લોકોને જ નહીં સરકારી એજન્સીઓને પણ પરસેવો પડાવે સાઇબર ક્રાઇમ! |Cyber Crime in India | Cyber Crime

Описание к видео લોકોને જ નહીં સરકારી એજન્સીઓને પણ પરસેવો પડાવે સાઇબર ક્રાઇમ! |Cyber Crime in India | Cyber Crime

કહેવત છે કે જે પોષતું તે મારતું, વર્તમાન સમયમાં આ જ બાબત ટેકનોલોજીને લાગુ પડે છે. મોબાઇલ ફોનના લીધે જે કેટલીય બાબતો અત્યંત અઘરી હતી તે હવે સામાન્ય બની ગઈ છે, મોબાઇલ ફોન ફક્ત વાતચીત કરવાનું જ સાધન ન રહેતા હવે નાણાકીય વ્યવહારનું પણ સાધન બની ગયા છે. લોકો શાકભાજી લેવાથી લઈને બસની ટિકિટના રૂપિયા પણ મોબાઇલ ફોનથી જ ચૂકવે છે. મોબાઇલ ફોન ફક્ત ફોન ન રહેતા નાણાકીય વ્યવહારનું જાણે સાધન બની ગયો છે. આજે સ્થિતિ એવી છે કે કોઈ વ્યક્તિ પાસે મોબાઇલ ન હોય તેની કલ્પના કરવી અઘરી છે.
પણ જેમ દરેક બાબતના સારા પાસા હોય છે તેમ તેના નરસા પાસા પણ હોય છે. મોબાઇલની સંખ્યા વધવાની સાથે-સાથે હવે દેશમાં સાઇબર ગુનાનું પ્રમાણ પણ વધતું જોવા મળ્યું છે. આજે કદાય દાયકા પહેલાં ભારતીયોએ ક્રાઇમનો જે શબ્દ પણ સાંભળ્યો ન હતો તેવો શબ્દ સાઇબર ક્રાઇમ હવે રોજ સાભળવા મળે છે. આ સાઇબર ક્રાઇમનો વ્યાપ દિવસ વીતવાની સાથે સતત વધતો જાય છે. પહેલા તો વ્યક્તિના બેન્ક ખાતા સુધી તે વ્યક્તિની જ પહોંચ હતી. તે વ્યક્તિની સીધી છેતરપિંડી કરવું અઘરું હતું. આ સિવાય લૂંટ કરવી હોય તો ગુનેગારે રીતસર બેન્કમાંથી રૂપિયા નીકળતી વ્યક્તિને આંતરવો પડતો હતો, હવે પરિસ્થિતિ તદ્દન ઉલ્ટી થઈ ગઈ છે. આજે સ્થિતિ એવી છે કે કોઈ વ્યક્તિને લૂંટવા માટે તેને હાથ લગાવવાની પણ જરૂર નથી.
આજે જે પણ વ્યક્તિ મોબાઇલથી ટ્રાન્ઝેકશન કરતો હોય તે વ્યક્તિ સીધો સાઇબર ક્રિમિનલોના હાથમાં આવે છે. તેમા પણ સાઇબર ગુનેગારો મુખ્યત્વે વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ લક્ષ્યાંક બનાવે છે. તેઓ જોઈએ એવા ટેકનોસેવી હોતા નથી. આ ઉપરાંત તેઓ ઝડપથી ગભરાઈ જાય છે. તેઓનું મનોબળ તેટલું મજબૂત હોતું નથી.
સાઇબર ગુનેગારોએ પાસે લોકોને છેતરવાના એવા નવા-નવા કીમિયા હોય છે કે લોકો ભરમાઈ જાય છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે સાઇબર ગુના અંગેનો તેનો વાર્ષિક અહેવાલ જારી કર્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 2021થી માર્ચ 2024ની વચ્ચે ભારતમાં 14,500 કરોડ રૂપિયાની સાઇબર છેતરપિંડી થઈ ચૂકી છે. દેશમાં સાઇબર ગુનાની લગભગ 2.16 કરોડ ફરિયાદ નોંધાઈ છે.
સાઇબર ક્રાઇમ અંગેના અહેવાલ મુજબ ફરિયાદોની સંખ્યા 2021માં 1,36,604થી વધીને 2022માં 5,13,334 અને 2023માં 11,29,519 થઈ ગઈ છે. 2024ના માર્ચ સુધીમાં 3,81,854 ફરિયાદો નોંધાઈ છે. મંત્રાલયે રિપોર્ટમાં જણાવ્યું હતું કે નવી-નવી ટેકનોલોજી સાઇબર ગુનેગારની ઓળખ કરવામાં અને તેના પર કાર્યવાહી કરવામાં વધારે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આ અહેવાલમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે ભારતીય અપરાધ સમન્વય કેન્દ્ર (આઇ4સી)એ સક્રિય કાર્યવાહી માટે ગુપ્ત જાણકારી અને સંકેત શેર કરવા માટે ગૂગલ અને ફેસબૂક સાથે ભાગીદારી કરી છે. સાઇબર અપરાધી ગુનો શરૂ કરવા માટે ગૂગલ સેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ એડર્વટાઇઝમેન્ટ પ્લેટફોર્મ સરહદ પારથી ટાર્ગેટ એડર્વટાઇઝમેન્ટ માટેની સગવડ પૂરી પાડે છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પિગ બુચરિંગ સ્કેમ કે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ એક વૈશ્વિક ઘટના છે. તેમા મોટાપાયા પર મની લોન્ડરિંગ થાય છે અને તેમા સાઇબર સ્લેવરીનો પણ સમાવેશ થાય છે. અહેવાલ મુજબ બેરોજગાર યુવાનો, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદ લોકોને લક્ષ્યાંક બનાવવામાં આવે છે. આ લોકો રૂપિયા મળતા હોવાથી ઝડપથી ગુનો કરવા તૈયાર થઈ જાય છે. આવા લોકો કોઈને કોઈ લાલચમાં સાઇબર ગુનેગારોના હાથમાં સપડાય છે અને મોટી રકમ ગુમાવે છે. તેમા કેટલાય તો એવા હોય છે કે જેમણે ઉધારમાં રૂપિયા લઈને રોકાણ કર્યુ હોય છે. તેઓની સ્થિતિ વધારે કફોડી થઈ જાય છે.
આ સાઇબર ગુનેગારોથી લોકોને બચાવવા માટે ગૃહમંત્રાલયે તેની એડવાઇઝરી પણ જારી કરી છે. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે તે સૌથી પહેલા તો કોઈ અજાણ્યા નંબર પરથી ફોન કોલ ઉપાડો નહી, તેમા પણ વોટ્સએપ કોલ તો ક્યારેય ન ઉપાડો. આ સિવાય કોઈપણ પ્રકારના અજાણ્યા મેસેજને ન જુઓ, તેનો જવાબ ન આપો. લિંક પર તો ભૂલથી પણ ક્લિક ન કરો.
આ ઉપરાંત ટ્રુ કોલર જેવી એપ ફોનમાં રાખો, જેથી અજાણ્યો ફોન કોનો હતો તે જાણી શકાય. સ્પેમ કે અજાણ્યા કોલ્સથી બચવા માટે કોલ બ્લોક કરો કે તેના માટે ડુ-નોટ ડિસ્ટર્બ અપનાવો. ઓડિયો-વિડીયો કોલ્સને ક્યારેય મેન્યુઅલી ન ઉઠાવો. મોટાભાગના કૌભાંડીઓ આ પદ્ધતિ અપનાવે છે. તમે આ કોલને રિજેક્ટ કરી શકો છો કે વોઇસ મેઇલ પર મોકલી શકો છો. અજાણ્યા વિડીયો કોલથી ડેટા ટ્રાન્સફર થવાનો પણ ભય છે, જેનો દૂરુપયોગ થઈ શકે છે.
આ ઉપરાંત વીજળીનું બિલ અપડેટ થયું નથી, ગેસનું બિલ અપડેટ થયું નથી, તેની કેવાયસી અપડેટ થઈ નથી તેવા ઘણા મેસેજ આવતા હોય છે અને કોલ પણ આવતા હોય છે. ભૂલથી પણ તેના ગંભીરતાપૂર્વક ન લો, તેનાથી ડરો નહીં. તેને ડીલીટ જ મારો, તેની સાથે-સાથે જેનું બિલ હોય તેની એપ્લિકેશનમાં જ જઈને પેમેન્ટ કરો. પેમેન્ટ હંમેશા ઓથોરાઇઝ્ડ રૂટે જ કરો, નવા રસ્તા પસંદ ન કરો.
આ ઉપરાંત કોઈપણ કંપનીનો કસ્ટમર કેર નંબર ગૂગલ પર ક્યારેય સર્ચ ન કરો. તેના બદલે તે કંપનીની વેબસાઇટ પર જઈને જ સર્ચ કરો. સોશિયલ મીડિયા કે વોટ્સએપ પર આવતી કોઈપણ પ્રકારની લલચામણી ઓફરનો હિસ્સો બનવાનું ટાળો, તેની સાથે પૂરતી ચકાસણી વગર ક્યારેય ન જોડાવ. શેરબજારમાં કમાણી કરવાના દાવા કરી આપતી ઓફરોથી તો ખાસ બચો. તમારું ખાતુ ક્યારેય ખાલી કરી નાખશે તેની ખબર નહીં પડે. આ ઉપરાંત તમારા સગાસંબંધી જેવો જ અવાજ કાઢીને કોલ આવે તો તેનાથી બચો. ડરી ન જાવ, તાત્કાલિક કોઈ નિર્ણય ન લો. રાહ જુઓ, કન્ફર્મેશન લો, ખરાઈ કરો પછી જ નિર્ણય લો. આ પ્રકારની ચોકસાઈથી તમે ફ્રોડથી બચી શકો છો.

#mantavyanews #gujaratinews #gujarat #CyberCrimeinIndia #CyberCrime #Cyber #Crime #India

Комментарии

Информация по комментариям в разработке