Kalyan Mahotsav 2021 | Highlights |

Описание к видео Kalyan Mahotsav 2021 | Highlights |

Subscribe:
   / @nilkanthdham  
&    / @nilkanthdhamlive  

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-નર્મદા, નીલકંઠધામને આંગણે નીલકંઠ પ્રભુના
નવમા પાટોત્સવ સાથે ઉજવાયેલ કલ્યાણ મહોત્સવ-ર૦રર

દર નવા વર્ષે દિવાળી પર્વે ભાઇબીજ ઉપર આવતા નીલકંઠ પ્રભુના પાટોત્ત્સવ પ્રસંગે જાહેર દર્શનાર્થીઓને વિશેષ દેવ દર્શન અને સત્સંગનો લાભ મળે તેવા ઉદેશ સાથે છેલ્લા પાંચેક વર્ષથી કલ્યાણ મહોત્સવ ભાઇબીજથી લાભ પાંચમ સુધી ચાર-પાંચ દિવસ ઉજવાય છે. તે રીતે આ વર્ષે પણ અમૃત મહોત્ત્સવના સેવાકાર્યોની વ્યસતા વચ્ચે પ.પૂ. ધર્મવલ્લભદાસજી સ્વામી અને ત્રીસેક સંતો અને ૩૦૦ જેટલા યજમાન આદિ સમર્પિત ભક્તજનો તેમજ કાયમી સેવક ગણ અને હજારો દર્શનાર્થી ભાવિકજનોની અવર-જવર સાથે ત્રિ દિનાત્મક કલ્યાણ મહોત્સવ તા.ર૭ થી ર૯ ઓકટોબર-ર૦રર દરમિયાન ભાઇબીજથી લાભ પાંચમ સુધી ભક્તિભાવપૂર્વક ઉજવાયેલ.

યાત્રા અને પ્રભુને અન્નકૂટ નિવેદન માટે થાળ યાત્રા વગેરેના ભક્તિભાવ પૂર્વકના દર્શનથી યાત્રાળુઓએ ધન્યતા અનુભવેલ.

આજના જમાનામાં લોકમાનસમાં પરિવારજનોને કેવળ તીર્થ યાત્રા સાથે હરવા-ફરવા તેમજ રહેવા-જમવાની અનુકૂળતાની પણ તાતી જરૂરિયાત રહેતી હોવાથી અત્રે નીલકંઠ ધામમાં ખાન-પાન, ભોજનપ્રસાદ અને ઉતારાપાણીની આધુનિક સુવિધા સંપન્ન અને બસો વગેરે યાત્રાળુઓ માટે હોલ-રસોઇ માટે પાણી, શેડ વગેરેની પણ વ્યવસ્થા પૂ. સંતો અને કાર્યકર્તા ભક્તજનો દ્વારા સંભાળવામાં આવે છે. આ કલ્યાણ મહોત્ત્સવની વિગત નીચે મુજબ છે.

આ કલ્યાણ મહોત્ત્સવ એટલે વિવિધ પ્રકારે પ્રભુના પૂજન અને વધામણીનો ઉત્ત્સવ. જેમાં સવા લાખ કિલો ઉપરાંત પુષ્પપાંખડી, યજ્ઞ હવિષ્યાની, વિવિધ ફળો અને મિષ્ટાન-ફરસાણ વગેરેની વિવિધ સામગ્રીથી પ્રભુનું પૂજન થયું.

આ ઉત્ત્સવમાં પ-લાખ ઉપરાંત ભાવિકોએ અત્રે પધારી દર્શનનો લાભ લીધેલ. પ્રાતઃ કાળે કળશ પૂજનમાં યજમાન ભક્તજનો સમુહ મહાપૂજન વિધિનો લાભ લેતા.

પ્રાતઃ શિરામણી : સવારે ૭ઃ૩૦ વાગ્યે - ઢોલ-શરણાઈ ગાન સાથે પ્રેમી ભક્તો દ્વારા શિરામણી થાળ આગમન.

શણગાર આરતી : સવારે ૭ઃ૩૦ થી ૮ વાગ્યે - ષોડ્‌શોપચાર પૂજન સાથે મહાનિરાજન શણગાર આરતી.

દિવ્ય પૂજનોત્સવ : સવારે ૮ થી સાંજે ૫ - સર્વમંગલ સ્તોત્રનાં શ્લોકે-શ્લોકે અખંડ પૂજા સામગ્રીથી પૂજન. દરેક સર્વમંગલ આવર્તનને અંતે નૈવેદ્ય સાથે મહાનિરાજન આરતી થતી. જેમાં ચાર સંતો સતત ક્રમશઃ પૂજન વિધિમાં જોડાઈ મંત્રોચ્ચાર સાથે પુષ્પ, પાંખડી, ફળ અને ચરણ અભિષેક કરતા રહેતા.

આ ઉપરાંત સવારે ૮ થી ૫ વાગ્યા સુધી આ દરેક મંદિરોમાં પૂજનવિધિ થતા રહેલ.

જેમાં ઘનશ્યામ લાલા મંદિરમાં પૂ. સાંખ્યયોગી તથા સેવક બહેનો પુષ્પપાંખડી આદિ ઉપચારો સાથે જનમંગલ સ્તોત્રથી પૂજન કરતા. હનુમાનજીના મંદિરમાં ભૂદેવો અને સેવકો ઉપચારોથી હનુમાન ચાલીસા તથા મંત્રોથી પૂજન કરતા.

શેષશાયી મહાવિષ્ણુ મંદિરમાં દર્શનાર્થી ભક્તો દ્વારા સહ પરિવાર સાથે ષોડ્‌શોપચારથી અખંડ પૂજન થતું રહેતું.

નર્મદેશ્વર મહાદેવના ડેરામાં ષોડ્‌શોપચારથી ભૂદેવો-સેવકો દ્વારા અખંડ પૂજન અભિષેક થયેલ. નીલકંઠ સરોવર વચ્ચે બિરાજીત નીલકંઠ મહાદેવનું દર્શનાર્થી ભક્તો દ્વારા અખંડ પૂજન-અભિષેક થયેલ. ગણપતિ મંદિરમાં ભૂદેવો દ્વારા પૂજન થયેલ.

જલયાગ દ્વારા મહામંત્રનું અનુષ્ઠાન : જેમાં સવારે ૯ થી ૧૧ઃ૩૦ અને બપોર પછી ૨ઃ૩૦ થી ૫ઃ૩૦ સુધી ‘ૐ શ્રી સ્વામિનારાયણાય નમઃ’ મંત્રના સંગીતગાન સાથે બબ્બે સંતો કે ભક્તજનોએ ક્રમશઃ દિવસભર જોડાઈ શ્રી નીલકંઠ પ્રભુનું કેસરજળથી અભિષેક કરી પૂજન કરેલ.

જનમંગલયાગ તથા પુષ્પ મહાપૂજન : સવારે ૮ થી સાંજે ૬ સુધી મંદિરના ચોગાનમાં ૩૦૦ કિલો પુષ્પપાંખડીથી બબ્બે હરિભક્તોની જોડીમાં ઠાકોરજીનું જનમંગલ મંત્રોથી પૂજન થયેલ.

૫૬ ભોગ અન્નકૂટ : દરરોજ સવારે ૯ વાગ્યે મુખ્ય મંદિરમાં નીલકંઠ પ્રભુને નિત્ય વિવિધ વાનગીના છપ્પન ભોગનું અન્નકૂટના રૂપમાં નિવેદન થતું. જેના દિવસભર દર્શન થતા રહેતા.

રાજભોગ થાળ કાવડયાત્રા : સવારે ૧૦ઃ૩૦ વાગ્યે - ઢોલ-શરણાઈ નાદ સાથે વિવિધ પાત્રોમાં રાજભોગ થાળ કાવડયાત્રા યોજીને સંતો-પાર્ષદો, ભૂદેવો લઈ આવતા.

હવેલી સંગીત સંકીર્તન : દરરોજ સાંજે ૭ઃ૩૦ થી ૮ઃ૩૦ સુધી ઝાંઝ-પખવાજ નૃત્યના સહારે ધર્મનંદન ગવૈયા મંડળના ૨૦ ભકતજનો વૈષ્ણવ પરંપરા મુજબ હવેલી સંગીતના ગાન સાથે નંદસંતોના કીર્તનોનું મધુર ગાન કરતા.

નૌકા વિહાર : સવારે ૯ થી ૧૧ અને બપોરે ૩ થી ૫ - સંતો-હરિભક્તો દ્વારા ઉપનિષદના મંત્રોચ્ચાર સહ છત્ર, ચામર, પૂજન, આરતી, થાળ સાથે નીલકંઠ સરોવરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ ના દિવ્ય જલવિહારના દર્શનનો ભાવિકોનેે લાભ મળતો.

મોક્ષ સ્નાન : બપોરે ૨ઃ૩૦ વાગ્યે નર્મદા નદીમાં ઠાકોરજીનો દ્રવ્યાભિષેક સાથે સંતો ભક્તજનો દિવ્ય સ્નાનનો લાભ લેતા.

જળયાત્રા : નર્મદામાં અભિષેક બાદ ૩ઃ૩૦ વાગ્યે હાથી અને બેન્ડ સુરાવલીના સથવારે નીલકંઠપ્રભુના અભિષેક માટે મહિલા-પુરુષ ભક્તજનો કાવડમાં જળના પાત્રો ભરીને લઈ આવતા.

મહા રથયાત્રા : સાંજે ૪ઃ૩૦ થી ૬ઃ૩૦ સુધી અત્તરજળ, મોતી, ઝરીના છંટકાવ, અબીલ, ગુલાલના સાથીયા, ઘોડા, ગાય, પંચરથ, મહારથ, તોપ, નિશાન, ડંકા, નૃત્ય અને સંકીર્તન સાથે ગજરાજ ઉપર બિરાજમાન ભગવાનની દિવ્ય રથયાત્રા પૂજારી સંતો ભક્તજનો તેમજ જે તે યજમાનો દ્વારા યોજાતી રહેતી.

સાયં મહા આરતી : સાંજે ૬ઃ૩૦ વાગ્યે - ષોડ્‌શોપચાર સામગ્રી દ્વારા થતી નીલકંઠધામની વિશ્વપ્રસિદ્ધ દિવ્ય મહાનિરાજન આરતી તથા નૃત્ય દર્શનનો અલભ્ય લાભ મળતો.

સત્સંગ સભા : દરરોજ રાત્રે ૮ઃ૩૦ વાગ્યે સંકીર્તન સરીતા બાદ વિદ્વાન શાસ્ત્રીય સંતો દ્વારા સત્સંગ વ્યાખ્યાનનો લાભ મળતો.

હાટડી દર્શન : દરરોજ રાત્રે ૮ઃ૩૦ વાગ્યે દાળીયા, ચણા, મમરા, ખજુર વગેરેના વિવિધ પાત્રો ભરીને હાટડી અર્પણ થતી.

શયન આરતી : રાત્રે ૯ઃ૩૦ વર્ણીવેષ દર્શન - સુખરાત્રિ

👉 Website: https://nilkanthdham.org
👉 About Us: https://nilkanthdham.org/linkpage/
👉 Spiritual Philosophy: https://t.me/nilkanthdhampoichamandir
👉 Mail: [email protected]
👉 Google Maps: https://goo.gl/maps/UKWpoEZn7bfPLLUTA

#nilkanthdham #poicha #sgrs #suratgurukul

Комментарии

Информация по комментариям в разработке