રામાયણ નું ભજન||સીતાજી ની સાડી

Описание к видео રામાયણ નું ભજન||સીતાજી ની સાડી

#bhajan #bhakti #satsang #gujrati #kanudo #like #kirtan #gamdu #mahadev #lokdayro#ramayan#ramshita#rambhajan#ram#

સુરત માં સીતાજી ની સાડી બનાવી
મુઘા તે મુલ ની સાડી રે સીતાજી ની સુંદર સાડી

ઈરે સાડી માં કેવાં નામ લખીયા
કેવી પાડી એમાં ભાતું રે સીતાજી ની સુંદર સાડી
ચૌવુદ ભાષામાં એમાં જય શ્રી રામ લખીયાં
આખી રામાયણ ની પાડી એમાં ભાતું રે સીતાજી ની સુંદર સાડી

પરથમ પેલાં એમાં બાલ કાંડ લખિણો
રામજી ની બાળલીલા એમાં દરશાણી
મોટા થયા ને ઋષિ સાથે ગયા રે સીતાજી ની સુંદર સાડી
તાડકા ને મારી વાલે અહલયા ઉગારી
જનક દરબાર માં ધનુષ ભાંગ્યું
રામ સીતા નાં થયા વીવાહ રે સીતાજી ની સુંદર સાડી

અયોધ્યા કાંડ એમાં બીજો લખાણો
રાજ તીલક ની કરી રે તૈયારી
માતા કૈકેયી માંગ્યા વરદાન રે સીતાજી ની સુંદર સાડી

રામલખન જાનકી વનમાં રે હાલ્યા
ગૃહ રાજા યેં ચરણ પખાડીયા
ગંગાજી ઉતારા પાર રે સીતા જી ની સુંદર સાડી

ભાઈ ભરત તો ગોતતા રે આવયા
ભાઈ ભરથ જી ને રામજી ભેટયા
ચરણ પાદુકા આપી મારા રામેં રે સીતાજી ની સુંદર સાડી

આરણ્ય કાંડ એમાં ત્રીજો લખાણો
પંચવટી વાલે મઢુલી બનાવી
સુરપંખા નાં નાક કાન કાપ્યા રે સીતાજી ની સુંદર સાડી

માયાવી રૂપે મૃગલો રે આવયો
માતા સીતાજી ને રુદીયે રે ભાળયો
મૃગલો મારવા રામ લખન જાય રે સીતા જી ની સુંદર સાડી

સાધુ ના વેશે રાવણ આવયો
ભીક્ષા દેવાને સીતાજી આવ્યાં
રાવણ સીતાને હરી ગયો રે સીતા જી ની સુંદર સાડી

રામ લખન સીતાજી ને ગોતવારે હાલ્યા
રસ્તામાં જટાયુ ને ઘાયલ જોયા
જટાયુ ને મોક્ષ ગતી આપી રે સીતાજી ની સુંદર સાડી

શબરી નાં આશ્રમે રામજી પધાર્યા
હેઠાં જુઠા બોર રામે પ્રેમે આરોગીયા
શબરી ને નવધા ભક્તિ આપી રે સીતા જી ની સુંદર સાડી

કીસકીધાં કાંડ એમાં ચોથો લખાણો
રામ લખમણ ને હનુમાન જી ભેટયા
હનુમાનજી લંકા મા જાવો રે સીતા જી ની સુંદર સાડી

વાલી વાનર નો વધજ કરીયો
સુગ્રીવજી ને રાજ જ સોંપ્યું
પછી હનુમાનજી લંકા મા જાય રે સીતા જી ની સુંદર સાડી

સુંદર કાંડ એમા પાંચમો લખાણો
હનુમાનજી તો લંકા ગઢ પહોંચ્યા
વિભીષણ ને ભેટયા હનુમાન રે સીતા જી ની સુંદર સાડી

અશોકવાટિકામાં સીતાજી ને જોયાં
રામની નીશાની હનુમાનજી એ આપી
માતા સીતાના લીધા આશીર્વાદ રે સીતાજી ની સુંદર સાડી

જાડવાં જંજેળા ને ફળ રે ખાધાં
ન્યાથી ને સૈનિકો સભામાં લઈ આવીયા
રાવણે સજા આપી છે હનુમાન ને રે સીતા જી ની સુંદર સાડી

પુછડે રાવણે આગ લગાડી
હનુમાનજી તો આમ તેમ કુદે
લંકામાં આગ એવી લાગી રે સીતા જી ની સુંદર સાડી


લંકા કાંડ એમાં છઠ્ઠો લખાણો
રામેશ્વર મહાદેવ ની સ્થાપના રે કીધી
સમૃદ્ધ ઉપર બાંધી પાળ રે સીતા જી ની સુંદર સાડી

વાનર સેના સાથે લંકામાં આવ્યા
રાજા રાવણ ને રણમાંજ રોળયા
વિભીષણ ને સોંપ્યું વાલે રાજ રે સીતા જી ની સુંદર સાડી

સીતાજી ને લઈ ને રામ અયોધ્યા માં આવયા
અયોધ્યા નગરી માં આનંદ ઉત્સવ
રાજ સિંહાસને બેઠાં સીતા રામ રે સીતા જી ની સુંદર સાડી

ઉતર કાંડ એમાં સાતમો લખાણો
ધોબીનાં મેણલે સીતાજી ને છોડ્યા
લખમણ મેલવા ને હાલ્યા રે સીતા જી ની સુંદર સાડી

ઋષિ ના આશ્રમ માં સીતાજી રહે છે
લવ કુશ જનમાં વનવગડામાં
મોટાથઈ ને ઘોડો યજ્ઞ નો પકડો રે સીતા જી ની સુંદર સાડી

યુધ્ધ કરી ને લવ કુશ જીતીયા
અયોધ્યા નગરી માં લવ કુશ આવીય
ગાય એને રામ ની રામાયણ રે સીતા જી ની સુંદર સાડી

અજ્ઞી પરીક્ષા સીતાજી ની થાય છે
સતી સીતા જી તો ધરતી માં સમાય છે
આવી પરીક્ષા કોઈ ની ના હોજો રે સીતા જી ની સુંદર સાડી

જેણે ભક્તિ ને ભાવથી સાડી બનાવી
ધન્ય છે સુરત નાં ઈરે કારીગર ને
મારો રામ રહેશે એનાં ઉપર રાજી રે સીતા જી ની સુંદર સાડી

સીતાજી ની સાડી સત્સંગ મંડળ ગાય છે
સત્સંગ મંડળ ગાયછે ને હૈયૈ હરખાય છે
રામ સીતા નો જય જય કાર રે સીતા જી ની સુંદર સાડી


સીયાવર રામ ચંદ્ર ભગવાન કી જય 🙏
જય શ્રી કૃષ્ણ 🙏

Комментарии

Информация по комментариям в разработке