Cyclone Remal update: બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી અસર?

Описание к видео Cyclone Remal update: બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી અસર?

#gujaratweather #remalcyclone #cycloneupdate

ભારતના દરિયાકિનારા પર આ વર્ષના સૌથી પ્રથમ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાનારા આ વાવાઝોડાનું નામ 'રીમલ' રાખવામાં આવશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું હાલ બંગાળની ખાડીમાં છે અને ભારતના પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે.

વાવાઝોડાને જોતાં પશ્ચિમ બંગાળ, ઓડિશાના કેટલાક વિસ્તારોને સર્તક કરી દેવામાં આવ્યા છે અને વાવાઝોડા પહેલાંની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

બંગાળની ખાડીમાં એક તરફ વાવાઝોડાના ખતરા વચ્ચે ચોમાસું પણ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે વધારે કેટલાક વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે.

ગુજરાતના તમામ જિલ્લાઓ હાલ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ તથા અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં રેડ ઍલર્ટની સ્થિતિ છે.

વીડિયો : દીપક ચુડાસમા, જમશેદ અલી

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке