશે, એવું બોલ્યા દેવાયત પીર...
[ઉત્તર દિશામાંથી કલકી ભગવાન આવશે અને કળિયુગની દુષ્ટતાનો સંહાર કરી સતજુગની સ્થાપના કરશે આવા લેખા-જોખા દેવાયત પીર કરી રહ્યા છે.
Информация по комментариям в разработке