ધના ભગત નો ગાયેલ સાંકડો || નીચે લખેલું છે કિર્તન || નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

Описание к видео ધના ભગત નો ગાયેલ સાંકડો || નીચે લખેલું છે કિર્તન || નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_______________ કિર્તન ____________
ધના ભગત નો ગાયેલો સાંકડો
સાંકડો ગાય એ મહાસુખત થાય રે
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો સાંકડો
હે એવી ઊંડી ખાણોની માટી ખોદ જે
જીણા જીણા ચારણે સાળજે
નાના મોટા કાકરા કાઢી નાખ રે
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો સાંકડો
ધીમે ધીમે માટી ખુંદજે
રાતે રહેશે તો માટી જામી જાય રે
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો સાંકડો
ધીમે રે ધીમે વાળજે પિંડલા
પછી એને સાંકળે ચડાવ રે
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો સાંકડો
ઘડજે રે ઘડા ને ઘડજે માટલા
ઘડજે રૂડા નવા નવા ઘાટ રે
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો સાંકડો
ઘડજે કુંડાને ઘડજે કોડીયા
નાની મોટી કુરડી નો નઈ પાર રે
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો સાંકડો
ધીમે તે ધીમે ટપલે ટીપજે
જોજે એમાં ખામી ન રહી જાય રે
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો સાંકડો
ગામને પછવાડે નિભો નાખજે
વાયરો જોઈને મુકજે એમાં આગ રે
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો સાંકડો
શ્રદ્ધા ખંભાળિયા નિભો ખોલજે
જોજે એમાં કાચા ન રહી જાય રે
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો સાંકડો
હે એવા પાકા હશે તો ધંધો જામશે
ચડશે તને રામ નામનો રંગ રે
દુનિયાના ડાયા હવે ફેરવજે તારો સાંકડો
હે એવી દયા ધર્મની માંડજે હાટડી
હાટડીએ કાંઈ સંતોનો સમાગમ રે
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો સાંકડો
હે એવા શ્રદ્ધાળુ સંત આવે મોરવા
મળશે તને શામળા જેવા સંત રે
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો સાંકડો
એવા રામ નામના ટકોરા તું મારજે
ચડશે તને સવાયો રંગ રે
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો સાંકડો
ધના ભગત નો ગાયેલો સાંકડો
સાંકડો ગાય એ મહાસુખ થાય રે
દુનિયાના ડાયા હળવે ફેરવજે તારો સાંકડો

Комментарии

Информация по комментариям в разработке