બેઠો છું અેકલતા સાથે | Akalta Sathe |Gujarati poetry | Gujarati shayari l Insparation shayari | Lg

Описание к видео બેઠો છું અેકલતા સાથે | Akalta Sathe |Gujarati poetry | Gujarati shayari l Insparation shayari | Lg

Voice Over by Lg

સાંજ વીતે છે જલસા સાથે
બેઠો છું એકલતા સાથે

સૂર્ય રમે પડછાયા સાથે
વધઘટ હોય ન કાયા સાથે

મંઝિલથી બસ મનનો નાતો
જીવન વીતે રસ્તા સાથે

બિલકુલ સાથે બિલકુલ નોખા
ચાલ્યા રેલના પાટા સાથે

કાવ્ય લખું તો ઊખડેલો છું
આમ જીવું તન્મયતા સાથે

ટુકડે ટુકડે મરવું પામ્યો
જીવવું'તું સર્જકતા સાથે

મયખાનામાં બેઠો છું તો
ખેલ કરું છું પ્યાલા સાથે

જગ આખાથી ફરિયાદો છે
‘શૅર ’ કરું જગ આખા સાથે

--રઈશ મનીઆર

#Motivationshayari
#Insparationshayari
#Peom
#Lg
#Bestshayari
#poetry
#poetryinhindi #Bestshayari #Besthindishayari #Hindishayari
#Shayari
#lalitgohel

Комментарии

Информация по комментариям в разработке