સતવાદી પાંડવો સત ન ચૂકે ...કિર્તન નીચે લખેલું છે...

Описание к видео સતવાદી પાંડવો સત ન ચૂકે ...કિર્તન નીચે લખેલું છે...

   / Канал  


સતવાદી પાંડવો સત ના ચૂકે
સત ના ચૂકે એના નિયમ નો મૂકે..

કૌરવ અને ઘેરે ઋષિ દુર્વાસા પધાર્યા
આંબો વાવરવી રસ પાવ મારા વાલા..

ગોટલી આપી દુર્યોધનના હાથમાં
રસ અને રોટલી જમાડો મારા..

આળી માળી ગોટલી દુર્યોધને શેકી
આપે દુર્વાસાને હાથ મારા વાલા..

પાંડવ અને ઘેરે ઋષિ દુર્વાસા પધાર્યા
ગોટલી આપી કુંતાજી ના હાથમાં..

ચાર ફૂટનો કેરો કુંતા માતાએ બાંધ્યો
તેમાં ગોઠલી વાવી મારા...

સતના ખાતર કુંતા માએ રેડીયા
પ્રેમના પાણી પાયા મારા વાલા..

બે હાથ જોડીને કુંતા માં બોલ્યા
મારા અને માદરીના એક માન્યા હોય તો
ગોઠલીમાં કોટો ફૂટે મારા વાલા...

બે હાથ જોડીને ધર્મ દેવ બોલ્યા
ધર્મ નીતિના કામ મેં કર્યા હોય તો
આંબે પાન આવે મારા વાલા..

બે હાથ જોડીને ભીમસેન બોલ્યા
ખારું મોળું અન્ન જો એક માન્ય હોય તો
આંબે ડાળી આવે મારા..

બે હાથ જોડીને અર્જુન બોલ્યા
એક સરખા બાણ જો મેં છોડ્યા હોય તો
આંબે મોર આવે મારા વાલા..

બે હાથ જોડીને સહદેવ બોલ્યા
ધર્મ નીતિ ના જોશ મેં જોયા હોય તો
આંબે કેરી આવે મારા વાલા..

બે હાથ જોડીને નકુલ બોલ્યા
પાંચ વખત પૃથ્વી મેં તોળી હોય તો
આંબે શાખ પડે મારા વાલા..

બે હાથ જોડીને દ્રૌપદી બોલ્યા
પાંચ પાંડવ ને મેં એક માન્યા હોય તો
વગર વેડી કેરી હેઠે પડે મારા વાલા..

રસ અને રોટલી દુર્વાસા જમાડ્યા
પાંચ પાંડવ ને આશીર્વાદ દીધા
પાંડવો નો જય જય કાર બોલાવ્યો મારા...

Комментарии

Информация по комментариям в разработке