#K

Описание к видео #K

#ભુજમાં કે.જે.જ્વેલર્સના માલિકો વચ્ચે ટકરાવ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો...

#પોલીસ ફરિયાદના પગલે ભાઈ ભત્રીજાની ધરપકડ કરી...


#Clash between owners of KJ Jewelers in Bhuj reaches police station...

#Bhai Bhatrija arrested following police complaint...


#Clash #between #owners #of #KJJewelers #in #Bhuj #reaches #police #station...

#Bhai #Bhatrija #arrested #following #police #complaint...


#જર જમીન અને જોરુ એ કજિયાના છોરુ આ કહેવતને સાચી ઠેરવતી ઘટના ભુજ ખાતે બની છે જેમાં કે.જે.જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન ધરાવતા અને એક સમયે સોના ચાંદી માર્કેટમાં પ્રેમજી ગોવિંદજી તરીકે પ્રતિષ્ઠિત નામ ધરાવતી પેઢીના સંચાલકો એવા બે ભાઈઓ વચ્ચે મિલકત મામલે ઊભી થયેલી તકરાર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા બાદ એક ભાઈને ફરિયાદી બનવાની અને બીજા ભાઈ, ભત્રીજાને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે એટલું જ માત્ર નહીં પરંતુ એક સમયે પ્રતિષ્ઠિત તરીકેનું નામ ધરાવતી પેઢીના ચાર વર્ષથી લાગેલા તાળા પણ ન ખુલતાં છતી મિલ્કતે આ જ્વેલર્સ પરિવારને લાચાર બની જવાનો સમય આવ્યો છે...

#આ અંગેની વિગત એવા પ્રકારની છે કે ભુજના હોસ્પિટલ રોડ પર મેસર્સ પ્રેમજી ગોવિંદજી સોની અને કે.જે.જ્વેલર્સ નામની પેઢી ધરાવતા બે ભાઈઓ વચ્ચે મિલકત મામલે તકરાર થયા બાદ હવે આ મામલે 13.5 કરોડના સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી થયાની ભાઈએ ભાઈ સામે ફરિયાદ નોંધાવી છે જેના પગલે આરોપી ભાઈ અને ભત્રીજાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલ રોડ પર સોના ચાંદીનો શોરૂમ ધરાવતા બે ભાઈઓ કિશોર પ્રેમજી સોલંકી અને જયેશ પ્રેમજી સોલંકી આ બે ભાઈઓ વચ્ચે મિલકતની ભાગ બટાઈ પ્રશ્ન ટકરાર ઊભી થઈ હતી 21-9-2009 થી શરૂ કરાયેલ આ શોરૂમને મિલકત મામલાની તકરાર બાદ આ મીક્તને તાળા લગાવી દેવાની ફરજ પડી હતી. આ મામલે તાજેતરમાં આર બી ટ્રેશન સમક્ષ મામલો પહોંચ્યા પછી આર બી ટ્રેશનના આધારે કોટ રીસીવરની હાજરીમાં ગત તારીખ 25 જાન્યુઆરીએ શોરૂમના તાળા ખોલવામાં આવતા શોરૂમમાં રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી 27 કરોડનો મુદ્દામાલ ગાયબ થયેલો જણાઈ આવ્યો હતો. આ માલ મિલકતમાં કિશોરભાઈ અને જયેશભાઈ એમ બંને ભાઈઓનો ભાગ હોવાથી શોરૂમની ચાવીઓ જયેશભાઈ પાસે રહેતી હોવાથી જયેશભાઈ અને તેમના પુત્ર દ્વારા કોઈ પણ સમયે શોરૂમમાંથી તમામ મુદ્દા માલ ચોરી જવાયાની શંકા રાખીને કિશોરભાઈએ પોતાના ભાગની મિલકત રૂપિયા 13.5 કરોડનો મુદ્દા માલ ચોરી થયાની ફરિયાદ ભુજ બી/ડિવિઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે જયેશભાઈ અને તેમના પુત્રની ધરપકડ કરી બી/ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી ચોરીમાં ગયેલ મુદ્દા માલ રિકવર કરવાની કવાયત હાથ ધરી છે. નોંધનીય છે કે આ ઘટના અગાઉ એક સપ્તાહ પહેલા આ પ્રકારે જ મિલકત મામલે સોની પરિવારમાં તકરાર ઊભી થતા એક આત્મહત્યાની ઘટના પણ ઘટી છે ઉપરા ઉપરી બનેલી મિલકત મામલે આ ઘટનાઓના પગલે સોની મહાજન સમાજમાં ભારે ચકચાર મચી ગઈ છે...

Комментарии

Информация по комментариям в разработке