@meshwaLyrical
Presenting : Shree Krushna Bavani | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bavani |
#krishna #bavani #lyrical
Audio Song : Shree Krushna Bavani
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional
Music : Jayesh Sadhu
Deity : Krishna Bhagwan
Festival : Janmashtami
Temple : Dwarka, Mathura
Label :Meshwa Electronics
દુષ્ટોનો ભૂમિ પર ભાર, હલકો કરવા કર્યો વિચાર
પ્રભુએ એવી કીધી પેર, જન્મ લીધો વસુદેવને ઘેર
મથુરામાં લીધો અવતાર, કૃષ્ણ બન્યા દેવકીના બાળ
કારાગૃહ જન્મ્યા મધરાત, ત્યાંથી નાઠા વેઠી રાત
અજન્મા જનમે શું દેવ, બાળ સ્વરૂપ લીધું તત્ખેવ
વાસુદેવ લઈને નાઠા બાળ, ગોકુલ ગામ ગયા તત્કાળ
જશોદાજીને સોંપ્યા જઈ, માયાદેવીને આવ્યાં લઈ
કંસે જાણ્યું જન્મ્યું બાળ, દોડી દુષ્ટ ગયો તત્કાળ
આક્રંદ કરતી માતા રહી, બાળકી કરથી ગ્રહી
પથ્થર પર પટકે જ્યાં શિર, છટકી જાણે છૂટ્યું તીર
રક્ષણ કરે જો દીનદયાળ, તેનો થાય ન વાંકો વાળ
અઘ્ધર અટકી માતા કહે, મને મારવા તું શું ચહે
કૃષ્ણ કનૈયો તારો કાળ,ઉછરે છે ગોકુળમાં બાળ
મામા કંસ કરે વિચાર, ભાણાનો કરવા સંહાર
મોકલે રાક્ષણ મહા વિકરાળ, કૃષ્ણ કરે છે તેનો કાળ
નિત નિત નવી લીલા કરે, કેશવ કોઈનાથી ના ડરે
ગોવાળિયાની સાથે રમ્યો, શામળિયો સૌને મન ગમ્યો
ગાયો ચારી ગોવાળ થાય, કાલિંદ્રીને કાંઠે જાય
ગાયો પાણી પીએ જ્યાં, કાળીનાગ વસે છે ત્યાં
જળમાં જોયું ઝાઝું ઝેર, મરે ગાય આવે ને લહેર
દુઃખ ટાળવા કર્યો વિચાર, કૃષ્ણ ચડ્યા કદમની ડાળ
ઝંઝાપાત કર્યો જળ માંહ્ય, કાળી નાગ રહે છે ત્યાંય
પાતળિયો પેઠા પાતાળ, નાગણીઓએ દીઠા બાળ
અહીં ક્યાં આવ્યો બાળક બાપ, સુતા છે અહીં ઝેરી સાપ
બીક લાગશે છે વિકરાળ, ઝેર જવાળાથી નીપજે કાળ
જે જોઈએ તે મુખથી માંગ, જ બાપુ તું અહીંથી ભાગ
એટલે જાગ્યો સહસ્ત્ર ફેણ,મુખથી બોલ્યો કડવાં વેણ
શિર પર વીર ચડ્યા જોઈ લાગ, નાગણીઓ રડતી બેફામ
નાચ નચૈયા નાચે નાચ, રેશમ દોરથી નાથ્યો નાગ
ટાળ્યું ઇન્દ્ર તણું અભિમાન, ગોવર્ધન તોળ્યો ભગવાન
વૃંદાવન જઈ કીધો વાસ, રમ્યા ગોપીઓ સાથે રાસ
વ્રજ વનિતા ફરતી ચોપાસ, પેસી જતાં જોઈ સૂતો આવાસ
મટકા ફોડી એવી કરી, કોઈ દેખે તો નાસી જાય
અનેક લીલા એવી કરી, પછી નજર થઈ મામા ભણી
રાક્ષસ સઘળા કીધા સાફ, રહ્યો એકલો મામો આપ
મથુરામાં મામો કરે વિચાર, ભાણાનો કરવા સંહાર
યુક્તિ અખાડા કેરી કરી, મલ્લ્યુદ્ધની રચના કરી
અક્રૂર કાકા તેડવા ગયા, દર્શન કરીને પાવન થયા
કૃષ્ણ કાકાની સાથે ગયા, ગોકુળમાં સૌ દિલગીર થયા
મલ્લ મર્યા હાથીની સાથ, કંસની સાથે ભીડી બાથ
પટકી પળમાં લીધો પ્રાણ, રાક્ષસનું ના રહ્યું એં ધાણ
પૂરણ કીધું ધાર્યું કાજ, ઉગ્રસેનને આપ્યું રાજ
દ્વારામતી પહોંચ્યો જદુરાજ, દ્વારિકામાં જઈ કીધું રાજ
ભક્તોને ભેટ્યા ભગવાન, ધ્રુવ પ્રહલાદ ને અમરીષ જાણ
નરસિંહ સુદામાને કીધી સહાય, સુધનવાની કઢા શીત થાય
મીરાંબાઈનું ઝેર અમૃત કર્યું, સખુબાઈનું કષ્ટ જ હર્યું
બોડાણા પર કીધી દયા, દ્વારકાથી ડાકોર ગયા
અર્જુનને કીધા રણધીર, દ્રૌપદી કેરા પૂર્યાં ચીર
પાંડવ કેરી રક્ષા કરી, કૌરવ કુળને નાખ્યું દળી
લડી વઢીને જાદવ ગયા, કૃષ્ણ એકલા પોતે રહ્યા
સ્વધામ જોવા ચોટ્યું ચિત્ત, જરા પારધી બન્યો નિમિત્ત
ત્રણ વ્રજ જોઈ માર્યું બાણ, પ્રભુ પધાર્યા વૈકુંઠધામ
કૃષ્ણ બાવની જે કોઈ ગાય,
જન્મ-મરણથી મુક્ત જ થાય
Информация по комментариям в разработке