ઘઉંના લોટના પાવ | રૂ જેવા પોચા અને જાળીદાર | Wheat Flour Ladi Pav Perfect Recipe | લાદી પાવ રેસિપી

Описание к видео ઘઉંના લોટના પાવ | રૂ જેવા પોચા અને જાળીદાર | Wheat Flour Ladi Pav Perfect Recipe | લાદી પાવ રેસિપી

ફૂડ કરિશ્મા - ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે "ઘઉંના લોટના પાવ પરફેક્ટ ટિપ્સ અને ટ્રીક સાથે બનાવવાની એકદમ બેસ્ટ રેસિપી" જોતા જ મોઢામાં પાણી આવી ગયું હશે?? ફટાફટ ખાવાનું મન પણ થઈ જઈ એવા ગરમાગરમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ બનશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવ્યાં હોય આવા પાવ.એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાની સામેથી ફરમાઈશ કરશો.ઘરમાં નાના મોટા દરેક જણને ખૂબ જ પસંદ પડશે.એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

ઘઉંના લોટના પાવ | ટિપ્સ અને ટ્રીક્સથી બનશે પોચા અને જાળીદાર | Wheat Flour Paav Perfect Recipe

Your Query :
રૂ જેવા પોચા અને જારીદાર પાવ
Pav Recipe
Ladi Pav Recipe

સામગ્રી:
ઘઉં નો લોટ
મેંદો
ઇન્સ્ટન્ટ ઈસ્ટ
ખાંડ
મીઠું
બેકિંગ સોડા
બટર
તેલ
દૂધ

રીત


1- સૌથી પહેલા આપણે એક કપ હુંફાળું ગરમ પાણી લઈ લઈશું.હવે તેમાં બે ટેબલ સ્પૂન ઇન્સ્ટન્ટ ઈસ્ટ નાખીશું.યાદ રાખવાનું છે કે પાણી હુંફાળું હોવું જોઈએ તમે આંગળી બોરો તો તમારી આંગળી દાજી ના જવી જોઈએ.

2- હવે તેમાં બે ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું.ખાંડ છે તે ઈસ્ટ નો ખોરાક છે જેથી ઈસ્ટ ફૂલશે.તો આ ધ્યાન માં રાખવાનું છે કે પાણી બહુ ગરમ ના જોઈએ આ ટિપ્સ તમે યાદ રાખશો તો હમેશા સરસ બનશે.પાણી તમારું હુંફાળું હોવું જોઈએ અને તેની અંદર તમારે ખાંડ એડ કરવાની છે.

3- હવે તેને હલાવી ઢાંકી ને મૂકી દેવાનું છે તમે વીડિયોમાં જોઇ શકો છો કે ઈસ્ટ એડ કરવાથી તેમાં બ્બલસ પણ આવવા લાગ્યા છે અને તમે જોઈ શકો છો કે ઈસ્ટ દસ મિનિટ પછી એકદમ સરસ ફૂલી ગયું છે જો ઈસ્ટ ના ફૂલે તો સમજવાનું કે તમારું ઈસ્ટ બગડી ગયું છે હવે તેમાં એક વાડકી ઘઉ નો લોટ એડ કરીશું.

4- ટોટલ આપણે સાડા ત્રણ વાડકી લોટ એડ કરવાનો છે.પણ આપણે અહીંયા અઢી કપ ઘઉંનો લોટ અને અડધી વાડકી મેંદો એડ કરીશું.જો ઈસ્ટ ના ફૂલે તો તમારે ફેકી દેવું અને તેમાં લોટ ના એડ કરવો.નઈ તો તમારો લોટ બધો બગડશે.હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું.

5- હવે આમાં અડધી ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરીશું.હવે આમાં બે ટેબલ સ્પૂન બટર એડ કરીશું.અને તેમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું.હવે આપણે દૂધ થી જ લોટ બાંધી લઈશું. અહીંયા આપણે અડધો કપ હુંફાળું દૂધ લઇ લીધું છે,હવે દૂધ ઉમેરી ને બધું મિક્સ કરી લઈશું.

6- હવે દૂધ થોડું થોડું એડ કરતા જઈશું.હવે તેમાં એક કપ મેંદો એડ કરીશું.હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું.હજુ બીજું અડધો કપ દૂધ એડ કરીશું.આ લોટ ને થોડો મસળવો પડે છે એટલે આપણે તેને થોડું થોડું મિક્સ કરી મસળતા જઈશું. હવે હાથ ની મદદ થી તેને થોડું એકબાજુ ખેચીશું. અને ફરીવાર તેને ખેચીશુ.આ રીતે તમારે પંદર વાર કરવાનું છે જે તમે વીડિયોમાં જોઇ શકો છો.

7- તમને જરૂર પડે તો હાથ તેલ વાળો પણ કરી શકો છો.અથવા થોડું દૂધ વધ્યુ હતું તેમાં થોડું થોડું એડ કરતા જઈશું.જેથી લોટ પોચો રહે.જેટલો લોટ પોચો હશે એટલા પાઉં પોચા બનશે.યાદ રાખવાનું છે કે એક હાથ થી વજન આપી ને ખેંચવાનો છે અને પછી રોલ વાળી ને અંદર લેવાનો છે બ્રેડ હોય કે પાઉં હોય આ રીતે લોટ બાંધી લેવાનો.


8- હવે પંદર વાર થઈ ગયું છે તો તેનો મોટો ગોળો બનાવી લઈશું.હવે હાથ માં થોડું તેલ લગાવી લઈશું.હવે લોટ ને સેટ થવા મુકીશું.આને આપણે એક કલાક માટે મૂકી દઈશું.જો ગરમી હશે તો એક કલાક માં જ થઈ જશે.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે પહેલા જેવો લોટ ચોટતો નથી.અને વધારે સોફ્ટ પણ થઈ ગયો છે હવે સેજ કોરો લોટ લઈ ને સેજ મસળી લઈશું.

9- આટલા લોટ માંથી બાર પાઉં બનશે એટલે તેના ભાગ કરી લઈશું.લોટ ને ખેંચી ને ભાગ નથી કરવાના તેને કટ કરી ને જ બનાવીશું.તમારી પાસે વજન કાંટો હોય તો વજન કરી ને પણ બનાવી શકો છો.હવે આપણે બેકિંગ ટ્રે લઇ લીધી છે અને તેમાં આપણે બટર પેપર મૂકી દઈશું.હવે તેને એક હાથ માં લઈ તેને સેપ આપી દઈશું અને તેને ટ્રે માં ગોઠવી દઈશું તમે વીડિયોમાં જોઇ શકો છો કે આપણે અહીંયા રોલ ની જેમ આગળ થી પાછળ લઈ જઈએ છે એટલે આગળ ની સાઈડ લીસી રાખીશું.

10- હવે દરેક પાઉં ની વચ્ચે આપણે જગ્યા રાખીશું.કારણકે હજુ તે ફુલસે.હવે બે થી ત્રણ ચમચી મિલ્ક લઈ તેમાં એક ચમચી તેલ એડ કરીશું.હવે તેની ઉપર પાઉં લૂઆ બનાવ્યાં છે તેની ઉપર લગાવી લઈશું. આમ કરવાથી પાઉં સુકાતા નથી તેનો બ્રાઉન કલર છે તે સરસ આવી જશે.હવે તેની પર એક કકડો ઢાંકી દઈશું.હવે તેને અડધો કલાક રહેવા દઈશું.

11- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે અડધા કલાક પછી એકદમ સરસ પાઉં ફૂલી ગયા છે હવે ફરી થી મિલ્ક લગાવી લઈશું.હવે આપણે ઓવન માં બસો ડિગ્રી પર પ્રિ હિટ કરવા મૂકી દઈશું.હવે તેને પંદર મિનિટ પછી તમે જોશો તો એકદમ સરસ બ્રાઉન પાઉં થઈ ગયા હશે.હવે ઉપર બટર લગાવી લઈશું. ઘઉ ના પાઉં થોડા બ્રાઉન દેખાય છે તમે વીડિયોમાં જોઇ શકો છો કે બહાર બજાર માં મળે છે તેવા જ પાઉં સરસ બન્યા છે તો બનાવવા માં સહેલા છે પણ ખાવા માં બવ જ હેલ્ધી છે તો તમે પણ એકવાર જરૂર થી બનાવજો.

#gujaratirecipe
#pavrecipe
#ladipavrecipe
#wheatflourpav
#wheat bun recipe
#foodkarishma

અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.

Комментарии

Информация по комментариям в разработке