તેરાં નો તહેવાર || TERA SAN || PANKAJ KOKANI || DANG TOURISM ||

Описание к видео તેરાં નો તહેવાર || TERA SAN || PANKAJ KOKANI || DANG TOURISM ||

ડાંગ જિલ્લાનાં આદિવાસીઓ માટે વર્ષનો સૌથી પ્રથમ તહેવાર એટલે તેરાનો તહેવાર. વર્ષાઋતુનું આગમન થતાજ સમગ્ર ડાંગ જિલ્લો કુદરતી કળાએ ખીલી ઊઠે છે. વિવિધ કુદરતી વનસ્પતિઓ તથા કંદમૂળો અહીંના જંગલમાં પ્રાપ્ત થાય છે. જેનો ઉપયોગ અહીંના લોકો ખોરાક તેમજ આયુર્વેદિક ઉપચાર માટે કરે છે. જેમાં આળુના કંદને ફણગો થઈ પાદડું આવતા લગભગ 15-20 દિવસ વિતી જાય છે. જે પાદડું તેરાના પાન તરીકે ઓળખાય છે. તેરા પર્વ અષાઢ માસની અમાસે આવે છે, પરંતુ ડાંગ જિલ્લામાં લોકો અષાઢ માસમાં અનુકૂળતાએ ઉજવે છે. ડાંગ જિલ્લાનાં દરેક ગામડાઓમાં પાટીલ, કારબારી અને આગેવાનો સાથે મળીને તેરા તહેવારની ઉજવણી વિશે દિવસ નક્કી કરતા હોય છે.
તેરા તહેવાર નિમિત્તે જંગલમાંથી તેરા છોડનાં પાંદડા લાવી તેની પૂજા કરવામાં આવે છે. પ્રથમ એ પાંદડા લાવી ગામદેવી અને ગામની સીમ પર આવેલા વાઘદેવની પૂજા થાય, ત્યાર પછી જ તે પાંદડા પર પાણી છાંટીને ઘરમાં લાવવામાં આવે છે અને શાક કે ભાજી બનાવામાં આવે છે, એ નવુ શાક પ્રથમ કુળદેવી-ગામદેવીને ધરવામાં આવે છે. ત્યારબાદ લોકો આરોગે છે.

Комментарии

Информация по комментариям в разработке