ચેહર મા મરતોલી નો ઇતિહાસ Chehar Maa no itihas History in Gujarati, parcha, Katha

Описание к видео ચેહર મા મરતોલી નો ઇતિહાસ Chehar Maa no itihas History in Gujarati, parcha, Katha

શ્રી ચેહર માતાજીનુ પ્રાગટ્ય અને સાચો ઇતિહાસ || chehar maa no itihas || chehar maa real story ||
ચેહરમાતા મરતોલી નો ઇતિહાસ || chehar maa itihas || chehar maa real story || chehar maa na parcha 2021 || ચેહર મા મરતોલી નો ઇતિહાસ song

મિત્રો, તમારું સ્વાગત છે "😎gujju ni vato😎" માં તમને અહીં અવનવા, અનોખા અને તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય તેવા તથ્યો (facts) તમને અહીં જાણવા મળશે. માટે ચેનલને 🔔subscribe🔔 કરવાનું ભૂલશો નહીં અને બેલ નોટિફિકેશન પર ક્લિક કરો જેથી નવા વિડિયો તમને મળતા રહે.

અમારી ચેનલ મા જોવા અને જાણવા મળતી બધી જ માહિતી ચોક્કસ અને ચકાસણી કરેલી હોય છે. અમારો હેતુ માત્ર નોલેજ આપવાનો છે.

*Related video :-
~ચુડેલ ફઈ બા મંદિરનો ઇતિહાસ | Chudel faiba no itihas in gujarati :-    • ચુડેલ ફઈ બા મંદિરનો ઇતિહાસ Maa Chudel...  

~વાછરાદાદા નો સાચો ઇતિહાસ || Vachhraj dada no itihas :-    • વાછરાદાદા નો સાચો ઇતિહાસ || Vachhraj ...  

~જગન્નાથપુરી મંદિરનો સાચો ઇતિહાસ || History Of Jagannathpuri Temple :-    • જગન્નાથપુરી મંદિરનો સાચો ઇતિહાસ Jagan...  

The Story :-
આ વાત અંદાજે 1000(એક હજાર) વર્ષ પહેલાની છે. એક રાજપૂત દરબારની પૂજા-આરાધનાથી પ્રસન્ન થઈને મા ચામુંડાએ રાજપૂત દરબાર કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો. પાકિસ્તાન અને ગુજરાતની સરહદના “હાલર“ (અથવા હલાડી) ગામમાં શેખાવતસિંહ રાઠોડને ત્યાં જ જગતજનની ચેહર મા પ્રગટયાં હતાં.

ચેહરમાનાં પ્રાગટય પાછળ એક રાજપૂત દરબારની જગતજનની પરની અસીમ શ્રદ્ધા, સેવા અને સમર્પણની કથા જોડાયેલી છે. રાજપૂત દરબાર શેખાવતસિંહનાં લગ્નને અનેક વર્ષો વીતી ગયાં હોવા છતાં પણ તેમના ઘરે શેર માટીની ખોટ હતી. આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ પ્રાર્થના કરી, પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી. એવામાં એક વાર તેમને કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું તથા આરાધના કરવાનું કહ્યું હતું.

શેખાવસિંહે નિયમિત રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડામાની પૂજા-આરાધના કરી. જેવી પૂનમ ભરવાનું પૂરું થયું કે માતાજીએ તેમને સપનામાં સંકેત આપ્યો. ચામુંડામાએ સ્વપ્નમાં આવીને આશીર્વાદ આપ્યા હતા કે તારા રાજદરબારમાં કેસૂડાનું ઝાડ છે, ત્યાં મારું ઘોડિયું બંધાવજે, એ જગ્યાએ હું તને મળીશ. આ સાંભળીને રાજપૂત ખૂબ ખુશ થઈ ગયા. તેમણે માતાજીના આદેશ પ્રમાણે કર્યું અને થોડા સમય બાદ સપનાની વાત સાચી પડી.

શેખાવતસિંહને ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો. જેમાં એક હતાં ગંગાબા, બીજાં હતાં સોનબા અને સ્વયંભૂ કેસૂડાના ઝાડની નીચે મળ્યાં હતાં તે ત્રીજાં ચેહુબા. ચેહરમાનું મૂળ નામ ચેહુબા હતું. જેમનું કેસરબા જેવું હુલામણું નામ પણ રાખવામાં આવ્યું હતું. ત્રણ-ત્રણ દીકરીઓ જોઈને રાજા-રાણીના હરખનો પાર ન રહ્યો. ચેહર મા જે દિવસે પ્રગટયાં એ મહા સુદ પાંચમ એટલે કે વસંતપંચમીનો શુભ દિવસ હતો, તેથી આ દિવસને માતાજીનાં પ્રાગટય દિન તરીકે મનાવવામાં આવે છે.

ચેહરબાઈ તો સાક્ષાત્ માતાજીનો જ અવતાર હતાં એટલે તેમના વ્યક્તિત્વનું ઓજસ-તેજસ પણ નિરાળું હતું. આમ કરતા કરતા ચેહુબા સાત- આઠ વરસના થયા. આ ચેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામમાં વાઘેલા પરિવરામાં કરાવ્યા. ચેહુબાના લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું. ચેહુબાના પતિના મૃત્યુ નું કારણ તેરવાડાના લોકો ચેહુબાને માનવા લાગ્યા. પણ લોકોને ખબર ન હતી કે, આ સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ છે.

આમ થોડા સમય પછી તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુનો આશ્રમ હતો. આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતું તેમનું નામ ઔગર્ધ્નાથ (ઓધડનાથ) હતું. એટલે ચેહુબા રોજ આ સાધુની સેવા- પુજા કરવા જતા. ગુરુ ઔગર્ધ્નાથ એ બહુ સમય પ્રસાર કાર્ય પછી ચેહર માં ને એકનિષ્ઠ બનાવ્યા અને તેમને તૈયાર કર્યા આધ્યાત્મિક તાલીમ આપીને, પછી ચેહર માં ને તેમને નિષ્ણાંત બનાવ્યા આધ્યાત્મિક અને તાંત્રિક વિદ્યા માં. આમ કરતા કરતા તેરવાડાના લોકોને ખબર પડી કે, ચેહુબા રાજપૂત થઇને સાધુની સેવા કરવા જાય છે.

ચેહુબા રોજ આ સાધુની ભકિત કરતા એટલે તેરવાડા ગામના લોકો ચેહુબા વીશે અલગ-મલકની વાતો કરવા માંડ્યાં. એટલે વાઘેલા પરિવારે ચેહુબાને સૂચના આપી કે, આજ પછી આ સાધુની સેવા કરવા તમારે જાઉ નહીં.. પરંતુ તોય ચેહુબા આ સુધીની સેવા- ભકિત કરવા જતાં. એક દિવસ આ વાઘેલા રાજપૂતોએ વીચાર કર્યો કે, આ બાઇ આપણું કીધું માનતી નથી. આપણે આ બાઇ જોઇએ નહીં. અને ચેહુબાને મારી નાખવાનો કારસો ઘડ્યો. પછી ચેહુબાને તેરવાડા ગામની વાવમાં ફેંકી દીધા. જેવા ચેહુબાને વાવમાં નાખ્યાં એટલે વાવમાંથી અવાજ આવ્યો કે, અલ્યા તમે મને ઓળખી ના શક્યા હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા હતી. પણ આજથી ચેહર માતા તરીકે જગતમાં ઓળખાઈશ અને જતા જતા મારી ચેહરની એક વાત સાંભળતા કે તમારા આ નગર તેરવાડા ગામને ઉજ્જડ બનાવું ને તો એમ માનજો કે, ચેહર માતા બોલ્યાં હતાં.

પછી ચેહર માતાએ વીચાર કર્યો કે, હું આ કુવામાં જ બેસી રહીશ તો મને ઓળખશે કોણ આમ વીચારીને ચેહર માતા રથડો જોડીને મરતોલીની મીઠી વરખડીએ ઉતર્યા. ત્યારે મરતોલી ગામ જુનું આયરોનું ગામ હતું અને આવી રીતે માતાજીનું મરતોલીમાં પ્રાગટ્ય થયું અને મરતોલી ના લોકો ને ખાલી ચેહર માં ના નામ જપવા થી ગણા ફાયદા થવા લાગ્યા. અને ચેહર માં પણ બધા ને આશીર્વાદ આપતી હતી અને તેમની ઇચ્છાઓ પૂરી કરતી હતી.

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

#Cheharmaanoitihas #Gujjunivato

chehar maa martoli
maratoli chehar maa
nagartervada chehar ma
chehar maa history
chehar ma no itihaas
ચેહર માં નો ઈતિહાસ
ચેહર માં મરતોલી ગામ નો ઇતિહાસ
ચેહર મા ની ઉત્પત્તિ
ચેહર મા ની પ્રાગટ્ય કથા
માતાજી ની પ્રાગટ્ય કથા
ચેહર માં ના ટેટસ
ચેહર માતા ના સ્ટેટસ
માતાજી ના ટેટસ
માતાજી નો ઇતિહાસ
chehar maa no itihas
ચેહર માં ના ટેટસ
ચેહર મા ના ટેટસ
ચેહર માં
ચેહર માં નો ઈતિહાસ
#Cheharmaa #Gujjunivato

Комментарии

Информация по комментариям в разработке