પુરુષોત્તમ ઉપાધ્યાય Purushottam Upadhyay

Описание к видео પુરુષોત્તમ ઉપાધ્યાય Purushottam Upadhyay

સૂર સંવાદ ગુજરાતી રેડિયો (સિડની) ના માધ્યમથી 'સૂરોત્તમ પુરુષોત્તમ' ઉપાધ્યાયના અમૃત પર્વ નિમિત્તે, એટલેકે પંદર વર્ષ પહેલાં એમની સાથે આ મુલાકાત રેકોર્ડ કરી હતી, અને એ મુલાકાતનું પુનઃપ્રસારણ એમને ૨૦૧૭માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા ત્યાર થયું. આજે ૧૫મી ઓગસ્ટ ૨૦૨૪ના દિવસે આપણા આ દિગ્ગજ ગાયક-સ્વરકાર અને સંગીત-ગુરુ આયુષ્યના નવ દાયકાનો ઉંબર વટાવી રહ્યા છે ત્યારે એમને સાદર શુભેચ્છાઓ પાઠવતાં આ મુલાકાત અહીં પ્રસ્તુત કરું છું. મુલાકાતમાં તેઓ એમની સંગીતની કારકિર્દીમાં શરૂઆતના દિવસોના સંઘર્ષો વિશે, એમનું અવિનાશ વ્યાસ સાથેના મિલન અને એમણે કરેલા માર્ગદર્શન વિશે, તેમજ પોતાની સંગીત યાત્રા વિશે ખૂબ સહજતાથી વાતો કરી છે. એમણે હિન્દી ફિલ્મ સંગીતની મોટી હસ્તીઓ સાથે કરેલા કામનાં સંસ્મરણો એ તાજાં કરે છે અને સાથે એમની વાતોમાં જે પ્રગટ થાય છે તે ગુજરાતી ભાષા અને ગુજરાતી સંગીત માટેનાં એમનાં નિતાંત નિસ્બત અને સ્નેહ. એક અવિસ્મરણીય સંવાદ!

Комментарии

Информация по комментариям в разработке