Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть જ્યોતિષમિતી/માલકાંગણી | બુદ્ધિવર્ધક..

  • Jayendrasinh Official
  • 2022-12-17
  • 2447
જ્યોતિષમિતી/માલકાંગણી | બુદ્ધિવર્ધક..
JyotishmatiMalkangniCelastrus paniculatusJyotishmati oilMalkangni benefitsBrain tonic herbAyurvedic herbs for memoryMalkangni for intelligenceNerve tonic herbMedicinal climbing plantHerbs for mental healthCelastrus paniculatus oilHerbs to boost memoryમાલકાંગણીબુદ્ધિ વધારનાર ઔષધિમસ્તિષ્ક ટોનિકઆયુર્વેદિક વનસ્પતિમાલકાંગણી નો તેલમાલકાંગણી ના ફાયદાજ્યોતિષમતી Gujaratiસ્નાયુ માટે હર્બ્સમેમરી વધારવા માટે વનસ્પતિ
  • ok logo

Скачать જ્યોતિષમિતી/માલકાંગણી | બુદ્ધિવર્ધક.. бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно જ્યોતિષમિતી/માલકાંગણી | બુદ્ધિવર્ધક.. или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку જ્યોતિષમિતી/માલકાંગણી | બુદ્ધિવર્ધક.. бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео જ્યોતિષમિતી/માલકાંગણી | બુદ્ધિવર્ધક..

#જ્યોતિષમિતી #માલકાંગણી એક દુર્લભ... વનસ્પતિ જેના તેલ નો ઉપયોગ... ખાશ કરી... યાદ શક્તિ વધારવા માટે થાય છે ...
*માલકાંગણી ને ચરક સંહિતામાં માથામાં જામી ગયેલા કફ તેમજ માથાના ભારે દુખાવા, વાઈ તેમજ ઉન્માદના ઉપચાર માટે પ્રયોગ કરવામાં આવે છે. સુશ્રુત સંહિતામાં જ્યોતિષમતિ તેલને માથાના કફ તેમજ માથાના દુખાવા અને વાઈની સાથે રક્તપિત્તના ઉપચારમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
*માલકાંગણી જેને બીજા શબ્દોમાં જ્યેતિષમિતિ પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ મગજને રોકેટ જેવું તેજ બનાવવા, નબળાઈ દૂર કરવા, બળ વધારવા, પુરુષોના રોગમાં, રક્તપિતમાં, વાઈ જેવા રોગોમાં કરવામાં આવે છે. આયુર્વેદમાં શંખપુષ્પીની જેમ ‘જ્યોતિષ્મતી’ને પણ મેધ્ય એટલે કે બુદ્ધિવર્ધક અને સ્મૃતિવર્ધક છે. આ જ્યોતિષ્મતીને ગુજરાતીમાં ‘માલકાંગણી’ નામથી ઓળખીએ છીએ.
*ગુજરાતમા તેનાં જ્યોતિષ્મતી, કંગની, સ્વર્ણલતા વગેરે અનેક નામો છે. બુદ્ધિવર્ધક હોવાની સાથે સાથે તે ગ્રહણશક્તિને પણ વધારનાર છે. બ્રિટિશ એન્સાઇક્લોપીડિયા કહે છે કે માલકાંગની નું તેલ જેને અંગ્રેજીમાં સેલેસ્ટ્રસ ઓઈલ કહે છે તે બ્રેઈન ટોનિક છે.માલકાંગણીની વેલ સમગ્ર ભારતના પર્વતીય પ્રદેશમાં ૬૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી જોવા મળે છે. તેની શાખાઓ ખૂબ જ પાતળી, લાંબી અને કોમળ અને બીજ મરી જેવાં પણ સહેજ લાંબાં અને પીળાશ પડતાં હોય છે.
*ઔષધ ઉપચારમાં તેનાં આ બીજ અને તેલનો ઉપયોગ થાય છે.માલકાંગણીના ફૂલ પીળા તેમજ લીલા રંગના હોય છે. અને તેનો સ્વાદ કડવો અને તીખો હોય છે. માલકાંગણી ગરમ તાસીરની હોય છે. તેના બીજનું વધુ પડતું સેવન કરવાથી ઉલટી કે જાડા થઈ શકે છે. માલકાંગનીનું સેવન ગરમ પ્રકૃતિના વ્યક્તિએ કરવું જોઈએ નહીં.
*આયુર્વેદ પ્રમાણે માલકાંગણીનાં બીજ સ્વાદમાં તીખાં અને કડવાં, ગરમ, કફ અને વાયુનાશક, ભૂખ લગાડનાર, બુદ્ધિ અને સ્મૃતિવર્ધક, પુષ્ટિદાયક અને બળપ્રદ તથા શરીર અને ચહેરાના લકવાને મટાડનાર છે. તેનું તેલ પણ તીખું અને કડવું, ગરમ, તીક્ષ્ણ, બુદ્ધિ-સ્મૃતિવર્ધક, વાયુનાશક અને પિત્તને વધારનાર તથા મગજના રોગને મટાડનાર છે.
માલકાંગણી લકવો, સંધિવા, વાના રોગ, બેરી-બારી, ઉધરસ, દમની બિમારી, મૂત્ર રોગ, અપચો, ખજવાળ, હરસમસા, નપુંસકતા, ખરજવું, વ્રણ, સફેદ ડાઘા, સોજા, યાદશક્તિ ઓછી હોવી આ બધી જ તકલીફોમાં ગુણકારી છે. માલકાંગની અફીણ ખાવાની આદતને છોડાવવાની એક ઉત્તમ દવા છે.

પ્રથમ દિવસે માલકાંગણીનું એક બી, બીજા દિવસે 2 બીજ ત્રીજા દિવસે 3 બીજ આ રીતે 21 દિવસ સુધી બીજ વધારતા જવાનું અને પછી તે જ રીતે ઘટાડતા જવાનું. તેના બીજને ગળી જઈ તેના પર દૂધ પી જવાથી મગજની નબળાઈ દૂર થઈ જાય છે. લગભગ 3 ગ્રામ માલકાંગનીના ચૂરણને સવારે અને સાંજે દૂધની સાથે ખાવાથી યાદશક્તિ વધે છે.

યુનાનની ઉપચાર પદ્ધતિ પ્રમાણે માલકાંગણી ત્રીજા સ્તરની ગરમ અને રુક્ષ હોય છે. માલકાંગનીનું તેલ પાંસળીઓની પીડા, લકવો, સાંધાના દુખાવા (સંધિવા), સ્નાયુ ના રોગમાં લાભપ્રદ રહે છે. માલકાંગની યાદશક્તિને તિવ્ર બનાવે છે.

રાસાયણિક દૃષ્ટિએ માલકાંગણીનાં બીજમાં ૫૨.૨% જેટલું એક ઘટ્ટ, રાતા-પીળા રંગનું, કડવું તથા ગંધયુક્ત તેલ રહેલું હોય છે. બીજમાંથી સિલેસ્ટ્રીન અને પેનિક્યુલેટિન નામના બે ઘટકો પણ મળી આવે છે. માલકાંગનીના બીજ, બચ (એકોરસ), દેવદાર અને અતિવખાણીની કળી વિગેરેનું મિશ્રણ બનાવી લેવું. રોજ સવાર-સાંજ એક ચમચી ઘી સાથે પીવાથી મગજ તેજ અને સ્ફૂર્તિલું બને છે. માલકાંગની તેલના 5-10 ટીપાં માખણ સાથે લેવાથી પણ લાભ થાય છે.
તે ગરમ હોવાથી બાળકોની ગ્રહણશક્તિને પણ વધારે છે. તેમજ ચેતાતંતુઓને બળ આપે છે. યાદશક્તિ અને બુદ્ધિ વધારવા માટે બાળકોને માલકાંગણીનાં તેલનાં ૧થી ૨ ટીપાં રોજ રાત્રે પતાસા પર પાડી અથવા દૂધમાં મેળવીને આપવાં. બે મહિના સળંગ આ પ્રમાણે ઉપચાર કરવાથી બુદ્ધિ સતેજ બને છે. માલકાંગણી મગજને શાંત કરનાર પણ છે. એટલે વધારે પડતા ચંચળ સ્વભાવનાં બાળકોને પણ આ ઉપચારથી લાભ થાય છે.

બુદ્ધિ વધારવા માટે માલકાંગણીનો બીજો એક ઉપચાર આ પ્રમાણે કરી શકાય. માલકાંગણીનું એક બીજ પ્રથમ દિવસે રાત્રે દૂધ સાથે લેવું. બીજા દિવસે રાત્રે બે બીજ લેવાં. એમ રોજ એક-એક બીજ વધારતા જવું. સાતમા દિવસે સાત બીજ લઈ પછી રોજ એક-એક બીજ ઘટાડતા જવું. આ રીતે તેરમા દિવસે ઉપચાર પૂરો કરવો. આ ઉત્તમ બુદ્ધિવર્ધક ઉપચાર છે. વાઈ-એપીલેપ્સિ, અવસાદ-ડિપ્રેશન, મગજની નબળાઈ જેવા વાયુના રોગોમાં પણ સારો ફાયદાકારક છે.

માલકાંગણીનાં બીજ, સૂંઠ અને અજમો સમભાગે લઈ, ચૂર્ણ કરી તેમાં બમણો ગોળ મેળવી તેની મગના દાણા જેવડી ગોળીઓ બનાવી લેવી. શરીર-ચહેરાનો લકવો, સંધિવા, કમરનો દુખાવો, સાયટિકા વગેરે સર્વ પ્રકારના વાયુ-દુખાવામાં રોજ રાત્રે એક ગોળી ઘી સાથે લેવાથી ઉત્તમ ફાયદો થાય છે. વાયુના આ રોગોમાં બહારથી માલકાંગણીના તેલનું માલિશ કરવાથી પણ ખૂબ જ રાહત થાય છે.

સ્ત્રીઓને માસિક અનિયમિત આવતું હોય કે સમય પહેલાં બંધ થઈ ગયું હોય તેમજ કબજિયાત રહેતી હોય તેમાટે માલકાંગણીનું તેલ આશીર્વાદ સમાન છે. આવી તકલીફમાં માલકાંગણીના તેલનાં ૩થી ૪ ટીપાં બે ચમચી દિવેલ મેળવેલા દૂધ સાથે રોજ રાત્રે લેવાં. આ ઉપચારથી કબજિયાત અને વાયુનો પ્રકોપ દૂર થઈ માસિક નિયમિત થાય છે. માલકાંગણી ખૂબ જ ગરમ અન રેચક ઔષધ છે તેમજ પિત્ત પ્રકૃતિવાળા માટે તેનું સેવન હિતકારી નથી.


લોકો અફીણથી આપઘાત કરે ત્યારે પણ જો વહેલાસર ખબર પડે તો અફીણનું ઝેર માલકાગની પાંદડાંનો રસ પીવડાવીને ઝેર ઉતારી શકાય છે. જીભનો લકવો થાય અને સ્પષ્ટ બોલી શકતા ન હોય ત્યારે માલકાંકણીનું સેવન કરવું જોઈએ.માલકાંગણી ને મરીના પાવડર સાથે મિક્સ કરી દાદર પર માલિશ કરવાથી કેટલાક દિવસમાં દાદર ઠીક થઈ જાય છે.

માલકાંગણી નો રસ ઉકાળેલા પાણીમાં મધ અને દૂધ સાથે પીવાથી અપચો મટાડીને ભૂખ વધારે છે. માથાના વાળમાં ખોડો થાય, વાળ ખરવા માંડે,માલકાંગણી ખોડાને મટાડીને વાળ ખરતા અટકાવે છે. પણ સૌથી કીમતી અસર માનવીના મગજ ઉપર કરે છે. મસાલાવાળા દૂધમાં અમુક ટીપા માલકાંગણી ના તેલના આપી શકાય છે. તેલની કોઈ આડઅસર નથી.
#kemchogujarati
#health
#વનસ્પતિ
#ayurveda
#gujarati
#shorts
#herbal

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]