No

Описание к видео No

Vrajvani : True story of Hellaro વ્રજવાણી ધામનો ઈતિહાસ
વ્રજવાણી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ ઐતિહાસિક ગામ છે. આ ગામમાં શહીદ થયેલી ૧૪૦ આહીર મહિલાઓના પાળીયા આવેલા છે. દસેક જેટલા વહીવંચા બારોટના અભિપ્રાય મુજબ સંવત ૧૫૧૧ વૈશાખ સુદ ચોથના આ ગામે આહિરાણીઓ સતી થઇ હોવાનો ઉલ્લેખ છે. તેમાં જણાવાયા મુજબ અમરાભાઇ આહિર અને રવાભાઇ આહિરના બે કબીલા હતા અને બન્ને કબીલાઓ વચ્ચે વધારે કુસંપ હતો. જેમાં અમરા આહિરના કબીલાવાળાઓએ રવા આહિરના કબીલાઓની મહિલાઓ જે ઢોલીના તાલે રાસ રમી રહી હતી તે ઢોલી સામેના કબીલાનો હોવાથી તલવારના ઘાએ ઢોલી ઢળી પડતાં તેના પાછળ આઘાતમાં આવી જઇને ૧૪૦ આહિરાણીઓ સતી થઇ ગઇ હોવાનું વહીવંટીચા બારોટ મોઘા વાઘા પાસે ઉલ્લેખ છે.
વ્રજવાણી ગામે આ ૧૪૦ આહિરાણી સતીઓના પાળિયાઓ છે અને એક ભવ્ય મંદિર બનાવેલ છે. આ મંદિરમાં ૧૪૦ સતીઓની પ્રતિમાઓ રાસ લેતા હોય એ રીતે મૂકેલી છે અને દરેક પ્રતિમા નીચે તેની ઓળખ નામ સહિત દર્શાવેલ છે. મંદિરની મધ્યમાં રાધા કૃષ્ણનું મંદિર છે. મંદિરના પ્રવેશદ્વાર સામે એક ઊંચી ખાંભી જે ઢોલીની હોય અને આ ઢોલીને કૃષ્ણનું સ્વરૂપ માનીને અને આ ૧૪૦ સતીઓ ગોપીઓ નું સ્વરૂપ છે તે રીતે પૂજાય છે અને સવાર-સાંજ આરતી પણ થાય છે ધોળાવીરા જતા હોય ત્યારે બાલાસર પાસેથી વર્ષ
વ્રજવાણી જઈ શકાય છે એકવાર જરૂર જશો

Комментарии

Информация по комментариям в разработке