શહેરના આર્ટિસ્ટ દ્વારા તા.02 જી ઓક્ટોબર ગાંધી જયંતિ થી તા.04 ઓક્ટોબર સુધી પોસ્ટલ કેન્સલેશન ઓફ ગાંધીજી નું શહેરના કોઠી ચારરસ્તા મેઇનરોડ ખાતે પ્રદર્શન નુ આયોજન કરાયું
સમગ્ર વિશ્વમાં ગાંધીજી એક માત્ર એવા નેતા છે કે, જેમના મૃત્યુ પછી પણ સમગ્ર વિશ્વનો કોઇ પણ દેશ તેમની યાદમાં, તેમના કાર્યોની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ, કવર્સ બહાર પાડે છે.
ભારતના ટપાલ વિભાગના મોટા મોટા બ્રાન્ડ એમ્બેસેડર કોઇ નેતા હોય તો તે ફક્ત અને ફક્ત મહાત્મા ગાંધી છે.
છેલ્લા પંદર વર્ષથી અતુલભાઈ શાહ તથા મુદીતા શાહ દર ગાંધી જયંતિએ એટલે કે તા. 02જી ઓક્ટોબર થી 4થી ઓક્ટોબર સુધી ગાંધીજી ઉપર પ્રદર્શની નું આયોજન કરતા આવ્યા છે જેમાં ગાંધીજીને લગતી તેમના પર આધારિત નવી વસ્તુ બતાવવાનો શહેરની જનતા માટે પ્રયત્ન કરતા હોય છે. ત્યારે આ વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે ભારતના ટપાલ વિભાગ દ્વારા ગાંધીજીના પોસ્ટલ કવર ઉપર ગાંધીજીના અલગ અલગ પ્રકારના ચિત્રોના કેન્સલેશન ના સિક્કા મારેલા કવરોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રકારનું પ્રદર્શન પ્રથમવાર થઇ રહ્યું છે જેની ખાસ વિશેષતા એ છે કે, આ પ્રકારના કેન્સલેશન કરેલા કવર્સ ફરી વપરાશમાં લ ઇ શકાતા નથી આવા કવરો તેમણે ભારતના અલગ-અલગ રાજ્યોના 26 શહેરોની પોસ્ટ ઓફિસોમાંથી મંગાવી ભેગા કરાયા છે આ શહેરોમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા,ભૂજ, જામનગર, સૌરાષ્ટ્ર, ગોધરા, અડાસ, મુંબઇ, નવી દિલ્હી, રાજગીર, ભૂવનેશ્વર,બેરી (ઓરિસ્સા), કેઓન્ઝાર, બેરડોઇ (પુરી), જયપુર, લખનૌ, ભાગલપુર, ગોરખપુર, પટના, કટક, જબલપુર, ભીમબેટકા,, દહેરાદૂન, તિરુવનંતપુરમ, અંદમાન નિકોબાર સામેલ છે.
આ પ્રદર્શનમાં ટપાલ વિભાગ દ્વારા ગાંધીજીના કેન્સલેશનના સિક્કાઓ મારવામાં આવતા તેમાં દિવાળીની શુભકામનાઓ ની જેમ સિક્કાઓ મારતા હતા તે પ્રમાણે તા.02જી ઓક્ટોબરે ટપાલ વિભાગ ગ્રિટીંગ્સ ઓફ ગાંધી જયંતિના સિક્કા મારતા હતા. આ ઉપરાંત સેવા હી ઉપાસના, મેરા જીવન હી મેરા સંદેશ હૈ આ સિવાય સાબરમતી આશ્રમ, ચરખો, રેંટિયો, કસ્તુરબા, પોકેટ ઘડિયાળ, આવા અલગ અલગ પ્રકારના 60 જેટલા સિક્કાઓ મારેલા 80 જેટલા કવરો ગાંધીજીના પ્રદર્શનમાં મૂકેલા છે. આ પ્રદર્શન શહેરના કોઠી ચારરસ્તા મેઇનરોડ સ્થિત સેલ્સ કોર્નર ટી ની બાજુની દુકાન ખાતે તા. 02 જી ઓક્ટોબર થી તા. 04 ઓક્ટોબર દરમિયાન સવારે 10 થી સાંજના 7:30 સુધી શહેરની જનતા માટે ખુલ્લું રહેશે.
બાઇટ:અતુલ શાહ-આર્ટિસ્ટ
Информация по комментариям в разработке