ગુજરાતના મુખ્યમંત્રી દલિતો સાથે રાજકીય અસ્પૃશ્યતાનું પાલન કરી રહ્યા છે - સુબોધ કુમુદ| Dalits| RDAM

Описание к видео ગુજરાતના મુખ્યમંત્રી દલિતો સાથે રાજકીય અસ્પૃશ્યતાનું પાલન કરી રહ્યા છે - સુબોધ કુમુદ| Dalits| RDAM

ગુજરાતના દલિતોના અનેક પડતર મુદ્દાઓ પૈકી નીચે મુજબના ૧૦ અગત્યના મુદ્દાઓ ઉપર તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે એવી માંગણી છે. 

૧. અસ્પૃશ્યતા અને જાતિ આધારીત વસતિ ગણતરી 

ગુજરાતમાં હાઈકોર્ટના નિવૃત્ત જજ અથવા તો સનદી અધિકારીની અધ્યક્ષતામાં Special Investigation Team નું ગઠન કરી રાજ્યમાં દરેક સ્તરે પ્રવર્તતી અસ્પૃશ્યતાનો અભ્યાસ કરવામાં આવે અને ગુજરાતને અસ્પૃશ્યતામુક્ત રાજ્ય બનાવવામાં આવે. સાથોસાથ જાતિ આધારિત આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સર્વે કરાવી એ મુજબ યોજના બનાવવા પહેલ કરવામાં આવે. 

૨. પે-સેન્ટર દીઠ સરકારી અંગ્રેજી માધ્યમની શાળા 

રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી તમામ સરકારી/અનુદાનિત શાળા-કોલેજોમાં અંગ્રેજી વિષયના શિક્ષકોની ભરતી કરતી પે-સેન્ટર દીઠ એક અંગ્રેજી માધ્યમની ધો. ૧ થી ૧૨ ની સરકારી શાળા શરૂ કરવાની જાહેરાત કરે. 

૩. સ્કોલરશીપ/ફ્રી-શીપ કાર્ડ અને આવકમર્યાદા 

જેટલા પણ વિધ્યાર્થીઓની સ્કોલરશીપ ચૂકવવાની બાકી હોય એ તાત્કાલિક અસરથી ચૂકવવામાં આવે અને જ્યાં સુધી ચુકવણી કરવામાં ન આવે તે કિસ્સામાં વિધ્યાર્થીઓને એડમિશન અટકાવવાની, પરીક્ષા ન આપવા દેવાની, રિઝલ્ટ અટકાવવા જેવી કોઈ હેરાનગતિ ન થાય એ બાબતે તમામ કોલેજોને સૂચના આપવામાં આવે. 

અનુ. જાતિના વિધ્યાર્થીઓને તમામ શૈક્ષણિક યોજનાના લાભ માટે આવકમર્યાદા રૂપિયા ૬ લાખ કરવામાં આવે અને એની અસર ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ પર પણ આપવામાં આવે. 

ખાનગી યુનિવર્સિટી સંલગ્ન કેટલાક અભ્યાસક્રમોમાં એફ. આર. સી. ન થવાને લીધે અનુ. જાતિ વર્ગના વિધ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ન રહી એ સારું તમામ ખાનગી કોલેજો-યુનિવર્સિટીઓમાં ફરી-શીપ કાર્ડ ફરજીયાત બનાવવામાં આવે. 

૪. સ્મશાનભુમીની જગ્યા

રાજ્ય સરકાર ‘એક ગામ, એક સ્મશાન’ યોજના પૂર્ણપણે લાગુ કરે અન્યથા દલિતોને મૃતદેહોની અંતિમક્રિયા માટે અલગથી સ્મશાનભુમી નીમ કરવા માટે નીતિ બનાવી વિશેષ અભિયાન ચલાવે.

૫. ફાળવેલ જમીનની કબજા સોંપણી અને નવી જમીન ફાળવણી

ભાનુભાઇ વણકર આત્મવિલોપન બાદ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવ કરીને ૬ મહિનામાં જેમને સરકાર દ્વારા ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારો-૧૯૬૦ અન્વયે સાંથણીમાં જમીન ફાળવી હોય એના કબજા સુપરત કરવા બાબતે તાં. ૧૯/૦૨/૨૦૧૮ના મહેસૂલ વિભાગના પરિપત્રથી સૂચનાઓ  આપવામાં આવેલી. પરંતુ, આજદિન સુધી આ પરિપત્રનો અમલ થયો નથી.

આથી રાજ્ય સરકાર મહેસૂલ વિભાગ મારફતે સાંથણીમાં ફાળવેલી જમીનો ચાર દિશામાં ખૂંટ મારી, ચતુઃસીમા સાથેનું પંચરોજકામ કરી, ગામ નમૂના નંબર ૭ માં એની અસર આપી, મામલતદારશ્રી રજાચિઠ્ઠી સાથે  પ્રત્યક્ષ કબજા સોંપણીનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરે. 

આ ઉપરાંત, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સરકારી પડતર જમીનોની સાંથણી કરવામાં આવી નથી. રોજગારીના સર્જનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ વિભાગ મારફતે નવી જમીનોની ફાળવણી કરવામાં આવે જેમાં પ્રાથમિકતા વાલ્મિકી સમુદાયની અને વિધવા બહેનોને આપવામાં આવે. 

૬. સફાઈકામ અને સફાઇ કામદાર વિકાસ નિગમની લોન 

ગટરમાં ઉતરીને સફાઇ કામ ન કરવું પડે એવા આધુનિક સાધનો વસાવીને સફાઇ કામ કરાવવામાં આવે અને સફાઇ કામદાર વિકાસ નિગમની લોન સહાયમાં વધારો કરવામાં આવે. મેન્યુઅલ સ્કેવેંજીંગ અટકાવવા માટે ટીવી અને પ્રસાર માધ્યમોમાં જાહેરાત આપવામાં આવે તથા તમામ જાહેર સ્થળોએ એ અંગેની જાગૃતિ ફેલાવતા પોસ્ટર લગાવવામાં આવે. 

૭. દલિત અત્યાચારની ઘટનાઓમાં ન્યાય 

રાજ્ય સરરકર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા ૫૩૫ ફોજદારી કેસોમાંથી ૨૫૫ ફોજદારી કેસો પરત ખેંચવામાં આવેલ છે. જ્યારે અસંખ્ય રજૂઆતો બાદ અને ભાનુભાઇ વણકર આત્મવિલોપન બાદ લેખિતમાં બાંહેધરી આપવા છતાં હજી સુધી ઉના આંદોલન અને ૨ એપ્રિલ ભારત બંધ તથા ભાનુભાઇ વણકર વખતે થયેલા આંદોલનોમાંથી એકપણ ફોજદારી કેસ પરત ખેંચાયો હોય એવું ધ્યાનમાં નથી. 

થાનગઢ દલિત હત્યાકાંડ-૨૦૧૨નો સંજયપ્રસાદ કમિટીનો રીપોર્ટ જાહેર કરવામાં આવે. ઉના દલિત અત્યાચાર-૨૦૧૬ વખતે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા પીડિત પરિવારને આપેલ બાંહેધરીનું અને ભાનુભાઇ વણકર આત્મવિલોપન-૨૦૧૮ બાદ રાજ્ય સરકારે આપેલી લેખિત બાંહેધરીઓનું પાલન કરવામાં આવે.

આ ઉપરાંત, ઉના દલિત અત્યાચાર(વર્ષ -૨૦૧૬) આંદોલન, ૨ એપ્રિલ,૨૦૧૮ ભારત બંધ તથા ભાનુભાઇ વણકર (ફેબ્રુઆરી-૨૦૧૮) વખતે થયેલા આંદોલનો દરમિયાન દલિત આંદોલનકારીઓ સામે નોંધાયેલ ફોજદારી કેસો પરત ખેંચવામાં આવે. 

૮. અનુ. જાતિના વિધ્યાર્થીઓ માટે સરકારી છાત્રાલયો અને આશ્રમ શાળાઓ 

રાજ્ય સરકાર વર્તમાન સરકારી છાત્રાલયો અને આશ્રમ શાળાઓ અધતન બનાવવા અને સંખ્યા વધારવા એસસી/એસટી સબ પ્લાનના નાણાં અન્યત્ર ફાળવવાની જગ્યાએ આ કામ માટે એસસી/એસટી સબ પ્લાનમાંથી ગ્રાન્ટની ફાળવણી કરે. 

૯. સરકારી બેકલોગની ભરતી અને રોસ્ટર નિભાવણી 

રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી સરકારી બેકલોગની કેટલી જગ્યાઓ ખાલી છે એની કેટેગરી પ્રમાણે જાહેરાત કરે તથા આ જગ્યાઓ કેટલા સમયમાં ભરવામાં આવશે એ અંગે શ્વેતપત્ર બહાર પાડે. 

રાજ્ય સરકાર રોસ્ટરનીતિનો સંપૂર્ણપણે અમલ કરાવે અને દરેક વિભાગના રોસ્ટર માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અન્વયે પ્રો-એક્ટીવ ડિસ્ક્લોઝરનો ભાગ બનાવી ડિજીટલ ગુજરાત અભિયાનને બળ આપવા આ તમામ માહિતી ગુજરાત સરકારના તમામ વિભાગોની વેબસાઇટ ઉપર ઓનલાઈન પણ જાહેર કરે. 

૧૦. અનુ. જાતિ માટેની લોન સહાય, સબસીડીની રકમ તથા ઉધ્યોગ સાહસિકતા 

સરકાર દ્વારા અનુ. જાતિ માટેની લોન સહાય, સબસીડીની રકમ (ખાસ કરીને વિદેશ અભ્યાસ લોન અને તબીબી-ટેકનિકલ ધંધા-રોજગાર માટેની)માં વધારો કરવામાં આવે અને ઉધ્યોગ સાહસિક્તામાં પ્રોત્સાહન મળે એ માટે ઔધોગિક જમીનો અને સાઇટ્સની ફાળવણીમાં પ્રાથમિકતા આપવામાં આવે જેમાં કો-લેટરલ સિક્યુરિટીની જવાબદારી સરકાર સ્વીકારે. 

જો આ રજુઆતો પરત્વે સંકલ્પ દિવસ (૨૩ સપ્ટેમ્બર,૨૦૨૪) સુધીમાં કોઈ જ પગલાં ભરવામાં નહીં આવે તો રાજ્ય સરકારને આ રાજ્યના દલિતોની કોઈ જ પડી નથી એમ માનીને ન છૂટકે દલિતોને આંદોલન કરવા મજબુર થવું પડશે.

#dalitsamaj #ambedkar #gujaratmodel #jaybhim

Комментарии

Информация по комментариям в разработке