ભાલકા તીર્થ | શ્રી કૃષ્ણે જ્યાં અંતિમ શ્વાસ લીધા | સોમનાથ | History Of Bhalka Tirth Temple

Описание к видео ભાલકા તીર્થ | શ્રી કૃષ્ણે જ્યાં અંતિમ શ્વાસ લીધા | સોમનાથ | History Of Bhalka Tirth Temple

ભાલકા તીર્થ | શ્રી કૃષ્ણે જ્યાં અંતિમ શ્વાસ લીધા | સોમનાથ | History Of Bhalka Tirth Temple
✔ દ્વારકામાં ઉભી થયેલી આ પરિસ્થિતિથી કંટાળેલા ભગવાન કૃષ્ણ એકાંત શોધતા શોધતા સોમનાથ પહોંચ્યા. સોમનાથથી પાંચ કિલોમીટર દૂર આવેલા ભાલકાતીર્થના વનમાં તેઓ આરામ કરી રહ્યા હતા. ત્યારે જ જરા નામનો પારધી શિકાર કરવા વનમાં પહોંચ્યો. અને કૃષ્ણની ચમકતી પાનીને હરણની આંખ સમજી તેણે તીર ચલાવી દીધું.
✔ બાદમાં જ્યારે તે શિકારને જોવા પહોંચ્યો તો કૃષ્ણના પગમાં વાગેલું તીર જોઈ ચોંકી ગયો. ગભરાયેલા પારધીએ કૃષ્ણની માફી માગી. પરંતુ કૃષ્ણએ તેને કહ્યું આ તો નક્કી જ હતું. બાણને સંસ્કૃતમાં ભલ્લ કહેવાય છે, એટલે જ આજે આ જગ્યા ભાલકાતીર્થ તરીકે ઓળખાય છે. જો કે કૃષ્ણે જંગલમાં આ જ જગ્યાએ પ્રાણ નહોતા ત્યાગ્યા.
✔ પગમાં બાણની ઈજા સાથે કૃષ્ણ ભાલકાથી થોડે દૂર હિરણ નદીના કાંઠે પહોંચ્યા હતા. અને ત્યાં જ તેમણે મનુષ્ય દેહનો ત્યાગ કર્યો. હિરણ નદી સોમનાથથી દોઢ કિલોમીટર દૂર આવેલી છે. કહેવાય છે કે આજે પણ અહીં ભગવાન શ્રીકૃષ્ણના નિશાન છે. આ જગ્યા દેહોત્સર્ગ નામે જાણીતી છે.
✔ દર વર્ષે સોમનાથ આવતા લાખો શ્રદ્ધાળુઓ ભાલકાતીર્થ અને દેહોત્સર્ગની મુલાકાત લે છે. એક માન્યતા એવી છે કે જે ઝાડ નીચે કૃષ્ણને તીર વાગ્યું હતું, તે હજીય લીલુંછમ છે. આ વૃક્ષ 5 હજાર વર્ષ જુનું હોવાનું કહેવાય છે. અને શ્રદ્ધાળુઓ તેની પૂજા પણ કરે છે.
#bhalkatirth

Комментарии

Информация по комментариям в разработке